ભારત માટે કોરોના વેક્સિનને લઈને ખરાબ સમાચાર: કોવીશીલ્ડ વેક્સિનનો ગંભીર આડઅસરનો કેસ આવ્યો સામે

હાલમાં ભારત માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા હતા. લોકોમાં પણ એક અનોખો ઉત્સાહ હતો. પરંતુ આજે ઘણા લોકો નિરાશ થઈ ગયા છે. કોરોના વેક્સિનને લઈને આ ખરાબ સમાચાર સામે આવતા જ લોકોની આશા પર પાણી ફરી વળ્યું હતું. કારણ કે ભારતમાં કોરોનાની વેક્સિન કોવીશીલ્ડની ગંભીર આડઅસરનો પ્રથમ કેસ નોંધાયો છે. ‘કોવીશીલ્ડ’ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ લેનાર વ્યક્તિને ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ છે. તેણે કંપની પાસેથી રૂપિયા પાંચ કરોડના વળતરની માંગ કરી છે.

image source

જો આ કેસ વિશે વિગત વાત કરીએ તો 40 વર્ષની આ વ્યક્તિએ ચેન્નઈમાં હ્યુમન ટ્રાયલ લીધું હતું. આ વ્યક્તિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને નોટિસ મોકલી છે. ફરિયાદમાં એ માણસે કહ્યું કે છે કે તેની યાદશક્તિમાં, નવી વસ્તુ શીખવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં, નિર્ણય લેવામાં અને રોજિંદા કામમાં તકલીફ પડી રહી છે.

image source

ડોઝ લેનાર વ્યક્તિએ સીરમ ઈન્સ્ટિટ્યુટ સાથે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), બ્રિટનની એસ્ટ્રાજેનેકા, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI),ઓક્સફોર્ડ વેક્સિન ટ્રાયલના ચીફ ઈન્વેસ્ટિગેટર એન્ડ્ર પોલાર્ડ, યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ધ જેનર ઈન્સ્ટિટ્યુટ ઓફ લેબોરેટરીઝ અને રામચંદ્ર હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના વાઈસ ચાન્સલરને નોટિસ મોકલી છે.

ઉલ્લેખનીય છે કે, ડોઝ લેનાર વ્યક્તિના વકીલ એનજીઆર પ્રસાદે જણાવ્યું હતું કે તમામને 21 નવેમ્બરના રોજ નોટિસ મોકલાઈ છે અને હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. હજુ ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન ટૂર કરીને અમદાવાદ, હૈદરાબાદ અને પુણેમાં બની રહેલી કોરોના વેક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. કોવીશીલ્ડ પુણેમાં બની રહી છે. મોદીના નિરિક્ષણ બાદ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે આગામી બે સપ્તાહમાં કોવીશીલ્ડના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી માટે અમે અરજી કરીશું. ત્યારે આજે જ એક ખરાબ સમાચાર સામે આવતા લોકોમાં નિરાશા વ્યાપી છે.

image source

જો ગુજરાતમાં કોરોનાની વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત બે દિવસમાં સામાન્ય ઘટાડો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1564 પોઝિટિવ કેસ આવ્યા છે.

image source

ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,08,278એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3969એ પહોંચ્યો છે. જ્યારે 1451 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 90.95 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 68,960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

જિલ્લા પ્રમાણે માહિતી મળી રહી છે કે, અમદાવાદ કોર્પોરેશન 319, સુરત કોર્પોરેશન 223, વડોદરા કોર્પોરેશન 130, રાજકોટ કોર્પોરેશન 96, ખેડા 57, સુરત 55, રાજકોટ 53, મહેસાણા 51, વડોદરા 41, સુરેન્દ્રનગર 40, બનાસકાંઠા 38, ગાંધીનગર 33, પંચમહાલ 33, પાટણ 30, આણંદ 28, અમદાવાદ 26, દાહોદ 26, ભાવનગર કોર્પોરેશન 25, ગાંધીનગર કોર્પોરેશન 25, જામનગર કોર્પોરેશન 24, કચ્છ 22, ભરૂચ 20, અમરેલી 18, સાબરકાંઠા 18, જુનાગઢ 17, મહીસાગર 16, મોરબી 16, જુનાગઢ કોર્પોરેશન 12, અરવલ્લી 11, જામનગર 11, ગીર સોમનાથ 9, બોટાદ 8, નવસારી 8, નર્મદા 6, તાપી 5, ભાવનગર 4, દેવભૂમિ દ્વારકા 3, પોરબંદર 3, છોટા ઉદેપુર 2, વલસાડ 2 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ