અહીંના ગુલાબી ફુલો જોવા પર્યટકોની જામી રહી છે ભારે ભીડ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો ખુશ-ખુશ

કેરલના એક ગામમાં હાલના દિવસોમાં કોરનાની મહામારી વચ્ચે પણ પર્યટકોની ભારે ભીડ ભેગી થઈ રહી છે. અહીંના કોઝીકોડમાં અલા પંડી ગુલાબી ફુલ વાળા છોડ લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. આ ફુલના છોડ કૈબોમ્બા ફરક્કાટા ફેમિલિ સાથે સંબંધીત છે. તેણે સોશયિલ મડિયા યુઝર્સને ખૂબ આકર્ષિત કર્યા છે. તેને સ્થાનીય તૌપર મુલ્લન પાયલના નામથી ઓળખવામાં આવે છે.

Indiatimes
image source

મોટા ક્ષેત્રમાં ફેલાયેલા આ ફુલોના કારણે પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે, જેનાથી લોકલ વેન્ડર્સને આ ક્ષેત્રમાં કમાવાનો અવસર મળ્યો છે. રાજ્યમાં હાલમાં જ સ્થાનીક નિકાય ચુંટણી થવા જઈ રહી છે તેવામાં આ જગ્યા કોઈ ઉમેદવાર માટે મહત્ત્વની હોઈ શકે છે.

image source

આ ગુલાબી ફુલો વિષે વનસ્પતિશાસ્ત્રી ડો. પી દિલીપે જણાવ્યું કે કૈબોલા ફરક્કાટા અને કેરોલિનિયાના પરિવાર સાથે સંબંધીત આ ફુલના છોડને ખાસ કરીને અવાલા પંડીમાં જ જોવામાં આવે છે. જો કે તેમણે એ પણ કહ્યું કે આ છોડ આકર્ષક હોય છે, પણ જળ નિકાસ માટે ગંભીર જોખમ ઉભું કરે છે.

બૉટનીના નિષ્ણાત ડો. દિલીપનુ કેહવું છે કે આ ફુલ લોકો પોતાના ઘરના એક્વેરિયમમાં લગાવે છે અને બની શકે કે કોઈએ તેને નદીમાં ફેંકી દીધું હોય. જેના કારણે આ ફૂલ હવે આખી નદીમાં ઉગી રહ્યા છે. આ ફુલના કારણે નદી અચાનક સુંદર લાગવા લાગી છે, પણ નદીની અંદર રહેલી માછલીઓ માટે તે એક મુશ્કેલી હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આવી જ નદી કોટ્ટાયમ ગામમાં પણ છે. કેરલની આ ગુલાબી નદી વિષે એએનઆઈ તરફથી 24મી નવેમ્બરે ટ્વીટ શેર કરવામાં આવ્યું હતું. ટ્વીટમાં નદીની સુંદર તસ્વીરો બતાવવામાં આવી હતી.

image source

આ જગ્યાની તસ્વીરો હાલ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તમે જો તસ્વીરો જોશો તો તમને પણ ત્યાં પોહંચી જવાનું મન થઈ જશે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આટલી મોટી સંખ્યામાં આ ગુલાબી ફૂલવાળા છોડ નદી સુધી કેવી રીતે અને ક્યાંથી પહોંચ્યા. સ્થાનીક લોકોના કહેવા પ્રમાણે તેમણે થોડા વર્ષો પહેલાં આ ફૂલોને અહીં જોયા હતા, પણ તે સમયે તેની સંખ્યા ખૂબ ઓછી હતી. આટલા બધા પ્રમણમાં આ ફુલો જોવા મળવા તે ખરેખર આશ્ચર્યજનક છે.

image source

તમને જણાવી દીએ કે કેરલમાં એક માત્ર જગ્યા નથી, જ્યાં મુલ્લપન પાયલના આખા ક્ષેત્રને ગુલાબી કરી દીધું છે. પણ કોટ્ટયમ જિલ્લાના એક અન્ય ગામ ઇન્ટરનેટ અને સોશિયલ મિડિયા પર પ્રસિદ્ધ બન્યું હતું. અહીં પણ તળાવમાં સુંદર ગુલાબી ફુલો ઉગે છે. આટલા સુંદર દ્રશ્યને વળી કોણ પોતાની આંખમાં કે પછી પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરવા નહીં માંગે.

image source

આપણે જ્યારે જોઈએ છે કે કોઈ તળાવમાં કમળના કેટલાક ફૂલ ખીલી ઉઠે છે ત્યારે તેને જોઈને અભિભુત થઈ જતા હોઈએ છીએ પણ જ્યારે આખીને આખી નદી ગુલાબી રંગના ફુલોથી ભરેલી જોવા મળે ત્યારે તો તેને જોતા જ રહેવાનું મન થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ