જો રોજ અઢી ગ્લાસ પીશો આ ફ્રુટનો જ્યૂસ, તો મેદસ્વીતાને કહી દેશો બાય-બાય

સંતરા તમારી મેદસ્વીતાને ઘટાડવામાં અને હૃદય રોગથી તમને બચાવામાં કરી શકે છે અસરકારક મદદ

image source

એવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ મળે કે જેને સંતરા ન ભાવતા હોય તેનો ખાટોમીઠો સ્વાદ તમારા સ્વાદની લાલસાને પૂર્ણ રીતે સંતોષ આપે છે. તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે દીવસના અઢી ગ્લાસ સંતરાનો જ્યુસ પીવામાં આવે તો તમે તમારી મેદસ્વીતાને અસરકારક રીતે ઘટાડી શકો છો અને માત્ર તેટલું જ નહીં પણ તેની સાથે સાથે તમે તમારા હૃદય રોગના જોખમને પણ દૂર રાકી શકો છો.

મીઠા સંતરામાં જે મોલેક્યુલ અને ટેન્ગરીન્સ મળી આવે છે કે જેને નોબીલેટીન કહે છે તે મેદસ્વીતાને ઘટાડવામાં અને તેની આડઅસર દૂર કરવામાં ઘણા અસરકારક સાબિત થયા છે. જો કે તે કેવી રીતે કામ કરે છે તે હજું સુધી એક રહસ્ય છે.

image source

વાસ્તવમાં આ સંશોધન એક ઉંદર પર કરવામાં આવ્યું હતું જે અત્યંત મેદસ્વી હતો, તેના ડાયેટમાં ઉચ્ચ કોલેસ્ટેરલોનો સમાવેશ થતો હતો, તેને ઉપર જણાવ્યું તે નોબીલેટીન તત્ત્વ આપામાં આવ્યું અને તેની ચરબીમાં ઘણો બધો ઘટાડો જોવામાં મળ્યો હતો અને તેના ઇન્સુલીન રેસીસ્ટન્સ સ્તરમાં પણ ઘટાડો જોવામાં આવ્યો હતો. તેમજ તેની બ્લડ ફેટ્સ પણ અન્ય ઉચ્ચ ચરબી ધરાવતા હાઇ કોલેસ્ટેરોલ ધરાવતા ડાયેટવાળા ઉંદર કરતાં ઓછા હતા.

image source

સંશોધકો દ્વારા આ પ્રયોગને સફળતા ચોક્કસ મળી છે પણ સાથે સાથે તેઓ એવું પણ જણાવે છે કે તેઓ એ નથી જાણતા કે ચોક્કસ રીતે ઉંદરમાં નોબીલેટીન કામ કેવી રીતે કરે છે. તેમની પરિકલ્પના પ્રમાણે મોલેક્યુલ શરીરના એ માર્ગો પર કામ કરે છે જે શરીરની અંદર ચરબીને હેન્ડલ કરે છે તેને નિયંત્રિત કરે છે. આ રેગ્યુલેટર્સ શરીરમાંના તે યંત્રોને ચાલું કરે છે છે જે ચરબી બાળીને ઉર્જા ઉત્પન્ન કરે છે, અને સાથે સાથે તે ચરબી ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને પણ અટકાવે છે.

image source

જોકે નોબીલેટીન કેવી રીતે કામ કરે છે તે એક રહસ્ય છે તેમ છતાં આ પરિણામ ક્લીનીકલી અત્યંત મહત્ત્વનું છે કારણ કે તે દર્શાવે છે કે નોબીલેટીન બીજી દવાઓ સાથે રીએક્ટ નથી કરતું. સંશોધક જણાવે છે કે મેટફોર્મીન કે જે ડાયાબીટીસની સારવાર માટે વપરાય છે તેની સાથે નોબીલેટીન કોઈ જ રીએક્શન નથી કરી રહ્યું.

image source

સંશોધકોનું હવે પછીનું પગલું એ રહેશે કે તેઓ આ પ્રયોગને માનવોમાં કરે અને જુએ કે ઉંદર જેવી જ અસર શું આ પ્રયોગથી માનવ શરીર પર થાય છે કે નહીં. સંશોધક વધારામાં જણાવે છે, ‘મેદસ્વીતા અને તેના પરિણામો એ આપણી હેલ્થ કેર સિસ્ટમ માટે એક મોટો ભાર સમાન છે, અને અમને અત્યાર સુધીમાં અમારી પાસે એવા ઘણા ઓછા હસ્તક્ષેપ છે જેને અસરકારક રીતે કામ કરતા દેખાડવામાં આવ્યા હોય. અમારા માટે આ સંશોધન ચાલુ રાખવું જરૂરી છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ