દૂધ કે જ્યૂસ, સવારમાં ઉઠીને શું પીવુ સ્વાસ્થ્ય માટે સારું, જાણો એક ક્લિકે

દૂધ અથવા જ્યુસ વહેલી સવારની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય માટે શું સારું છે? તે વિશેની માહિતી અહીં જાણો.

image source

કેટલાક લોકોને સવારના નાસ્તામાં દૂધ પીવાનું ગમે છે અને કેટલાકને જ્યૂસ પીવાનું ગમે છે. પરંતુ આખરે આ બેમાંથી કઈ આદત તમારા શરીર માટે સારી અને યોગ્ય છે. દૂધ અને નારંગીના જ્યુસ આ બંનેના ફાયદા અને ગેરફાયદાઓ જાણીને, તમે તમારી જાતે જ નક્કી કરી શકશો કે સવારે તમે પ્રથમ પીણા તરીકે શું પીવાનું વધુ પસંદ કરશો?

ફક્ત આપણા વડીલો જ આ વાત કહેતા નથી, પરંતુ હવે તે પૂર્ણ રીતે સાબિત પણ થઈ ગયું છે કે બ્રેકફાસ્ટ એ આપણા દિવસનો સૌથી મહત્વપૂર્ણ મીલ છે અને કોઈ પણ સંજોગોમાં, નાસ્તો છોડવો જોઈએ નહીં. ફક્ત આ જ નહીં, પરંતુ તમે સવારના નાસ્તામાં શું ખાવ છો તેના પર પણ ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. જ્યારે આપણે રાત્રિભોજન પછી સૂઈ જઈએ છીએ, ત્યારે ઓછામાં ઓછા 8-9 કલાક માટેનો ઉપવાસ હોય છે, એવામાં સવારે, શરીરને ફરીથી ઊર્જા મેળવવા માટે નાસ્તાની ખાસ જરૂર હોય છે. તેથી, નાસ્તામાં પોષકતત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

image source

* નાસ્તામાં દૂધ અથવા જ્યુસ?

પરંતુ એક પ્રશ્ન એ છે કે, લોકોના મનમાં વારંવાર થયા કરે છે કે- શું આપણે નાસ્તામાં દૂધ લેવું જોઈએ કે જ્યુસ પીવો જોઈએ? નાસ્તામાં ઘણા લોકો કેલ્શિયમથી ભરપૂર 1 ગ્લાસ દૂધ પીવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકોને સવારે બ્રેડ-ટોસ્ટ અથવા ઓમેલેટ સાથે વિટામિન સીથી ભરપૂર 1 ગ્લાસ નારંગીનો જ્યુસ પીવો ગમે છે. પરંતુ સવારના પ્રથમ પીણા માટે દૂધ અથવા જ્યુસની દ્રષ્ટિએ શું સારું છે, અહીં જાણો તેના ફાયદા અને ગેરફાયદા બંને વિશેની માહિતી.

* દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે.

image source

દૂધ એ કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્રોત છે, સાથે સાથે દૂધમાં પ્રોટીન, વિટામિન બી 12, આરોગ્યપ્રદ ચરબી વગેરે પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. સદીઓથી, દૂધને સંપૂર્ણ મીલ તરીકે જોવામાં આવે છે. દૂધના તમામ ફાયદાઓને કારણે, શરીરને સ્વસ્થ અને સક્રિય રાખવા માટે મોટી સંખ્યામાં લોકો દૂધનું સેવન કરે છે. આ સ્થિતિમાં જોઈએ તો, સવારના નાસ્તામાં દૂધ પીવું ફાયદાકારક હોઈ શકે છે.

* દૂધના કેટલાક ગેરફાયદા છે.

image source

દૂધમાં સંતૃપ્ત ચરબી હોય છે જે નાથી સ્થૂળતા અને હૃદય સંબંધિત રોગોનું જોખમ રહે છે. વળી, આજકાલ દૂધ આપનારા પ્રાણીઓને પણ ઇન્જેક્શન આપવામાં આવે છે જેથી તેઓ વધુ દૂધ આપી શકે અને આ ઇન્જેક્શનની આપણા સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર પડે છે. આ કિસ્સામાં, જ્યાં સુધી તમને દૂધની ગુણવત્તા વિશે સંપૂર્ણ વિશ્વાસ નથી, ત્યાં સુધી સવારે દૂધ પીવાનું ટાળો.

ઘણાં લોકોને લેક્ટોઝ ઈનટોલરેંસની પણ સમસ્યા હોય છે તેથી આવા લોકોએ પણ દૂધ પીવાનું ટાળવું જોઈએ. ઘણીવાર વધારે દૂધ પીવાથી પાચન સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. જો કે, જો તમે ઇચ્છો, તો તમે ડેરીના દૂધને બદલે સોયાના દૂધનું સેવન પણ કરી શકો છો.

image source

* વિટામિન સીથી ભરપુર ઓરેન્જ જ્યુસના ફાયદા:-

વિટામિન સી અને એન્ટી ઓકસિડન્ટસથી ભરપૂર નારંગીનો જ્યુસ આપણા શરીરની પ્રતિરક્ષા વધારે છે અને આપણને રોગોથી દૂર, ફીટ અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. વિટામિન સી શરીરને પર્યાવરણીય સમસ્યાઓ જેવી કે પ્રદૂષણ, સૂર્યના હાનિકારક યુવી કિરણો, વગેરેથી પણ સુરક્ષિત રાખે છે. જો તમે નાસ્તામાં 1 ગ્લાસ નારંગીનો જ્યુસ પીતા હો, તો તમારા એક દિવસની વિટામિન સીની જરૂરિયાત પૂરી થઈ જાય છે.

નારંગીના રસના ગેરફાયદા:-

image source

જો કે, તમે ઘરે નારંગીનો તાજો જ્યુસ જાતે બનાવીને પી રહ્યા છો, તો તે ફાયદાકારક રહેશે. તૈયાર કે પેકેજ્ડ નારંગીના જ્યુસમાં ખાંડની માત્રા વધારે હોય છે અને તે તાજો પણ હોતો નથી, તે ખૂબ જ જૂનો હોય છે, જ્યુસનો ટેસ્ટવધારવા માટે તેના રસાયણો ઉમેરવામાં આવ્યા હોય છે. ફ્રેશ ઓરેંજ જ્યુસ બનાવવાની સાથે એક સમસ્યા એ પણ છે કે જ્યારે તમે ફળોનો રસ કાઢો છો, ત્યારે તેના મોટાભાગના પોષક તત્વો દૂર થઈ જાય છે અને માત્ર જ્યુસમાં પાણી જ રહે છે.

* નારંગીનો જ્યુસ નહીં પણ દૂધ વધુ સારું છે.

image source

જ્યુસ અને દૂધની આ લડાઇમાં, દૂધ બાજી મારતું એટલે કે જીતતું નજર આવે છે કારણ કે દૂધમાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે જ્યારે નારંગીનો જ્યુસ દાંતના ઇનેમલને નુકસાન પહોંચાડી શકે છે. બીજી વસ્તુ એ છે કે 1 ગ્લાસ દૂધ પીવાથી પેટ સંપૂર્ણ ભરાઈ ગયું હોય એવી લાગણી થાય છે અને તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી, જ્યારે 1 ગ્લાસ જ્યુસ પીધા પછી, તમને પેટ સંપૂર્ણ ભરાઇ ગયું હોવાની કોઈ અનુભૂતિ થતી નથી.

image source

દૂધમાં તંદુરસ્ત પ્રોટીન હોય છે જેના લીધે તમને દિવસભર અનહેલ્ધી બ્રેકફાસ્ટ ટાળવામાં મદદ કરી શકે છે. તેથી રાત્રિભોજન અને સવારના નાસ્તા વચ્ચે 8-9 કલાકના ઉપવાસને તોડવા માટે દૂધ, જ્યુસ કરતાં વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ