એક્ટર રણવીર સિંહે એડિટ કરેલો ફોટો શેર કરીને પોતાની જાતને જ ટ્રોલ કરાવી, પત્ની દીપિકા પાદુકોણે પણ કમેન્ટ કરી ખૂબ મજાક કરી.
ચાલો આપણે જાણીએ કે દેશમાં કોરોના વાયરસને પહોંચી વળવા 3 મે સુધી લોલડાઉન જાહેર કરાયું છે. ત્યાં સુધી દરેકને તેમના ઘરોમાં બંધ રહેવું પડશે. ઘરના કેટલાક લોકો ખૂબ કંટાળી ગયા છે, આવામાં બોલિવૂડ સેલેબ્સ લોકોના મનોરંજન માટે તેમના ફોટોઝ અને વીડિયો શેર કરી રહ્યા છે. તેમજ સાથે સાથે તેઓ તમને વાયરસ વિશે જાગૃત પણ કરી રહ્યા છે.
રણવીર સિંહનો આ ફોટો પોસ્ટ કરવામાં થોડું મોડું હતું ત્યાં જ તો, બોલીવુડની તમામ હસ્તીઓએ તેના પર ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. તેની પત્ની દીપિકા પાદુકોણ પણ આ ફોટા પર ટિપ્પણી કરતા પોતાને રોકી શકી ન હતી. જાણો આખરે તેઓએ ટીપ્પણીમાં શું લખ્યું છે.
કોરોના વાયરસ સામેની લડતમાં, સમગ્ર દેશને 3 મે સુધી તેમના ઘરોમાં જ બંધ રહેવું પડશે. જ્યારે આ લોકડાઉન દરમિયાન કેટલાક લોકો ખૂબ જ કંટાળી રહ્યા છે, ત્યારે લાગે છે કે બોલિવૂડ સ્ટાર એક્ટર રણવીર સિંહ તેની પત્ની દીપિકા પાદુકોણ સાથે ઘણો સારો સમય પસાર કરી રહ્યો છે. ઓછામાં ઓછું ઇન્સ્ટાગ્રામ પરની તસવીરો અને વિડિયોઝ તો એવું જ બતાવી રહ્યું છે. હવે જ્યારે રણવીર સિંહને કંઇક નવું ન સૂઝ્યું તો તેણે મનોરંજન અને મસ્તી માટે એક અલગ ને મજાનું કામ કરવાનું નક્કી કર્યું.
View this post on Instagram
હકીકતમાં, રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક એડિટ કરેલો ફોટો શેર કરી દીધો. રણવીર સિંહની તસવીરોનો મિમ (meme) બનવું હવે તો એક ખૂબ સામાન્ય વાત બની ગઈ છે. કેટલીક વાર તેના પોશાકને કારણે, તો ક્યારેક તેના કેટલાક ફિલ્મી દ્રશ્યોને કારણે, લોકો ઘણી વાર તેના પર મીમ્સ બનાવતા હોય છે. પરંતુ આ વખતે સિમ્બા અભિનેતા રણવીર સિંહે પોતે જ આગળ વધીને પોતાના ફોટોનો મીમ શેર કરી દીધો. આ એડિટેડ ફોટામાં રણવીર સિંહ વાઘની પાસે બેઠેલો જોવા મળે છે. રણવીર સિંહે આ ફોટોમાં અસલ ચહેરાની જગ્યાએ પોતાનો ચહેરો રિપ્લેસ કરી દીધો છે.
રણવીર સિંહને આ ફોટો પોસ્ટ કરવામાં થોડું મોડુ હતું ત્યાં તો, બોલિવૂડની તમામ હસ્તીઓએ તેના પર ટિપ્પણીઓ કરવાની શરૂ કરી દીધી હતી. તેની પત્ની દીપિકા પાદુકોણ પણ આ ફોટા પર ટિપ્પણી કરતા પોતાને રોકી શકી ન હતી. જ્યારે રણવીર સિંહે પોતે આ ફોટો પોસ્ટ કરીને તેની નીચે માત્ર હાસ્યજનક ઇમોજીસ પોસ્ટ કર્યા છે, ત્યારે જ દીપિકા પાદુકોણે એ ફોટોમાં તેના લુક પર કમેન્ટ કરીને લખતા તેની મજાક કરી હતી કે, આમાં તને એટલું શું રમુજી લાગી રહ્યું છે? તું મોટાભાગના સમયમાં આવો જ લાગે છે. ત્યારબાદ દીપિકાએ પણ પોતાની વાત લખી અને કેટલાક હસતાં ઇમોજીસ પણ શેર કર્યા.
અર્જુન કપૂરે આ વાત કહી:-
આ પછી અર્જુન કપૂરની એક ટિપ્પણી આવી, જેણે લખ્યું હતું કે, “બાબા માટે આ એક સામાન્ય દિવસ છે.” ફિલ્મ ગલી બોયમાં રણવીર સિંહ સાથે કામ કરનાર અભિનેતા સિદ્ધંત ચતુર્વેદીએ પોતાની ટિપ્પણીમાં લખ્યું હતું કે, હું તમને આપણા જુના દિવસો સાથે ખૂબ જ યાદ કરું છું.
ચાહકો પણ સતત આ તસવીર પર ટિપ્પણીઓ કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘અસલ સિંહ વિચારતો હશે કે, સિંહ આ છે કે હું..’ બીજા યુઝરે લખ્યું કે, ‘આ માણસ હંમેશાં જુદું વિચારે છે. તે એક મહાન અભિનેતા છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ આવે તો, રણવીર સિંહ ટૂંક સમયમાં ફિલ્મ 83 માં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ દિગગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા કરશે જ્યારે દીપિકા પાદુકોણ પણ કપિલ દેવની પત્નીની ભૂમિકા નિભાવશે. તેમજ આ ફિલ્મનું નિર્દેશન કબીર સિંહ કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ