શું તમે જોઇ વિરેન્દ્ર સહેવાગે શેર કરેલી આ લેટેસ્ટ તસવીર?

#MeAt20: વીરેન્દ્ર સહેવાગ તે તસવીરો શેર કરી જ્યારે તેઓ 20 વર્ષના હતા.

image source

કોરોના વાયરસની ગંભીરતાને લઈને સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયેલો છે. બધી રમત પ્રવૃત્તિઓ મોકૂફ રાખવામાં આવી છે અથવા તો રદ કરવામાં આવી છે. તે ક્યારે શરૂ થશે તે કોઈ પણ જાણતું નથી. આ રોગચાળો ફેલાતો અટકાવવા માટે લગભગ આખું વિશ્વ લોકડાઉનનું પાલન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, બધા ખેલાડીઓ તેમના ઘરોમાં જ પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે, પરંતુ સાથે સાથે તેઓ આ સમયે સોશિયલ મીડિયાની મદદથી તેમના ચાહકો સાથે પણ જોડાયેલા રહ્યા છે.

લોકો તેમના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને ટિકટોક એકાઉન્ટ્સ પર ઘણાં વીડિયો અને ફોટા શેર કરી રહ્યાં છે. કોઈ ઘરે વર્કઆઉટ કરતી વખતે વિડિઓઝ અને ફોટા શેર કરી રહ્યું છે, તો કોઈ લાઈવ રસોઈ કરતા વિડીયો પોસ્ટ કરી રહ્યું છે.

image source

સોશિયલ મીડિયા પર રોજબરોજ એક નવો ટ્રેન્ડ બહાર આવી રહ્યો છે. હાલમાં આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે, #MeAt20 (હું 20 વર્ષનો.) ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગ તેમાં જોડાનાર એક ખેલાડી છે. તેમજ તેમાં બૉલીવુડ એક્ટર અલી ફઝલ, એક્ટ્રેસ ગુલ પનાગ અને બોક્સર વિજેન્દ્ર સિંહ પણ સામેલ છે. વીરેન્દ્ર સેહવાગે પોતાની એ સમયની તસ્વીરો ટ્વીટર પર શેર કરી છે જ્યારે તેઓની ઉંમર માત્ર 20 વર્ષની હતી. આ ફોટામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલાના સમયની તુલનામાં હાલમાં સ્ટાર્સમાં કેટલું બદલાવ આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ચેલેન્જ ટ્વિટર પર 1 નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

image source

ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે 1 એપ્રિલ, 1999 ના રોજ પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું. તે સમયે, તેઓએ 20 વર્ષ પણ પૂર્ણ કર્યા નોહતા. વીરેન્દ્ર સેહવાગ માટે આ કોઈ બહુ સારો ડેબ્યૂ રહ્યો નહોતો. તેઓ નંબર 7 પર રમતા હતા, પરંતુ પછીના વર્ષોમાં તેમણે કેપ્ટન સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળ ઓપનિંગની શરૂઆત કરી. અહીંથી વીરેન્દ્ર સેહવાગ વિશ્વનો એક સૌથી ખતરનાક બેટ્સમેન સાબિત થયો હતો. બીજી તરફ, તેની ટેસ્ટ ડેબ્યૂ 2001 પછી દક્ષિણ આફ્રિકા સામે થોડા વર્ષો પછી આવી હતી.

image source

વીરેન્દ્ર સેહવાગ ઘણી વખત તેની બેટિંગની અંત્યત ઝડપી હુમલો કરવાની શૈલી માટે જાણીતો છે, અને 2005 માં વિઝડન ક્રિકેટર્સના અલમાનેક દ્વારા તેને “વિશ્વનો સૌથી આકર્ષક ઓપનર” ગણાવવામાં આવ્યો હતો. આ ક્રિકેટર સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે અને તેની વિનોદી ટ્વીટ્સ અને જવાબોથી આપણને મનોરંજિત કરવામાં ક્યારેય નિષ્ફળ જતો નથી. અહીંયા પોસ્ટ કરેલી તસ્વીર માં તે 20 છે, તે 90 ના દેખાવને સંપૂર્ણ રીતે આકર્ષિત કરે છે. એક મોટા કદની પટ્ટાવાળી શર્ટ, કાળા રંગના ગોગલ્સ અને હાથ ખિસ્સામાં રાખેલા, તે 90 ના દાયકાનો સંપૂર્ણ શાનદાર ડ્યૂડ લાગે છે.

વનડેમાં બેવડી સદી અને ટેસ્ટમાં ત્રિ-સદી ફટકારનારા વિશ્વના પ્રથમ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે Me At 20 નો પડકાર સ્વીકાર્યો. તેમણે પોતાનો 20 વર્ષીય એક ફોટો શેર કર્યો, જેમાં લખ્યું હતું કે Me At 20. વીરેન્દ્ર સેહવાગની આ તસવીર પર તેમના ચાહકો પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ, માન્ચેસ્ટર યુનાઇટેડ, એ હેશટેગનો ઉપયોગ કરીને કેટલાક ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. નિવૃત્ત ડચ ફુટબોલર રોબિન વૈન પ્રેસી એ ટ્વિટર પર પોતાનો 20 વર્ષનો ફોટો શેર કર્યો છે. આમાં એક નવો ટ્રેન્ડ એ પણ સામે આવ્યો છે કે મોટી ઉંમરના ખેલાડીઓ પણ તેમના 20 વર્ષના ફોટા શેર કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ