ટૈરો રાશિફળ : રવિવારનો દિવસ કઈ રાશિ માટે લાવ્યો છે મજા અને કોને મળશે સજા જાણો
મેષ – The Empress
આજે કોઈ નવી વ્યક્તિને મળવાનું થશે જે તમને વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે મદદ કરશે. કેટલાક જૂના સંબંધો તાજા થશે, મનમાં નિરાશાની લાગણી ન થવા દો. અક્કડ વલણ રાખશો તો દુ:ખ થશે. સંજોગો પ્રમાણે પોતાની જાતને અનુરૂપ કરવાનો પ્રયત્ન કરો. વિદેશ પ્રવાસની સંભાવના છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે.
વૃષભ – Judgement
આજે તમને પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધ જતી લાગી શકે છે, પરંતુ આ સમયે નર્વસ અથવા અસ્વસ્થ થવાને બદલે આગળ વધવાનું નક્કી કરો. તમે જે પડકારો અનુભવશો તે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક પરિસ્થિતિઓનું નિર્માણ કરશે. તમે શું કરી શકો તે વિશે વિચારો. જીવનને જોવાની દ્રષ્ટિ બદલો.
મિથુન – Seven of Swords
અન્ય લોકોની સામે તમારું મન ખુલ્લું મુકો. કોઈપણ સંજોગોમાં અંતર્મુખ રહેવાથી તમને નુકસાન થઈ શકે છે. આ નુકસાન આર્થિક તેમજ આરોગ્ય સંબંધિત હોઇ શકે છે. મન પર દબાણ ન રાખવું બધું ચૂપચાપ સહન કરી લેવું નહીં. તેનાથી તમારા પ્રિયજનોને નુકસાન થશે. મહત્વના નિર્ણયોમાં અનુભવી લોકોની સલાહ લો.
કર્ક – The Tower
આજે કેટલાક મહત્વના નિર્ણય લેવાનો દિવસ છે. જો તમે લાંબા સમય સુધી કોઈ બાબતને ટાળી રહ્યા છો તો તે તમારા માટે હાનિકારક બની શકે છે. અંગત જીવન અને કારકિર્દીમાં પ્રગતિની તક મળશે. તેનો સંપૂર્ણ લાભ લેવો જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો આજે સફળ થશો. પરંતુ જીવનમાં સ્થિરતા આવતા થોડો વધુ સમય લાગશે. ધન લાભના યોગ છે.
સિંહ – Justice
આજે કેટલાક બિનજરૂરી કામમાં સમય બગડી શકે છે. તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં જે વસ્તુનું કોઈ વિશેષ મહત્વ નથી તેના પર વધારે સમય વ્યર્થ થશે. જેના કારણે તમારા મનમાં તણાવ વધશે અને તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થશે. ધન પ્રાપ્ત કરવાની ઘણી તકો મળશે. વ્યર્થ મુશ્કેલીઓમાં તમારો દિવસ બગડે નહીં તેનું ધ્યાન રાખવું.
કન્યા – Four of Cups
ભાગીદારીથી કામ કરતાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે. જો તમે નવો ધંધો શરૂ કરવા માંગતા હોય તો તમે કુટુંબમાંથી કોઈની મદદ લઈ શકો છો. તમારા માટે લાભકારક સમય દેખાઈ રહ્યો છે. આજે કોઈ કામ પ્રત્યે બેદરકારી ન રાખો. તમારી ભાવનાઓ પર કાબુ રાખો. પ્રિયજનો સાથે આજે મતભેદો થઈ શકે છે. તેથી ધૈર્ય અને સહનશીલતા જાળવી રાખવાનો પ્રયાસ કરો.
તુલા – The Devil
આજે તમારા માટે નવી વસ્તુઓને આવકારવાનો દિવસ છે. પરિવર્તન સ્વીકારવા માટે તૈયાર રહો. તમારી જૂની વાત અને માનસિકતાને વળગી રહેશો નહીં. કોઈની કહેલી વાતને બહુ ગંભીરતાથી ન લેવી. તમે તમારી ઊર્જા અને વિચારોને યોગ્ય દિશામાં વાળો. વર્તમાન પરિસ્થિતિનો સ્વીકારો કરો તેમાં જ લાભ છે.
વૃશ્ચિક- The High Priestess
આજે તમે ફસાયેલા અનુભવી શકો છો. પરિસ્થિતિ ગંભીર બની શકે છે. આજે કોઈ મહત્વના મુદ્દા પર નિર્ણય લેવાનો હોય તો ટાળવું હિતાવહ છે. આજે તમે કોઈ એવી વ્યક્તિને પણ મળી શકો છો જે તમારા વિચારોને ખૂબ પ્રભાવિત કરશે.
ધન – The Emperor
તમારા મનની બધી દ્વિધાઓ દૂર કરી આજે એક રસ્તો પસંદ કરી તેના પર ચાલવાનું રાખો. મનમાં અનેક વિચારો હોય તો તેને દૂર કરો. કોઈ પણ સંજોગોમાં ઉતાવળ કે ગુસ્સે થઈ નિર્ણય લેશો નહીં. આજે વધારે ભાવુક રહેશો. જેના કારણે આજે લીધેલા નિર્ણય પણ ખોટા પડી શકે છે. તમારા ક્રોધને શાંત રાખવાનો પ્રયત્ન કરો.
મકર – The Hermit
તમારા સંપર્કો અને ઓળખને વિસ્તારવાનો આજનો દિવસ છે. નવા લોકોને મળી શકો છે. તમને સામાજિક કાર્યમાં આદર મળશે. તમને લોકો તેમના કામમાં સલાહ માટે બોલાવી શકે છે. આજે આત્મવિશ્વાસ વધે તેવી પરિસ્થિતીઓનું નિર્માણ થશે.
કુંભ – Eight of Swords
આજનો દિવસ અટકેલા નિર્ણયોને અમલમાં મુકવાનો છે. આજે ઝડપી કાર્ય કરવાનો દિવસ છે. તમારે આજે તમારી બધી શક્તિને કામે લગાડવી પડશે. વાસ્તવિકતા તરફ નજર કરો ભૂતકાળ તરફ ખેંચાવાનો કોઈ ફાયદો નથી. કોઈપણ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે અપરાધ ન અનુભવો.
મીન – Three of Wands
આજનો દિવસ રસપ્રદ ઘટનાઓથી ભરપૂર રહેશે. કોઈની મુલાકાતથી સારા સંબંધ બની શકે છે. પરિસ્થિતિ જલ્દી તમને અનુકૂળ થઈ જશે, જૂની વાતો પર વધારે ચિંતા કરશો નહીં. જીવનમાં જે અસ્થિરતા આવી હતી તે જલ્દીથી દૂર થઈ જશે. તમને સારી તકો મળી રહી છે તેનો સંપૂર્ણ લાભ લો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ