ક્લિક કરીને જોઇ લો શાહરુખે શેર કરેલી અબરામની સુપર ક્યૂટ કોલાજ તસવીર

શાહ રુખ ખાન પોતાના નાનકડા દીકરા અબરામ પાસેથી પ્રેરણા લઈ રહ્યો છે

શાહ રુખ ખાનના હાથ પર હાલ કોઈ ફિલ્મ નથી. ના, તેની પાસે કોઈ ઓફર નથી આવી રહી તેવું કશું જ નથી. આજે પણ કામ તો તેની પાસે અઢળક આવી રહ્યું છે પણ તેણે હમણા થોડો સમય બ્રેક લેવાનું નક્કી કર્યું છે અને તે પોતાના પરિવારને સમય આપી રહ્યો છે. તે અવારનવાર પોતાના દીકરાઓ અને દીકરી સાથેની તસ્વીરો સોશિયલ મિડિયા પર શેર કરતો રહે છે.

image source

તાજેતરમાં તેણે દીકરા અબરામની એક કોલાજ તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં અબરામ ટેકવોન્ડો યુનિફોર્મમાં છે અને મેડલ સાથે પોઝ આપી રહ્યો છે. શાહરુખે પોતાની આ પોસ્ટમાં તે પોતાના દીકરામાંથી પ્રેરણા લઈ રહ્યો હોય તેમ લખ્યું છે ‘ઇન્સ્પાયર્ડ (પ્રેરિત થયો છું)’. ‘તમે શીખો છો, તમે ફાઇટ કરો છો… તમે સફળ થાઓ છો. અને ફરી પાછું તે જ કરો છો,’ શાહરુખ ખાને આ શબ્દો ટ્વીટ કર્યા હતા.

54 વર્ષિય સુપર સ્ટાર એક્ટર શાહરુખે વધારામાં લખ્યું હતું, ‘હું માનું છું કે આ મેડલ સાથે, મારા બાળકો પાસે મારા કરતાં પણ વધારે એવોર્ડ થઈ ગયા છે. આ એક સારી વાત છે. હવે મારે વધારે ટ્રેઇન થવાની જરૂર છે ! ગર્વ અને પ્રેરણા અનુભવી રહ્યો છું.’

અહીં તમે પણ શાહ રુખ ખાનનું ટ્વીટ ચેક કરી શકો છો. ટ્વીટરમાં તેણે ત્રણ તસ્વીરો પોસ્ટ કરી છે જેમાં એકમાં અબરામ મેડલ સાથે વોન્ડોનો પોઝ આપી રહ્યો છે તો બીજી તસ્વીરોમાં તેને ટેક વોન્ડો કરતો જોઈ શકાય છે.

ગયા મહિને અબરામે પોતાની શાળા – ધીરુ ભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ-માં સ્પોર્ટ્સ ડેમાં ભાગ લીધો હતો જેમાં તેણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ મેળવ્યા હતા. તે વખતે પણ શાહરુખે એક ગર્વ અનુભવતા પિતા તરીકે તેની તસ્વીરો શેર કરી હતી. અને ટ્વીટ કર્યું હતું, ‘સ્પર્ધાઓના દિવસે… મારો નાનકડો ‘ગોલ્ડ મેડલ’ તેના સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે.’ અહીંની તસ્વીરમાં તમે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના સ્પોર્ટ્સ દીવસે અબરામને સીલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે પોઝ આપતો જોઈ શકો છો.

તમને જણાવી દઈએ કે અબરામનો જન્મ 2013માં સરોગસી દ્વારા થયો હતો. શાહરુખને આર્યાન અને સુહાના નામના બીજા બે સંતાનો પણ છે. શાહરુખ અવારનવાર અબરામની તસ્વીરો પોતાના ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતો રહે છે અને તેના ફેન્સને તે ખૂબ પસંદ આવે છે. અહીં તમે શાહરુખ અને અબરામની કેટલીક તસ્વીરો જોઈ શકો છો.

ક્રીસ્મસ પર પણ શાહરુખે અબરમાની એક તસ્વીર શેર કરી હતી જેમાં તેણે સેન્ટાની કેપ પહેરી હતી. અને તેણે આ તસ્વીર શેર કરીને મોડા મોડા પણ તેના ફેન્સને ક્રીસ્મસ માટે વીશ કર્યું હતું.

થોડા સમય પહેલાં શાહરુખે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ત્રણે સંતાનોની ટેક વોન્ડોની પ્રેક્ટીસ કરતી તસ્વીરો શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું. ટેક વોન્ડોની પરંપરાને કુટુંબમાં ચાલુ રાખો. તેણે આર્યન અને સુહાનાની નાનપણની તસ્વીર પણ શેર કરી હતી અને અબરામની લેટેસ્ટ તસ્વીર શેર કરી હતી.

શાહરુખ ખાન છેલ્લે ઝીરો ફિલ્મમાં જોવા મળ્યો હતો, જેમાં તેની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ હતા. હાલ તે આયાન મુખર્જી દિગ્દર્શિત ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક કેમિયો કરતો જોવા મળશે. તેના પ્રોડક્શનની વાત કરીએ તો થોડા સમય પહેલાં ઇમરાન હાશમી અભિનિત નેટફ્લીક્સ વેબ સિરિઝ બાર્ડ ઓફ બ્લડ તેણે પ્રોડ્યુસ કરી હતી અને ગયા વર્ષે અમિતાભ અને તાપસી પન્નુની ફિલ્મ બદલા પણ પોસ્ટ કરી હતી જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

આ ઉપરાંત તેના ફ્યુચર પ્રોજેક્ટની વાત કરીએ તો તે અભિષેક બચ્ચન દ્વારા અભિનિત ફિલ્મ બોબ બિસ્વાસ પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. અને સોર્સનું માનવામાં આવે તો તેણે હોલીવૂડની ફિલ્મ કીલ બીલની હીન્દી રીમેક પણ સાઇન કરી છે. જો કે તે બાબતે હજુ સુધી કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ