સ્મૃતિ ઇરાનીએ તેમના દિકરા સાથેનો જૂનો ફોટો કર્યો શેર, જોઇ લો ક્લિક કરીને અંદરની તસવીર

ટીવી એક્ટ્રેસ થી પોલિટીશિયન બનેલી સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયા પર કઈકને કઈક શેર કરતી રહે છે. તાજેતરમાં જ સ્મૃતિ ઈરાનીએ એક જૂની ફોટો શેર કરી છે. જેમાંએ પોતાના દીકરા સાથે જોવા મળી રહી છે. આ ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે માતા અને દીકરાએ રંગોથી રમી લીધા પછી ફોટો ક્લિક કરાવ્યો હોય. આ ફોટાની સાથે સ્મૃતિ ઈરાનીએ કેપ્શનમાં લખે છે કે ‘મેરે પ્યારે જોહર ઈરાની, આઈ લવ યુ ટુ માય બેબી’. આપને જણાવીએ કે સ્મૃતિના આ ફોટાની સાથે એક ગ્રીટિંગ કાર્ડનો પણ ફોટો શેર કર્યો છે. આ ગ્રીટિંગ કાર્ડ ખૂબ જૂનું છે અને એવું લાગે છે કે સ્મૃતિના દીકરા જોહરે તેમને આપ્યું છે.

image source

સોશિયલ મીડિયા પર માં-દીકરાની આ પ્રેમભરેલી ફોટોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જૂની ફોટોની સાથે જ શેર કરાયેલ બીજા ફોટોમાં લોકો જોહર દ્વારા બનાવવામાં આવેલ ગ્રીટિંગના પણ ખૂબ વખાણ કરી રહ્યા છે.

image source

સ્મૃતિ ઈરાનીની બેસ્ટ ફ્રેન્ડ એકતા કપૂરે પણ આ ફોટો પર કમેન્ટ કરી છે. આ ફોટા પર કમેન્ટ કરતાં એકતા કપૂર લખે છે કે, ‘love him’. આપને જણાવીએ કે એકતા કપૂર અને સ્મૃતિ ઈરાની ઘણી સારી બોંડિંગ શેર કરી રહ્યા છે. કેટલાક દિવસો પહેલા જ સરકારે એકતા કપૂરને પદ્મ શ્રીનું સમ્માન આપવાની જાહેરાત કરી છે.

image source

વર્ષ ૨૦૦૧ માં સ્મૃતિ ઈરાનીએ પારસી બિઝનેસમેન જુબીન પારસી સાથે લગ્ન કર્યા. સ્મૃતિ ઈરાનીંના દીકરા જોહર ઈરાનીનો જન્મ વર્ષ ૨૦૦૧ માં થયો હતો જ્યારે સ્મૃતિ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’નું શૂટિંગ કરી રહી હતી. તેના બે વર્ષ પછી વર્ષ ૨૦૦૩ માં સ્મૃતિ દીકરી જોઈશ ની માં બની.

image source

સ્મૃતિ ઈરાનીને એક સોતેલી દીકરી પણ છે. હકીકતમાં જુબીન ઈરાનીએ સ્મૃતિ ઈરાની પહેલા મોંના ઈરાની સાથે લગ્ન કર્યા હતા. મોંના દ્વારા જુબીન ઈરાનીને શનેલ નામની એક દીકરી છે જે અમેરિકામાં જોર્જટાઉન યુનિવર્સિટીથી લો ભણી રહી છે.

image source

વર્ષ ૧૯૯૮ માં સ્મૃતિ ઈરાનીએ મિસ ઈન્ડિયા માટે ઓડિશન આપ્યું હતું અને તે સિલેકટ પણ થઈ ગઈ હતી. પરંતુ સ્મૃતિના પિતાજીએ કોન્ટેસ્ટમાં ભાગ લેવાની ના પાડી દીધી. છેલ્લે માતાએ સાથ આપ્યો. માતાએ ગમેતેમ કરીને નાણાંની વ્યવસ્થા કરીને સ્મૃતિને આપી દીધા. આ કોન્ટેસ્ટમાં સ્મૃતિ ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી ગઈ પણ કોન્ટેસ્ટ જીતી શકી નહિ.

image source

સ્મૃતિ ઈરાની નાનપણથી જ આરએસએસનો ભાગ રહી છે. સ્મૃતિના દાદાજી આરએસએસ સંઘના સ્વયંસેવક હતા અને માતા જનસંઘી હતા. વર્ષ ૨૦૦૩ માં બીજેપી જોઇન કર્યા પછી સ્મૃતિ ઈરાની વર્ષ ૨૦૦૪ માં મહારાષ્ટ્ર યૂથ વીંગની વાઇસ પ્રેસિડેન્ટ બની.

image source

વર્ષ ૨૦૦૪ માં સ્મૃતિ ઈરાની દિલ્લીના ચાંદની ચોક સીટ પરથી કોંગ્રેસના કપિલ સિબ્બલની વિરુધ્ધમાં ચુંટણી લડી, પરંતુ તે હારી ગઈ. વર્ષ ૨૦૧૦ માં સ્મૃતિ ઈરાની બીજેપીની રાષ્ટ્રીય સચિવ અને મહિલા વીંગની અધ્યક્ષ બની.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ