નૂરજહાંને રંગે હાથે પક્ડયા હતા તેમના પતિએ, પાકિસ્તાનના આ ક્રિકેટર સાથે હતા ઓરડાની અંદર અને પછી જે થયુ તે..

મલ્લિકા-એ-તરન્નુમથી ઓળખાતી નૂરજહાં વિષેની તદ્દ્ન અજાણી વાતો જાણો

image source

હેન્ડસમ યુવાનને જોઈને નૂરજહાં ખૂશ થઈ જતાં હતા

19 વર્ષ પહેલાં પાકિસ્તાની ગાયિકા નૂરજહાંના મૃત્યુએ સંગીત જગતમાં શોકની લહેર ઉભી કરી દીધી હતી.

તેણીએ સતત સીત્તેર વર્ષ સુધી પોતાના સૂરીલા અવાજથી કંઈ કેટલાએ કરોડ લોકોને ડોલાવી મૂક્યા હતા. તેણીને પાકિસ્તાન તરફથી મલ્લિકા-એ-તરન્નુમનો ખિતાબ પણ મળી ચુક્યો છે.

નૂરજહાંનું મૂળ નામ અલ્લાહ રાખી વસાઈ હતું. તેણીનું પ્રોફેશનલ જીવન જેટલું ચર્ચામાં રહ્યું હતું તેટલું જ તેણીનું અંગત જીવન પણ ચર્ચીત રહ્યુ હતું.

image source

તેણીની કેરિયરની વાત કરીએ તો તેણીએ હજારો ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. પણ તેની એક મોટી ઉપલબ્ધી એ હતી કે તેણી પાકિસ્તાનની પ્રથમ મહિલા પ્રોડ્યુસર હતી.

નૂર જહાંએ હિન્દી, ઉર્દૂ, સિંધી, પંજાબી વિગેરે ભાષાઓમાં કૂલ દસ હજાર કરતાં પણ વધારે ગીતો ગાયા છે.

1942માં આવેલી હિન્દી ફિલ્મ ખાનદાનથી તેણીએ પ્રથમવાર ગીત ગાયું હતું. આ ફિલ્મમાં જાણીતા ચરિત્ર અભિનેતા પ્રાણે હીરોની ભૂમિકા નિભાવી હતી.

નૂરજહાં અત્યંત રોમેન્ટિક હતા

image source

બીબીસી દ્વારા એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જે નૂરજહાંની બહેનપણી ફરીદા ખાનમના પોતાની બહેનપણી સાથેના અનુભવો પર આધારિત હતો.

તેમાં જણાવ્યું હતું કે જ્યારે જ્યારે નૂરજહાંની કાર યુવાન પુરુષો આગળથી પસાર થતી ત્યારે ત્યારે તેણીની કાર ધીમી પડી જતી હતી.કારણ કે આ બન્ને ગાયિકાઓ તે યુવાનોને નજર ભરીને જોઈ શકે.

image source

એક સમયે પાકિસ્તાનની જાણીતી વ્યક્તિ રાજા તજમ્મુલ હુસૈને તેમને હિમ્મત કરીને પુછી જ લીધું કે તેમના કેટલા આશિક રહીચૂક્યા છે?

ત્યારે તેમણે રીતસરની ગણતરી કરવાની શરૂ કરી દીધી અને છેવટે થોડી મિનીટો બાદ તેમણે 16 આશિકોની ગણતરી કરી બતાવી.

image source

એક પ્રસંગ એવો બની ગયો હતો કે 1978માં સિએટલમાં પાકિસ્તાનનું કોઈ જ દૂતાવાસ નહોતું અને મુખ્ય અતિથિ તરીકે તે લોકો ભારતના કાઉંસેલ જનરલ પ્રાણ નેવિલને આમંત્રણ આપવા માગતા હતા.

તેના માટે નૂરજહાં પાસેથી રજા લેવામાં આવી ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે મને તે વ્યક્તિ પાકિસ્તાની છે કે હીન્દુસ્તાની છે તેનાથી મતલબ નથી બસ તે વ્યક્તિ સુંદર હોવી જોઈએ. કદરૂપી વ્યક્તિને જોઈ મારો મૂડ ઓફ થઈ જાય છે.

પાકિસ્તાનના ક્રીકેટર સાથે રહી ચૂક્યા છે મીઠા સંબંધ

image source

નૂરજહાં અને નજર મોહમ્મદના કિસ્સાઓ આજે પણ પાકિસ્તાનમાં જાણિતા છે. કેહવાય છે કે પાકિસ્તાનના ટેસ્ટ ક્રિકેટર નજર મોહમ્મદની ટેસ્ટ કેરિયર ખતમ થવા પાછળ નૂરજહાં જ જવાબદાર હતા.

ઉપર જણાવ્યું તેમ નૂરજહાંને પૂરુષોમાં ખુબ રસ હતો અને નૂરજહાંના પતિએ એકવાર તે બન્નેને ઓરડામાં રંગેહાથ પકડી પણ લીધા હતા.

image source

અને તે વખતે જ નજર મોહમ્મદે પહેલા માળેથી ભાગવાના પ્રયાસમાં કૂદકો મારી લીધો અને તેમનો હાથ ટૂટી ગયો. અને તેના કારણે જ તેઓ વધારે લાંબો સમય ક્રીકેટ નહોતા રમી શક્યા.

ગીત ગાતી વખતે નૂરજહાં તેમાં પોતાનો જીવ રેડી દેતી

image source

નૂર જહાંના મધૂર અવાજના લાખો લોકો દીવાના હતા. તેણી જ્યારે ક્યારેય ગીતનું રેકોર્ડીંગ કરતી ત્યારે તેમાં પોતાનો જીવ રેડી દેતી.

તેણીએ એક મહાન હસ્તી બનવા માટે ખૂબ મહેનત કરી છે. તેણી જ્યારે રેકોર્ડીંગ કરતી ત્યારે તેણી એક જ કલાકમાં પરસેવે રેબઝેબ થઈ જતીં. જો કે તેણીએ પોતાનું જીવન પોતાની શરતે જ જીવ્યું છે.

બીજાની જેમ તેણીના જીવનમાં પણ ચડ ઉતરતો રહ્યા જ કરી છે. તેણીએ લગ્નો કર્યા, તેમાંથી છૂટ્ટા પણ થયા, પ્રેમમાં પણ પડ્યા તેમાં નિષ્ફળ પણ થયા, અને જીવનનો અંતિમ સમય તેમણે ખૂબ જ તકલીફમાં પસાર કર્યો.

image source

તેમનો અવાજ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાનમાં રહેતા લોકો ખૂબ પસંદ કરતાં અને ખૂબ સાંભળતા.

1998માં નૂરજહાંને હૃદયરોગનો હૂમલો થયો ત્યારે પાકિસ્તાનના પ્રખ્યાત પત્રકાર ખાલિત હસને સુંદર શબ્દોમાં નૂરજહાં વિષે કંઈક આમ લખ્યું હતું, ‘હૃદયનો હૂમલો તો તેમને આવવાનો જ હતો, કોણ જાણે તે હૃદયના કેટલા દાવેદાર હતા ! કોણ જાણે કેટલીવાર તે ધડક્યું હતું તેવા લોકો માટે જેમને તેણીએ સ્મિત આપ્યું હતું.’

ભારે મિજાજી હતા નૂરજહાં

image source

પાકિસ્તાનના બીજા એક જાણીતા પત્રકાર હતા અલિ અદનાન. તેઓ અમેરિકામાં રહેતા હતા. અને તેમને જ્યારે નૂરજહાંને મળવાનું થયું ત્યારે તેણી ખુબ જ ખરાબ મિજાજમાં હતા.

‘તે દિવસે તેણી રેકોર્ડીગ કરી રહી હતી અને તેમના ગુસ્સાના નિશાના પર હતા જાણીતા વાંસણી વાદક ખાદિમ હુસૈન. તેઓ વચ્ચે કોઈ રાગને લઈને ચડભડ થઈ રહી હતી. અને તે વખતે નૂરજહાં ખાદિમ હુસૈન માટે કેટલાક અપશબ્દો પણ બોલી ગયા હતા અને બધા તે સાંભળીને અવાક રહી ગયા હતા.’

image source

તેણીની એક ટેવ એવી પણ હતી કે તે કોઈ પણ ખરાબ વાત અથવા વર્તન કર્યા બાદ હસી કાઢતી હતી.

તેમના મોઢામાંથી છેલ્લી હદના અપશબ્દો નિકળતા આ પત્રકારે સાંભળ્યા હતા અને તે સાંભળીને તો ભલભળી વ્યક્તિ શરમનો માર્યો લાલચોળ થઈ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ