વાળને જો ના કરવા હોય ડેમેજ તો આ ટિપ્સ તમારા માટે છે એકદમ બેસ્ટ…

હોળી રંગોનો તહેવાર છે. હોળીના દિવસે લોકો ખૂબ મસ્તીથી અને મનભરીને રંગોથી રમે છે. પણ જ્યારે આ જ રંગ શરીર પર લાગી જાય છે અને તે નીકળતો નથી તો આ રંગને કાઢવા માટે ખૂબ તકલીફ પડે છે. હોળીમાં રંગોથી રમતા પહેલા વાળમાં અને માથામાં સીરમ કે કન્ડિશનર લગાવી લેવું, જેથી વાળમાં ગુલાલના રંગને કારણે થતા શુષ્ક અને સૂર્યકિરણોથી પણ સુરક્ષિત રાખી શકાય છે. પ્રસિદ્ધ બ્યુટીશિયન શેહનાઝ હુસૈનનું કહેવું છે કે થોડી હેર ક્રીમ લઈને તેને બન્ને હાથમાં ફેલાવીને વાળની ધીમે ધીમે મસાજ કરવી. આ માટે આપ શુદ્ધ નારિયેળ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. નારિયેળ તેલથી પણ રાસાયણિક રંગોથી વાળ થનાર નુકસાનથી બચાવી શકાય છે.

image source

શેહનાઝ હુસેન કહે છે કે હોળીના રંગોથી નખને બચાવવા માટે નખ પર નેઈલ વાર્નીશથી ધીરે ધીરે મસાજ કરવી જોઈએ. હોળીના તહેવારમાં રંગોથી રમ્યા પછી સ્કિન અને વાળ પર ચોંટી ગયેલા રંગોને કાઢવામાં ખૂબ તકલીફવાળું કામ છે. આ રંગોને કાઢવા માટે સૌપ્રથમ ચેહરાને ચોખ્ખા પાણીથી વારંવાર ધોવો. ત્યારપછી ક્લીનજિંગ ક્રીમ કે લોશનનો લેપ લગાવવો. તેને થોડોક સમય તેમજ રહેવા દેવું. ત્યારબાદ આ લેપને કોટન વુલથી સાફ કરવું. આ સાથે આંખોની આસપાસની ત્વચા પર હળવા હાથે મસાજ કરતા રહેવું. ક્લીનજિંગ જેલથી ચેહરા પર ચોંટેલા રંગોને દૂર કરવામાં ઘણી મદદ મળે છે.

image source

હર્બલ કવીન શહેનાઝ હુસેન જણાવે છે કે આપને જો ઘરે ક્લિન્જર બનાવવું હોય તો તેના માટે અડધો કપ ઠંડા દૂધમાં તલનું તેલ, ઓલિવ ઓઇલ, સૂર્યમુખીનું તેલ કે કોઈપણ વનસ્પતિ તેલ ભેળવી લેવું. કોટન વુલ પેડને આ મિશ્રણમાં ડુબાડીને સ્કિન સાફ કરવા માટે ઉપયોગ કરવો. શરીર પરથી રાસાયણિક રંગો હટાવવામાં તલનું તેલની મસાજ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આમ કરવાથી ફક્ત રાસાયણિક રંગો જ નથી હટતા પણ સ્કિનને વધારાનું પ્રોટેક્શન મળી રહે છે.

image source

તલના તેલની મસાજથી સૂર્યકિરણોથી જે નુકસાન થયું હોય છે સ્કિનને તેને ભરપાઈ કરવામાં ખૂબ મદદ મળે છે. ન્હાતા સમયે શરીરને નરમ કપડાથી સ્ક્રબ કરવું. તેમજ ન્હાયાં પછી શરીર અને ચેહરા પર મોઇશ્ચરાઇઝર જરૂર લગાડવું. જેથી શરીરની સ્કિનમાં નરમાશ જળવાઈ રહે.

શેહનાઝ હુસેનનું કહેવું છે કે જો સ્કિન પર ખંજવાળ આવતી હોય તો પાણીના મગમાં બે ચમચી વિનેગર ભેળવવું ત્યારબાદ તેને સ્કિન પર ઉપયોગ કરવો. આમ કરવાથી આપની ખંજવાળ મટી જશે. આ ઉપાય કર્યા પછી પણ જો ખંજવાળ આવે, લાલ ચકામા કે દાણા ઉપસી આવે તો એનો મતલબ છે કે આપને રંગોની એલર્જી થઈ ગઈ છે. તેમજ આ માટે ડોકટરની સલાહ અચુકથી લેવી.

image source

વાળમાં લાગેલ સૂકા રંગો અને માઇકાને હટાવવા માટે વાળને વારંવાર સાદા અને તાજા પાણી થી ધોવા ત્યારબાદ વાળને હળવા હર્બલ શેમ્પૂથી ધોવા અને આંગળીઓની મદદથી શેમ્પુને માથામાં અને વાળમાં ફેલાવવું તથા પુરી રીતે લગાવી દીધા બાદ તેને પાણીથી વ્યવસ્થિત રીતે ધોઈ લેવું.

image source

વાળને છેલ્લીવાર ધોવા માટે બિયરને અંતિમ ઉપાય તરીકે પ્રયોગ કરી શકાય છે. બિયરમાં લીંબુનો રસ ઉમેરીને શેમ્પૂ કર્યા પછી માથામાં રેડી દેવું. થોડીકવાર તેને વાળમાં રહેવા દેવું ત્યારબાદ ચોખ્ખા પાણીથી માથું અને વાળ ધોઈ લેવા.

image source

સૌંદર્ય વિશેષજ્ઞ શહેનાઝ હુસેન કહે છે કે હોળીના આગલા દિવસે બે ચમચી મધને અડધા કપ દહીંમાં થોડી હળદર ભેળવીને આ મિશ્રણને ચેહરા પર, હાથ પર અને ખુલ્લા રહેતા બધા અંગો પર લગાવવું. આ મિશ્રણને ૨૦ મિનિટ સુધી લગાવી રાખવું ત્યારપછી ચોખ્ખા પાણીથી ધોઈ લેવું. આમ કરવાથી સ્કિન પરનું કાળાપણું હટી જશે અને સ્કિન મુલાયમ થઈ જશે.

image source

તેઓનું કહેવું છે કે હોળીના આગલા દિવસ દરમિયાન પોતાની સ્કિન અને વાળને પોષકતત્વોની પૂરતી કરવા માટે એક ચમચી શુદ્ધ નારિયેળનું તેલમાં એક ચમચી દિવેલ ભેળવીને ગરમ કરવું. ત્યારપછી આ તેલને પોતાના વાળમાં લગાવી લેવું. એક ટુવાલને ગરમ પાણીમાં ભીનો કરવો પછી તેનું પાણી નીચોવીને આ ટુવાલને માથા પર પાઘડીની જેમ વીટી દેવો. આ રીતે ટુવાલને ૫ મિનિટ સુધી બાંધી રાખવો. આ પ્રક્રિયા ચાર થી પાંચ વાર કરવી. આમ કરવાથી તેલને માથાની અંદર સુધી પહોંચવામાં મદદ મળે છે. એક કલાક પછી વાળને ચોખ્ખા પાણીથી ધોઈ લેવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ