અનેક લોકો ફિદા છે આ અભિનેત્રી પર, જોઇ લો તસવીરોમાં ટીવીમાં આવ્યા પહેલા કેવી લાગતી હતી

ટીવીમાં આવ્યા પહેલા આવી દેખાતી આ સુંદર અભિનેત્રી, જૂની તસવીર જોઈ લોકો રહી ગયા દંગ

ટીવી અભિનેત્રી કાંચી સિંહને સ્ટાર પ્લસની સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી આગવી ઓળખ મળી છે. કાંચી સીરિયલમાં ગાયત્રી નિખિલ દેવડા એટલે કે ગાયૂનું પાત્ર નિભાવે છે.

તાજેતરમાં જ આ અભિનેત્રીએ પોતાની 10 વર્ષ જૂની તસવીર શેર કરી છે. જેને જોઈ તેના ફેન્સ પણ મોંમાં આંગળા નાખી ગયા છે.

image source

સીરિયલમાં કાંચી સિંહનો લુક સિંપલ છે પરંતુ સોશિયલ મીડિયા પર અવાર નવાર તે પોતાની ગ્લેમરસ અને બોલ્ડ

તસવીરો શેર કરતી હોય છે.

હવે કાંચીએ પોતાની ખાસ મિત્ર સાથે એક તસવીર શેર કરી છે. જેમાં તેણે બ્લૂ કલરની સાડી પહેરી છે. આ પોસ્ટમાં કાંચીએ લખ્યું છે કે આ તસવીરો 2009 એટલે કે 10 વર્ષ જૂની છે.

image source

આ તસવીરો ટીચર્સ ડેની છે. આ સાથે જ કાંચીએ પોતાની મિત્રને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી છે. 23 વર્ષીય કાંચી અત્યાર સુધીમાં અનેક સીરિયલ્સમાં ચમકી ચુકી છે.

તેમણે કુટુંબ સીરિયલમાં ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું. 2014માં કાંચીએ ઔર પ્યાર હો ગયામાં લીડ રોલમાં કામ કર્યું. તેમાં તેણે અવની રાજ પુરોહિતનું પાત્ર નીભાવ્યું હતું.

image source

કાંચી સીરિયલ સસુરાલ સિમર કા, પ્યાર તુને ક્યા કિયા અને ભક્તોકી ભક્તિમે શક્તિ સીરિયલમાં પણ કામ કર્યું છે.

કાંચી તેના કો એક્ટર રોહન મેહરા સાથે રિલેશનશિપમાં છે. કાંચી રોહન સાથે અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે.

image source

તેણે એક પોસ્ટમાં પોતાના પ્રેમની વાત પણ કહી હતી. બંને સીરિયલમાં સાથે પણ જોવા મળ્યા પરંતુ થોડા સમયમાં બંનેએ સીરિયલ્સમાંથી દૂર થવાનું નક્કી કર્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ