૮ માં ધોરણ પાસ આ છોકરાએ જાત મહેનત થી આપી મોટા મોટા એન્જીનીયરો ને ટક્કર !!! પ્રેરણાદાયી !!

આ વાત એક એવા અનોખા માણસની છે જેણે ગરીબીને લીધે ભણવાનું છોડવું પડેલું પણ તેની અંદર રહેલી આવડત તેને એક એવી ઊંચાઈ પર લઇ ગઈ જ્યાં પહોંચવાનું સહુ કોઈને મન હોય છે. આ વ્યક્તિએ એવી અજબ કરામત કરી બતાવી છે જે ભલભલા હાર્ડવેર એન્જીનીયર પણ ન કરી શકે. આ વ્યક્તિને પણ એક સમયે કોઈ બીજાની દુકાન પર બેસીને કામ કરવું પડતું હતું પરંતુ પોતાની આવડતથી આજે તે ત્રણ કરોડના ટર્નઓવર સાથેની કંપનીના માલિક છે.

ચાલો જોઈએ કે એવું તે શું આ માણસે કર્યું જેનાથી તે કરોડોની કંપનીનો માલિક બની ગયો.

આપણે વાત કરી રહયાં છીએ ‘ એપલ ડોક્ટર’ના નામથી જાણીતી બનેલા હરીશ અગ્રવાલની સફળતાની. એક મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મેલા હરીશને તેનો પરિવાર, ભણવા માટેનો ખર્ચ પૂરો પાડવા અસર્મથ હતો. તેના મોટા ભાઈ એન્જીન્યરીંગનું ભણી રહ્યા હતા જેને કારણે ઘણો ખર્ચ થઇ ચૂકેલો. આ વખતે જ બરાબર પિતાની નોકરી પણ છૂટી ગઈ.

હરીશ માટે એ દિવસો ખૂબ મુશ્કેલીભર્યા હતા. આ હાલતમાંથી બહાર આવવા હરીશે ભણવાનું મૂકી, કમાવવાનું નક્કી કર્યું. એ માટે હરીશે એક કમ્પ્યુટર હાર્ડવેર સર્વિસ સેન્ટરમાં, ટેક્નિશિયન તરીકે કામ કરવું શરુ કર્યું. થોડો સમય આ કામ કર્યા બાદ હરીશે સન ૨૦૦૭માં એક જૂનું કોમ્પ્યુટર ખરીદી, તેને ખોલીને રીપેર કરવું શરુ કર્યું.

થોડા દિવસો સુધી કોમ્પ્યુટર રીપેરીંગનું કામ શીખ્યા પછી હરીશે બેંગ્લોર શહેરની વાટ પકડી. ૨૦૧૧માં તેમણે એક શિખાઉ ઉમેદવાર તરીકે, એક નવી શરુ થયેલી કંપનીમાં રૂ.૨૦૦૦ માટે કામ કરવું આરંભ્યું. વળી થોડા દિવસો અહીં કામ કરીને નોકરી છોડી હરીશે એક હોટેલમાં વેઈટર તરીકે કામ શરુ કર્યું.

તમને થશે કે આ વેઇટરનું કામ શા માટે હરીશને પસંદ પડ્યું હશે ? કારણ માત્ર એ હતું કે હરીશને માટે પૈસા કમાવવા જ પ્રાથમિકતા હતી અને વેઈટર તરીકે પગાર સારો મળતો હતો. એ દરમિયાનમાં હરીશના ભાઈને સિસ્કો કંપનીમાં નોકરી મળી. તેમણે હરીશને એક મોબાઈલની રિટેઇલ દુકાનમાં કામે લગાડ્યો.

મોબાઈલ રીપેરીંગમાં હરીશને સારી ફાવટ આવી ગઈ અને તેઓ મોબાઈલની દુકાનમાં પાર્ટનર બની ગયા. પણ પાર્ટનરે વધુ હિસ્સો માંગતા હરીશે એકલા જ પોતાનું કામ કરવા નક્કી કર્યું. તેમણે પોતાની જ એક અલગ દુકાન ખોલી અને પોતાનો ધંધો શરૂ કર્યો.

આ પછી એક દિવસ તેમનો એક ઘરાક, તેમની દુકાન પર પોતાની મેકબુક રીપેર કરાવવા આવ્યો. એ વખતે હરીશને એપલ વિશે જરા પણ જ્ઞાન નહોતું. આમ છતાં તેમણે આ મેકબુક સફળતાપૂર્વક સમી કરી આપી. બસ ત્યાંથી જ હરીશ માટે એક નવો માર્ગ ખૂલ્યો. એ પછી તેઓ પોતાનો પૂરેપૂરો સમય, એપલના ઉપકરણોને સમજવા અને સરખાં કરવામાં વિતાવવા લાગ્યા.

નજીકના સમયમાં તેમણે બેંગ્લોરના કોરમંગલા વિસ્તારમાં રૂ.૨ લાખની મૂડી સાથે, એપલના સાધનોની રીપેરીંગ માટેનું સર્વિસ સેન્ટર ખોલ્યું. હરીશે પોતાની દુકાનતો ખોલી પણ આ બધાં પાછળ તેમણે ઘણો સંઘર્ષ વેઠ્યો. દુકાન શરુ કર્યા બાદની કસોટી એ હતી કે તે સમયે એપલ કંપનીએ પોતાના ઉપકરણો માટે કોઈ રિપ્લેસમેન્ટ પોલિસી રાખી નહોતી અને ફેરબદલ કરવા માટેના પાર્ટ્સ પણ ઉપલબ્ધ નહોતા.

પણ આમાંથી પણ હરીશે રસ્તો કાઢ્યો.તેણે નક્કી કર્યું કે તેઓ સોએ સો ટાકા એપલના જ પાર્ટ્સ વાપરશે. આ માટે તેમણે દુનિયાભરમાંથી સસ્તી કિંમતે, જથ્થાબંધ એપલના સાધનો ખરીદ્યા જેથી તેમને ખોલી રિપ્લેસમેન્ટ માટે ઉપયોગ કરી શકાય.

બસ તેમની આ યોજના સફળ રહી અને ધંધો તેજીથી આગળ વધવા લાગ્યો. આજે હરીશ એપલ દ્વારા પ્રમાણિત ટેક્નિશિયન છે.બહુ મુશ્કેલીથી થોડું ભણેલા હરીશે જયારે કોમ્પ્યુટરની એ બી સી ડી ઉકેલવામાં પોતાનો આત્મા રેડી દીધો ત્યારે સાબિત કરી દીધું કે ફક્ત ડિગ્રીઓના જોરે જ સફળતા નથી મળતી, આવડત હોય તો કોઈ પણ માર્ગે જવામાં મુશ્કેલીઓ નડતી નથી.

સંકલન – અનુવાદ : રૂપલ વસાવડા

જો આપ આ સ્ટોરી પ્રથમ વખત વાંચી રહ્યા હો તો શેર કરવાનું ચુકતા નહિ !!!

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ