માત્ર 72 કલાકમાં ગુજરાતની 300 મહિલાઓએ એરફોર્સ માટે બનાવ્યો હતો રોડ, ભારત-પાક યુદ્ધ સમયની આ મહત્તવની ઘટના વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

માત્ર 72 કલાકમાં ગુજરાતની 300 મહિલાઓએ એરફોર્સ માટે રોડ બનાવ્યો હતો – ભારત-પાક યુદ્ધ સમયની એક મહત્તવની ઘટના જેને જાણીને તમારા પણ રુંવાડા ઉભા થઈ જશે

મહિલાઓનું યોગદાન દરેકે દરેક ક્ષેત્રે જોવા મળી રહ્યું છે. પણ આજે જે ઘટના વિષે અમે તમને જણાવીશું તે વિષે વાંચીને તમને આપણી ગુજરાતની ખમીરવંતી મહિલાઓ માટે ચોક્કસ ગર્વ થશે. આ વાત 1971માં જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું તે સમયની છે.

image source

દિવસ હતો 8મી ડિસેમ્બરનો કચ્છ જિલ્લાની આ ઘટના છે. અહીંના બોર્ડર પરના એક ગામ પર પાકિસ્તાન દ્વારા ખૂબ જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તમને જાણકારી નહીં હોય પણ આ ગામમાં પાકિસ્તાન દ્વારા 16 બોમ્બ ફેંકવામા આવ્યા હતા. અને તેના કારણે અહીંની હવાઈ પટ્ટીને ભારે નુકસાન થયું હતું. અહીં માત્ર આ એક જ હવાઈ પટ્ટી હતી જ્યાંથી ભારતીય હવાઈ દળ આવાગમન કરી શકે તેમ હતું.

પણ ફાયરિંગ અને બોમ્બ વિસ્ફોટને કારણે તે રનવે સાવ જ નષ્ટ થઈ ગયો હતો. હવે યુદ્ધની વચ્ચોવચ આવું થાય અને તેના કારણે ભારતીય હવાઈ દળ પોતાના વિમાનો ન ઉડાવી શકે તો ભારતને યુદ્ધમાં ભારે નુકસાન થાય તેમ હતું. ભારતીય એરફોર્સે રનવેનું સમારકામ કરવા માટે બીએસએફની પણ મદદ માંગી પણ આટલા ટુંકાગાળામાં તેઓ પણ કંઈ કરી શકે તેમ નહોતા. કારણ કે આટલા ટૂંકા સમયમાં રનમવેને સરખો કરવા માટે વધારે લોકોની જરૂર હતી. પણ છેવટે અહીંની મહિલાઓએ એ કરી બતાવ્યું જે કોઈ ન કરી શક્યું. એક સાથે 300 લોકો આ રનવેનું સમારકામનું બીડું ઝડપ્યું અને નવાઈ તો ત્યારે થઈ જ્યારે આ 300 લોકોમાં મોટા ભાગની મહિલાઓને જોવામાં આવી. અને 72 કલાકની અંદર આખી હવાઈ પટ્ટીનું સમારકામ કરી દેવામા આવ્યું.

image source

આ મહિલાઓમાંના એક મહિલાએ થોડા સમય પહેલાં એક વાર્તાલાપમાં આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે 9મી ડિસેમ્બરે તેમને એવી લાગણી થઈ જાણે તેણી પોતે કોઈ ભારતીય સૈનિક હોય. તેમણે કહ્યું કે જ્યારે તેઓ આ હવાઈ પટ્ટીનું સમારકામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં સતત બોમ વર્ષા ચાલી રહી હતી પણ તે છતાં એક પણ મહિલા ત્યાંથી હટી નહીં અને પૂર્ણ હિમ્મત અને દેશભક્તિથી તેમણે રેકોર્ડ સમયમાં આ હવાઈ પટ્ટી તૈયાર કરી દીધી.

તેમણે આ સાથે પોતાની સાથી મહિલાઓની લાગણીઓને પણ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ જ્યારે ઘરેથી આ મિશન પર નીકળ્યા હતા ત્યારે તેમણે બધાએ નક્કી કરી લીધું હતું કે કોઈ પણ સંજોગોમાં તે હવાઈ પટ્ટી બનીને જ રહેશે પછી ભલે તેમણે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કેમ ન કરવો પડે.

image source

મહિલાઓને આ કામમાં ગામના સરપંચ, ત્યાંના ડીએમ વગેરેએ પણ ખૂબ ઉત્સાહ અને સહકાર પુરો પાડ્યો હતો. અને ભારતીય વાયુ સેનાના અધિકારીઓ તેમજ જવાનોએ પણ તેમના આ કામને ખૂબ જ બિરદાવ્યા હતા.

તે સમયે એટલે કે 1971ના ઇન્ડો-પાકના યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાના સ્ક્વોર્ડન લીડર વિજય કાર્ણિક ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. તેમણે ઘણા સમય પહેલાં આપેલા એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે જો આ મહિલાઓએ તે વખતે જુસ્સાપૂર્વક આ કામ ન કર્યું હોત તો તેમને યુદ્ધમાં મોટું નુકસાન થઈ શકે તેમ હતું. તેમણે એ પણ જણાવ્યું હતું કે આ 300 મહિલાઓની સાથે સાથે તેમણે 50 ઇન્ડિયન એરફોર્સના જવાનો અને ડીએસસીના 60 જવાનોની પણ મદદ લીધી હતી અને છેવટે તેમને તેમાં સફળતા મળી જ ગઈ. અને ગણતરીના કલાકોમાં તે હવાઈ પટ્ટી પર ભારતીય હવાઈ દળના વિમાનો દોડવા લાગ્યા હતા.

તેમણે પોતાના વાર્તાલાપમાં એ પણ જણાવ્યુ હતું કે હવાઈ પટ્ટીનું સમારકામ કરવું કંઈ તેટલું સરળ નહોતું કારણ કે તે બોંબના હૂમલાના કરણે સાવ જ નષ્ટ થઈ ગઈ હતી. દરેક મહિલાઓ અધિકારીઓના આદેશ પ્રમાણે કામ કરી રહી હતી. જ્યારે પણ સૈન્યને પાકિસ્તાની વિમાની હૂમલાનો સંદેશો મળતો કે તરત જ સૈન્ય દ્વારા મહિલાઓને સંકેત આપવામાં આવતો અને દેરક મહિલા નક્કી કરેલી જગ્યાએ છૂપાઈ જતી. અને જ્યારે સુરક્ષિત જણાય ત્યારે એક સાયરન વગાડવામાં આવતી અને બધી જ મહિલાઓ પાછી કામની જગ્યાએ હાજર થઈ જતી.

બીજી બાજુ એ પણ ધ્યાન રાખવાનુ હતું કે પાકિસ્તાનને કોઈ સંજોગોમાં ખબર નહોતી પડવા દેવાની કે ભૂજમાં આવેલો રનવે નષ્ટ થઈ ગયો હતો માટે તેને છાણથી ઢાંકી દેવામા આવ્યો હતો. માત્ર પાકિસ્તાની હૂમલાનો જ ભય આ સમયે નહોતું પણ પહેલા દિવસે તો કામ કરનાર બધા જ લોકોએ ભૂખ્યા સુઈ જવાનો વારો આવ્યો હતો. કારણ કે તે દિવસે તેમણે બંકરમાં રહેવાનું હતું. પણ તેમની મહેનત અને જુસ્સાથી નક્કી કરેલા સમયમાં રનવે તૈયાર થઈ ગયો અને ભારતીય વાયુસેનાના વિમાનો ઉડાન માટે તૈયાર થઈ ગયા. આ મહિલાઓ માટે આ કોઈ મોટી જીત સમાન ક્ષણ હતી.

મિહલાઓને ઇન્દિરા ગાંધી સરકાર તફથી પુરસ્કૃત કરવામાં આવી

યુદ્ધ તો છેવટે ભારત જીતી જ ગયું પણ તેના ત્રણ વર્ષ બાદ આ મહિલાઓને ઇન્દિરા ગાંધી સરકાર તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પણ મહિલાઓએ તે વખતે એવું કહીનેને પુરસ્કાર લેવાની ના પાડી દીધી હતી કે તેમણે જે કર્યું હતું પોતાના દેશ માટે કર્યું હતું કોઈ પુરસ્કાર માટે નહીં. પણ તમને જણાવી દીએ કે તે પછીના થોડા સમય બાદ આ મહિલાઓના નામ પરથી જ માધાપુર ગામમાં એક વીરાંગના સ્મારક બનાવવામા આવ્યું.

હવે અમે તમને એ પણ જણાવી દીએ કે હવે આ મહિલાઓની સાહસકથાનું ફિલ્માંકન કરવામાં આવી રહ્યું છે. તેને અજય દેવગન ફિલ્મના બેનર હેઠળ તૈયાર કરવામા આવી રહી છે. 2019માં તેનું પોસ્ટર પણ રિલિઝ કરવામા આવ્યુ હતું. ફિલ્મનું નામ રાખવામા આવ્યું છે ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’. આ ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિન્હા અને શરદ કેલકર મુખ્ય ભુમિકા ભજવતા જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ