આકાશ-અંબાણીના લગ્નનમાં થઇ જાત આ મોટા પ્રોબ્લેમ્સ, પણ…

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિના દીકરા અને વહુના લગ્નમાં આવી શકી હોત આ સમસ્યા, શ્લોકા મેહતા અને આકાશ અંબાણીના લગ્નમાં આ કારણસર આવી શકી હોત સમસ્યા

લગ્ન જીવનમાં ભંગાણ આવવા માટે વિવિધ કારણો જવાબદાર હોઈ શકે છે. સામાન્ય લોકોના લગ્નમાં આ પ્રકારની સમસ્યા આવતી હોય છે તો તેની ચર્ચા માત્ર ઘર તેમજ તેમના સમાજમાં જ થતી હોય છે પણ જ્યારે તે જ સમસ્યા દેશની જાણીતી વ્યક્તિના જીવનમાં ઉભી થાય છે ત્યારે તે એક સમાચાર બની જાય છે અને તેની ચોરેચૌટે ચર્ચા થવા લાગે છે.

image source

આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્ન જેવી રીતે એરેન્જ થયેલા દેખાડવામાં આવ્યા છે વાસ્તવમાં તેવું નથી. સામાન્ય ખ્યાલ એવો હોય છે કે ડામન્ડ કીંગ રસેલ મેહતા અને એશિયાના ધનાડ્ય બિઝનેસ મેન મુકેશ અંબાણીને એવું લાગ્યું કે તેઓ એકબીજાના વેવાઈ બનવા માટે આદર્શ છે અને માટે તેમણે પોતાના બાળકોના લગ્ન એકબીજા સાથે ગોઠવી દીધા.

image source

જો આંતરિક સુત્રોનું માનવામાં આવે તો અંબાણી કુટુંબના નબીરા આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી એક સાથે શાળામાં અભ્યાસ કરતા હતા અને તેમણે લગભગ 9 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા છે. અને ત્યાર બાદ તેમણે એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. હવે અહીં જાણવા જેવી વાત એ છે કે તેમના સંબંધમાં કયા કારણોસર સમસ્યા ઉભી થઈ શકી હોત.

image source

શ્લોકા નિરવ મોદી સાથે સંબંધિત છે.

અહેવાલ પ્રમાણે શ્લોકાની આન્ટી નીરવ મોદીની નજીકની મિત્ર છે, નિરવ મોદીને તો તમે જાણતા જ હશો જે પંજાબ નેશનલ બેંકમાં સેંકડો કરોડોનો ગોટાળો કરીને વિદેશ ભાગી ગયો છે.

image source

જો શ્લોકાના કુટંબનું કોઈ સભ્ય ભવિષ્યમાં નિરવ મોદી સાથે જોડાય, તો તેની અસર તેણીના લગ્નજીવ પર થઈ શકી હોત, કારણ તેણીના સાસરીવાળા એટલે કે અંબાણીઓને કોઈ પ્રેસ દ્વારા થતી કોઈ પણ જાતની ટીપ્પણી પરવડે તેમ નથી.

તે બન્ને વચ્ચેનો ઉંમરનો તફાવત

image source

આમ તો આકાશ અને શ્લોકા બન્ને એક જ વર્ગમાં અભ્યાસ કરતા હતા, મળેલી જાણકારી પ્રમાણે શ્લોકા આકાશ કરતાં વધારે મોટી છે, કેટલાક મહિનાઓ અથવા તો વધુમાં વધુ એક વર્ષ. સામાન્ય ભારતીય સમાજની જેમ અંબાણી પણ એવું ઇચ્છતા હશે કે તેમના દીકરા માટે તેનાથી ઉંમરમાં નાની યુવતિ જ યોગ્ય રહેશે.

image source

જેમ કે તેમણે ઇશાના લગ્ન આનંદ પિરામલ સાથે કરાવ્યા, જે તેણી કરતાં પાંચ વર્ષ મોટો છે. હીન્દુ સંસ્કૃતિ પ્રમાણે, વધુ વર કરતાં નાની હોવી જોઈએ પણ તે એક પણ દિવસ મોટી તો ન જ હોવી જોઈએ.

એવું કહેવાય છે કે આમ થવાથી તેમની વચ્ચેની કમ્પેબીલીટી ઘટી જાય છે. પણ જ્યારે તમારો દીકરો જ આવી કોઈ યુવતિને પસંદ કરે છે ત્યારે તેમાં તમારું કશું જ નથી ચાલતુ.

image source

શું મુકેશ-નીતા અંબાણી પોતાના પ્રથમ દિકરાને તેની પત્નીને સમર્પિત થવા દેશે

આ પ્રશ્ન માત્ર ભારતનો જ નથી પણ આ સમસ્યા સમગ્ર વિશ્વમાં રહે છે. તે પછી સામાન્ય ઘર હોય કે પછી કોઈ ધનાડ્ય કુટુંબ હોય. શું નીતા અંબાણી અને મુકેશ અંબાણી પોતાના દીકરા-વહુને સ્વતંત્ર રીતે વર્તવાની આઝાદી આપી રહ્યા છે?

image source

કોઈ પણ માતાપિતાને પોતાના પ્રથમ સંતાન પ્રત્યે ઘણું એટેચમેન્ટ હોય છે અને ક્યારેક આ એટેચમેન્ટ માલિકીભાવ પણ ઉત્પન્ન કરતું હોય છે.

એશિયાના સૌથી ધનાડ્ય બિઝનેસ ફેમિલીનો પ્રભાવ

image source

અહીં તમે બ્રીટેનના પ્રિન્સ હેરી અને મેઘન માર્કલનું ઉદાહરણ લઈ શકો છો. જ્યારે તેણીના પ્રિન્સ હેરી સાથે લગ્ન થયા તે વખતે પ્રેસમાં ઘણી બધી શંકા કુશંકાઓ ઉછળી હતી. અને કેટલાકે તો દાવો જ કર્યો હતો કે મેઘન પોતાના પદને સંભાળી નહીં શકે.

image source

અને હાલ જે થઈ રહ્યું છે તે પ્રમાણે પ્રેસની ભવિષ્યવાણી સાચી પડી છે કારણ કે પ્રિન્સ હેરી અને મેઘન માર્કલે પોતાની રોયલ ફેમિલીના સભ્યો તરીકેની બધી જ ફરજ તેમજ હક્કોને જતા કર્યા છે અને તેઓ એક સામાન્ય માણસનું જીવન જીવવા કેનેડામાં પહોંચી ગયા છે.

image source

એક રોયલ ફેમિલિમાં લગ્ન કરવાના કેટલાક નિયમો હોય છે, જેમ કે તમે સોશિયલ મિડિયા પર તમારી સેફ્લી શેર ન કરી શકો કે પછી એકલા-એકલા કોઈ સેફ્ટી વગર શોપિંગ કરવા ન જઈ શકો. તમે રાણીની સામે પોતાના પતિ કે પત્નીનો હાથ ન પકડી શકો વિગેરે વિગેરે. શું અંબાણી ફેમિલિના પણ આવા કોઈ નિયમો છે ખરા ?

કારકીર્દીની તિલાંજલી આપી દીધી

image source

શ્લોકા પોતાની શાળામાં એક ટોપર રહી ચૂકી છે તેણીએ પ્રિન્સેટન યુનિવર્સિટિમાંથી એન્થ્રોપોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે આ ઉપરાંત તેણી પાસે લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સની સમ્માનનીય માસ્ટર ઓફ લોની ડીગ્રી પણ છે.

image source

તેણી પોતાના પિતાની કરોડો ડોલરની કંપની જેનું નામ રોઝી બ્લુ ડાયમન્ડ્સ છે તેમાં ડીરેક્ટર પણ રહી ચુકી છે. તેણી એક કનેક્ટફોર નામના એનજીઓની સહસ્થાપક પણ છે. બીજી બાજુ આકાશ અંબાણી, અંબાણીના ત્રણ સંતાનોમાંનો સૌથી મોટો છે. તે રિલાયન્સનું ઘણું બધું કામ સંભાળી રહ્યો છે.

હવે પ્રશ્ન એ થાય છે કે શું શ્લોકાએ પોતાના પિતા સાથે પોતાનું કામ ચાલુ રાખ્યું છે ખરું ? કે પછી તેણીને આકાશ સાથે કામ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. કે પછી તેણીને એક ગૃહિણી બનાવી દેવામાં આવશે.

image source

શ્લોકા અને આકાશ અંબાણીના લગ્નને હજુ એક વર્ષ પૂર્ણ નથી થયું. અને અત્યારસુધી બધું જ બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. મિડિયામાં તેમજ સોશિયલ મિડિયામાં જે રીતે શ્લોકાની તસ્વીરો એક નહીં અને બીજા દિવસે જોવા મળે છે તે જોતાં તેણી પોતાના લગ્નથી ઘણી ખુશ જણાઈ રહી છે.

image source

અને તેણીનો પોતોની સાસુ નીતા અંબાણી સાથેનો સંબંધ પણ કોઈ સાસુ-વહુ જેવો નહીં પણ બહેનપણીઓ જેવો જોવા મળ્યો છે. પણ ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તે કહી ન શકાય. તેમ છતાં આપણે તો એવું જ ઇચ્છીએ કે તેમનું લગ્નજીવન પણ મુકેશ-નીતા અંબાણી જેવું જ સ્વસ્થ અને લાંબુ રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ