એક જ આંબા પર 300 જાતની કેરીઓ ઉગાડતાં કલીમુલ્લા ખાન…

7મું ધોરણ ફેઇલ આ વ્યક્તિએ કેરીની ખેતી દ્વારા પોતાની એક અલગ ઓળખ ઉભી કરી.

તેમને પદ્મશ્રી પણ મળી ચુક્યું છે.

સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરવા માટે જરૂરી નથી કે તમે ભણેલા-ગણેલા હોવ કે પછી ભગવાને તમને કોઈ વિશિષ્ટ શક્તિ આપી હોય.

માત્ર વિચારધારણા ધરાવીને પણ તમે તમારું નામ પ્રખ્યાત બનાવી શકો છો. તેના માટે જરૂર છે ધગસની, જે એક સામાન્ય માટીને પણ આકાર આપી તેની ઓળખ અને મહત્ત્વ વધારી દે છે. કેરી ખાવી તો તમને બધાને ખુબ પસંદ હશે.

પણ આજે આપણે એવી વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે જેણે આ જ કેરીના કારણે સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ ઉભી કરી છે.

તેમનું નામ છે હાજી કલીમુલ્લા ખાન. કલીમુલ્લા ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌની નજીક આવેલ મલિહાબાદના રહેવાસી છે. 76 વર્ષના કલીમુલ્લા કેરીની ખેતી કરે છે અને પોતાની લગભઘ 5 એકડ જમીન પર આંબા વાડી ધરાવે છે.

તમને કદાચ ખ્યાલ હશે કે મલિહાબાદ પોતાની દશેરી કેરી માટે વિશ્વમાં ખુબ જ પ્રખ્યાત છે. અને કલીમુલ્લા આ જ જાણીતી દશેરી કેરીના ખુબ જ જાણીતા ઉત્પાદક છે. તે એટલા પ્રખ્યાત છે કે તેઓ “મેંગો મેનના” નામથી ઓળખાય છે.

Healthy Food Green Fresh Fruit Guava Mango

કલીમુલ્લાના પિતા કેરીની ખેતી કરતા હતા અને બાળપણી જ કલીમુલ્લાને પણ કેરીની ખેતીમાં ખુબ જ રસ હતો. કલીમુલ્લા કંઈ ખાસ અભ્યાસ નહોતો કરી શક્યા અને તેઓ માત્ર 7 ધોરણ સુધી જ ભણ્યા છે.

ભણવામાં તેમને કંઈ ખાસ રસ પણ નહોતો તેમને તો બસ કેરીના વૃક્ષો વચ્ચે જ રહેવું હતું. થોડા સમયમાં તે પણ પોતાના પિતાની સાથે કેરીની ખેતીમાં લાગી ગયા.

કલીમુલ્લાહ ખાન 1957થી કેરીની ખેતી સાથે જોડાયેલા છે. તેમણે ગ્રાફ્ટિંગ (કલમ પ્રક્રિયા) ટેક્નિક વિષે જાણ્યું અને તેમાં વિવિધ પ્રયોગ કરતા રહેતા હતા.

થોડા જ સમયમાં કલીમુલ્લા કલમ પ્રક્રિયા દ્વારા વિવિધ જાતની કેરીઓનું ઉત્પાદન કરવા લાગ્યા. આ કેરીઓ જોવામાં આકર્ષક હોવાની સાથે સાથે ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ હતી. તેમની નવી જાતિની શોધની પ્રક્રિયા આમ જ ચાલતી રહી અને જોત જોતામાં તેમણે ડઝન જેટલી વિવિધ જાતની કેરીઓનું ઉત્પાદન કર્યું.

કલીમુલ્લાની નર્સરીમાં એક એવું ઝાડ છે જે ખુબ જ અલગ અને અસામન્ય છે. કલીમુલ્લાએ તે ઝાડને કલમમાં બાંધી એક જ ઝાડ પર 300થી પણ વધારે પ્રકારની કેરીઓ ઉત્પન્ન કરી છે. આ એક વિશ્વ રેકોર્ડ છે.
કલીમુલ્લા ખાનની પોતાની કેરીઓની નવી જાતિઓના નામ રાખવાની રીત પણ અનોખી છે.

તે પોતાની કેરીઓને કોઈ નામાંકિત કે ચર્ચાસ્પદ હસ્તિનું નામ આપે છે. તે પોતાની કેરીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી, અમિતાભ બચ્ચન, સાનિયા મિર્ઝા, સચિન તેંડુલકર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું નામ આપી ચુક્યા છે.

કલીમુલ્લાને તેમના આ વિશિષ્ટ હૂનર માટે ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સમ્માનિત પણ કરવામાં આવ્યા છે અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તેમને ઉદ્યાન પંડિતનો ખિતાપ પણ મળ્યો છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ