23 વર્ષ બાદ પણ હજુ પરત નથી આવ્યા દેશના આ બે ઝાંબાજ સૈનિક, પુત્રની યાદમાં પિતાએ છોડ્યાં પ્રાણ

કોઈપણ રાષ્ટ્રમાં સૈનિકનું સ્થાન ઉચ્ચુ હોય છે અને તે સમાજના શ્રેષ્ઠ ભાગ કહેવાય છે. દેશની રક્ષા કરતી વખતે એક સૈનિક ગોળીઓ પણ પોતાના શરીર પર ખાય છે અને મરતા સુધી દેશની રક્ષા કરે છે. જે સમયે તમે આ લેખ વાંચી રહ્યા છો, ત્યારે ભટ્ટાચાર્યજી (SS35271W, 7/8જીઆર) બ્રિગેડિયર હોત, પરંતુ તે કુખ્યાત પાકિસ્તાની જેલમાં બંધ છે. તેમને તેમના યુનિટમાં પ્રેમથી “તાનાજી” કહેતા,

1997 ની એ મધ્યરાત્રિએ ટીમથી છુટા પડી ગયા

image source

પાકિસ્તાન સાથેની સીમા પર કચ્છના રણમાં પેટ્રોલિંગ કરતી વખતે ભટ્ટાચાર્યજી 19 અને 20 એપ્રિલ 1997 ની મધ્યરાત્રિએ ટીમથી છુટા પડી ગયા હતા. બીજા દિવસે તે પેટ્રોલિંગ ટીમના પંદર સભ્યો પાછા ફર્યા હતા, પરંતુ કેપ્ટન અને તેના સાથી લાન્સ નાઇક રામ ભડાના થાપા પાછા ફરનારા લોકોમાં ન હતા. આ પછી તેએ કદી પાછા ફરીને ન આવ્યા. દેશ હાલ 1971ના યુદ્ધના ભવ્ય વિજયની સુવર્ણ જયંતી ઊજવી રહ્યું છે, પરંતુ આ ઉજવણીમાં ભારતના લાપતા સૈનિકોના પરિવારોનું દુ:ખ ભૂલવા જેવું નથી. 1971 યુદ્ધમાં તો ભારતના અનેક જવાનો લાપતા બન્યા હતા, પરંતુ એ પછી પણ લાપતા થયેલા અનેક ભારતીય સૈનિકો અને અર્ધલશ્કરી જવાનો પાકિસ્તાની જેલમાં નર્ક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. તેઓ જીવિત છે કે નહીં એની માહિતી જવાનોના પરિવાર તો ઠીક ખુદ સરકારને પણ નથી.

23 વર્ષ બાદ પણ હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી

image source

28 નવેમ્બરના રોજ 23 વર્ષ પોતાના પુત્રની પાહ જોતા જોતા કેપ્ટન ભટ્ટાચારજીના પિતાનું અવસાન થઈ ગયું. તેમની 81 વર્ષની માતા હજી પણ તેમના પુત્રની પાછા આવવાની રાહ જોઈ રહી છે. લાન્સ નાઈક થાપાનો પરિવાર અત્યારે ક્યાં છે તે કોઈને ખબર નથી. 23 વર્ષ પહેલાં કચ્છની બોર્ડર પરથી લાપતા થઈને પાકિસ્તાન પહોંચી ગયેલા લશ્કરના કપ્ટન સંજિત ભટ્ટાચાર્યજી અને એક લાન્સ નાયક રામ બહાદુર થાપાનો 23 વર્ષ બાદ પણ હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. તાજેતરમાં લાપતા કેપ્ટનનાં બહેને ફરી વડાપ્રધાન મોદી સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાઇને શોધવાની વિનંતી કરતાં મામલો તાજો થયો છે.

બન્ને સૈનિકની કોઇ વિગત બહાર આવી નથી

image source

આ ઘટના છે વર્ષ 1997ની 19મી એપ્રિલની. જ્યારે રાત્રિએ નિયમિત પેટ્રોલિંગ માટે ભારતીય જવાનોની એક ટુકડી સરહદ પર નીકળી હતી. ત્યારે પિલર નં. 1162થી 1165 વચ્ચે રણમાં અચાનક પાણી વધતાં કેપ્ટન સંજિત ભટ્ટાચાર્યજી તથા લાન્સ નાયક રામ બહાદુર થાપા લાપતા બની ગયા હતા. જ્યારે અન્ય 15 જવાનો પરત આવવામાં સફળ રહ્યા હતા. આ દરમિયાન કેપ્ટન સંજિત અને લાન્સ નાયક થાપાને પાકિસ્તાની માછીમારોએ બચાવી લઇ પાકિસ્તાની આર્મીને હવાલે કર્યા હતા. ત્યાર બાદ બન્ને ભારતીય સૈનિકની પૂછપરછ માટે સિંધના હૈદરાબાદ લઇ જવાયા હતા. ત્યાર બાદ આ બન્ને સૈનિકની કોઇ વિગત બહાર આવી નથી.

Image
image source

સંજિતના પિતા નવેમ્બર માસમાં આ દુનિયાને કરી અલવિદા

કેપ્ટનના પરિવારે સરકારમાં અનેક વખત રજૂઆત કરી, પણ કોઇ માહિતી મળી શકી નથી. આ મામલાને હવે 23 વર્ષ વીતી ગયા છે. પોતાના પુત્રની 23 વર્ષની રાહ જોયા બાદ સંજિતના પિતા નવેમ્બર માસમાં આ દુનિયાથી વિદાય લઇ ગયા છે, પરંતુ તેમનાં માતા હજુ પણ પુત્રની રાહ જોઇ રહ્યા છે. હવે સંજિતનાં બહેને પણ ભાઇ અંગે તપાસ કરવા વડાપ્રધાન પાસે સહાયતા માગી છે. દેશની રક્ષા માટે લાપતા થયેલા પોતાના ભાઇ મુદ્દે કોઇ પગલાં ભરવા સોશિયલ મીડિયા પર સુસ્મિતા ભટ્ટાચારજીએ માગ કરી છે. અને અપીલ કરી છે કે પાકિસ્તાની જેલમાં રહેલા તેમના ભાઈને વતન પરત લાવવામાં આવે. 83 રક્ષા કર્મચારી પાકિસ્તાની જેલમાં બંધ હોવાનું કહેવામાં આવ્યું

image source

તો બીજી તરફ સરકારે વખતોવખત જેલમાં કેદ લાપતા કેદીઓની યાદી પાકિસ્તાનને સોંપી છે, પરંતુ પાકિસ્તાન હંમેશાં આવા કોઇ કેદી પોતાની જેલમાં નથી એવું જણાવી દે છે. છેલ્લે, ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં લોકસભામાં પણ વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં યુદ્ધ કેદીઓ સહિત કુલ 83 રક્ષા કર્મચારી પાકિસ્તાની જેલમાં બંધ હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે પાકિસ્તાને આ કેદીઓની વાતનો સ્વીકાર કર્યો નથી. વર્ષ 2005માં સરકારે સંજિતને મૃત જાહેર કરી દીધો હતો. તેવામાં વળી 2010માં રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી પરિવારને એક પત્ર મળ્યો હતો, જેમાં કેપ્ટન સંજિત ભટ્ટાચારજી સરકારે લાપતાની યાદીમાં સામેલ કરી દીધા છે, જે પાકિસ્તાની જેલમાં છે. બન્ને સૈનિકોના પરિવારો વર્ષોથી એ આસ લગાવીને બેઠા છે કે એક દિવસ તેમના વિરો પુત્રો આવશે. પરંતુ ક્યારે આવશે તે હજુ કોઈને ખભર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ