મકરસંક્રાંતિ સુધી નહિં થાય સારા કામો, ખરમાસ દરમિયાન સર્જાશે આ 2 ઉત્તમ સંયોગ, જાણો ક્યારથી થાય છે ખરમાસનો પ્રારંભ

ખરમાસનો પ્રારંભ થતાની સાથે જ માંગલિક કાર્યો પર બ્રેક લાગી જાય છે. આ વર્ષે હિંદૂ પંચાંગ અનુસાર ખરમાસનો પ્રારંભ 15 ડિસેમ્બર 2020થી થઈ જશે. આ દિવસથી સૂર્ય, વૃશ્ચિક રાશિની યાત્રા સમાપ્ત કરી અને ધન રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસથી ખરમાસનો પ્રારંભ થઈ જશે. સૂર્ય વૃશ્ચિક રાશિથી ધન રાશિમાં આવે તે રાશિ પરિવર્તનને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. ત્યાર બાદ જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવાય છે અને ત્યારબાદ ખરમાસ પૂર્ણ થાય છે.

image source

આ વર્ષે ડિસેમ્બર મહિનાના મધ્યથી ખરમાસ શરુ થઈ રહ્યો છે. જો કે આ વર્ષે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ 15 ડિસેમ્બર પછી કેટલાક શુભ યોગ સર્જાવા જઈ રહ્યા છે. જેમાં 17 ડિસેમ્બર અને ગુરુવારે રવિયોગ છે જેમાં બુધ ગ્રહ ધન રાશિમાં પરિવર્તન કરશે. ત્યારબાદ 18 ડિસેમ્બર અને શુક્રવાર જ્યારે સર્વાર્થસિદ્ધિ યોગ સર્જાશે. આ સિવાય 19 અને 20 ડિસેમ્બરના રોજ વાહન ખરીદી માટે ઉત્તમ યોગ છે. જેમાં 19 ડિસેમ્બર અને શનિવારે રવિયોગ છે જ્યારે 20 ડિસેમ્બર અને રવિવાર પણ રવિયોગ યથાવત છે જે વાહન ખરીદી માટે ઉત્તમ મુહૂર્ત છે. આ સિવાય 18 ડિસેમ્બરના રોજ શુક્રવાર અને વિનાયક ચતુર્થી પણ છે.

શુભ કાર્ય વર્જીત

image source

ખરમાસમાં કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. તેનું કારણ છે કે ધન બૃહસ્પતિની અગ્નેય રાશિ છે અને જ્યારે સૂર્યનો પ્રવેશ વિચિત્ર, અપ્રિય અને અપ્રત્યાશિત પરિણામની સ્થિતિમાં હોય છે ત્યારે જગતના દરેક પ્રાણીની આંતરિક સ્થિરતા ખતમ થઈ જાય છે અને ચંચળતા રહે છે. આ સમય દરમિયાન મન સ્થિર ન હોવાથી શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે. આ સમય વધારે નકારાત્મકતા ભરી શકે છે. તેવામાં દૈહિક અને માનસિક વિકાર વધે છે. તેથી આ સમય દરમિયાન કોઈ શુભ કાર્યો જેવાકે લગ્ન, સગાઈ, મુંડન, જનોઈ, ગૃહપ્રવેશ વગેરે કરવાની મનાઈ હોય છે. જ્યારે મકર સંક્રાંતિ આવે છે ત્યારબાદ સૂર્ય રાશિ પરિવર્તન કરે છે અને ત્યારબાદ ફરીથી શુભ કાર્યોની શરુઆત થાય છે.

image source

ખરમાસ દરમિયાન નિયમિત સવારે વહેલા જાગી, સ્નાનાદિ કર્મ કરી અને સૂર્ય દેવની ઉપાસના કરવી જોઈએ. ખરમાસ દરમિયાન પૂજા-પાઠ, દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ સમય દરમિયાન ગરીબ અને જરૂરીયાતમંદને ભોજન કરાવવું જોઈએ. ખરમાસમાં કરેલા પુણ્યકાર્યોથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ