2021માં આ 3 રાશિ પર રાહુ રહેશે ભારે, જાણો કઇ રાશિ પર પડશે એની ખરાબ અસર, સાથે જાણો કોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો

રાહુનું નામ આવતાં લોકો ભયભીત થઈ જાય છે. પરંતુ ફક્ત રાહુ જ હાનિ પહોંચાડે છે તેવું હોતું નથી. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપનો ગ્રહ માનવામાં આવે છે. પાપ ગ્રહ હોવા છતાં પણ રાહુ શુભ ફળ આપનારો સાબિત થાય છે. રાહુ જીવનમાં અચાનક ઘટનાઓ લાવવા માટે જાણીતો છે. રાહુ જ્યારે પણ આપે છે ત્યારે આશા કરતાં વધારે આપે છે. પછી તે લાભ હોય કે નુકસાન.

image source

પંચાંગ અનુસાર નવા વર્ષના આરંભમાં રાહુ મૃગશીરામાં ગોચર કરશે. 27 જાન્યુઆરીએ રાહુ રોહીણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને અહીં તે એક વર્ષ સુધી રહેશે. વર્ષના અંતમાં રાહુ સૂર્યના નક્ષત્ર કૃતિકામાં આવશે.

image source

નવા વર્ષે 2021માં રાહુ કેવું ફળ આપશે તે જાણવું જરૂરી બને છે. અહીં કેટલીક રાશિને રાહુ ધન સંબંધી હાનિ કરી શકે છે અને સાથે અન્ય કેટલીક ચીજોને પણ પ્રભાવિત કરી શકે છે. જો કે ખાસ કરીને 3 રાશિ પર રાહુનો વિશેષ પ્રભાવ નવા વર્ષે જોવા મળી શકે છે.

મેષ રાશિના જાતકોને થશે ધનલાભ

મેષ રાશિના જાતકો માટે રાહુનો ગોચર લાભદાયી સાબિત થશે. 2021માં રાહુ મેષ રાશિના અન્ય ભાવમાં ધન ભાવમાં ગોચર કરશે. જન્મ કુંડળીના અન્ય ભાવ વાણીનો માનવામાં આવે છે. રાહુના આવવાથી મેષ રાશિના વાણી દૂષિત થઈ શકે છે. ખોટું બોલવાની પ્રવૃત્તિ જોઈ શકાય છે. આ સમયે તમે ખોટું બોલીને પણ ધન કમાઈ શકો છો. આ ગોચર કાળમાં અચાનક ધનની પ્રાપ્તિ થશે. મકાન અને જમીન પણ લઈ શકે છે. ગોચર કાળમાં તમે મહેનત વિના પણ ધન કમાઈ શકો છો.

મિથુન રાશિને થઈ શકે છે નુકસાન

મિથુન રાશિના જાતકો માટે રાહુનો ગોચર વધારે શુભ રહેશે નહીં. રાહુનો ગોચર તમારી રાશિના બારમાં ભાવમાં રહેશે. જ્યોતિષ અનુસાર 12મા ભાવમાં રાહુ એ વ્યય માનવામાં આવે છે. રાહુ તમારા ખર્ચમાં વધારો કરાવી શકે છે. અચાનક ધનની ખામી આવી શકે છે. સાવધાન રહેવાની જરૂર છે. આ સમયે જોખમ ઉઠાવવાથી બચો તે જરૂરી છે. વિદેશ યાત્રા આ ગોચર કાળમાં થઈ શકે છે. ધનની ખામી હોવા છતાં સુખ સુવિધા અને ભોગ વિલાસની ચીજોમાં કોઈ ખામી નહીં આવે.

સિંહ રાશિને નોકરી અને બિઝનેસને લઈને રહેવું પડશે સચેત

સિંહ રાશિના દસમા ભાવમાં રાહુનો ગોચર થઈ રહ્યો છે. આ માટે રાહુ નોકરી, બિઝનેસમાં મુશ્કેલી આવી શકે છે. આ માટે આ વર્ષે સતર્ક રહેવાની જરૂર છે. પરિવારમાં તણાવની સ્થિતિ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં રાહુ પ્રભાવિત કરી શકે છે. વિચારીને કોઈ પણ નિર્ણય લેવાય તો તે લાભદાયી રહેશે. જાન્યુઆરીના અંત સુધીમાં રાહુનો ગોચર રોહિણી નક્ષત્રમાં રહેશે. તેનાથી બિઝનેસને લગતો લાભ મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ