2020માં આ જોડીઓ પહેલીવાર જોવા મળશે એક સાથે ફિલ્મી પડદે, જોઇ લો તસવીરોમાં ખાસ

2020માં પહેલીવાર ફીલ્મી પડદે જોવા મળશે આ નવી જોડીઓ

આ વર્ષે બોલીવૂડ સંખ્યા બંધ ફીલ્મોમાં નવી-નવી જોડીઓને ટ્રાઈ કરી રહ્યું છે. એક બોલીવૂડ ફેન તરીકે આપણે હંમેશા આપણા ફેવરીટ સ્ટાર્સને એકબીજા સાથે જોવા માગતા હોઈએ છે. જેમ તમે ઋતીક અને દીપિકાના ફેન હોવ તો તમે હંમેશા એવી ઇચ્છા સેવતા હશો કે તે બન્ને એક સાથે કોઈ ફીલ્મ કરે. તો અમે તમને આ લેખમાં એ જણાવવા જઈ રહ્યા છીએ કે આ વર્ષે તમે ક્યારેય નહીં જોયેલી જોડીને ફીલ્મી પરદે જોશો.

રણવીર સિંઘ – શાલીની પાંડે

જો શાલીની પાંડેને તમે નામથી ન ઓળખતા હોવ તો તમને જણાવી દઈએ કે કબીર સિંઘ જેના પરથી બની તે સાઉથ સુપર હીટ ફીલ્મ અર્જુન રેડ્ડીની મુખ્ય હીરોઈન હતી. ફીલ્મ જયેશભાઈ જોરદારમાં શાલીની રણવીરનો લવ ઇન્ટ્રેસ્ટ હશે. આ ફીલ્મમાં રણવીર અને શાલીની સાથે અપારશક્તિ ખુરાના અને બોમન ઇરાની પણ મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

સારા – અક્ષય – ધનુષ

image source

સારા અલી ખાન અક્ષય કુમાર અને સાઉથના સુપર સ્ટાર ધનુષ સાથે દીગ્ગજ ડીરેક્ટર આનંદ એલ રાઈની ફિલ્મ અતરંગી રેમાં જોવા મળશે. આ એક મ્યુઝીકલ ફીલ્મ હશે જેનું સંગીત એ આર રહેમાન દ્વારા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ફીલ્મની સ્ટોરી નેશનલ અવોર્ડ વીનર હીમાંશુ શર્મા દ્વારા લખવામાં આવી છે. જો કે તમારે આ ફિલ્મને પરદા પર આવતા આખા વર્ષની રાહ જોવી પડશે. તેને 2021ની શરૂઆતમા રીલીઝ કરવામા આવશે.

અહાન શેટ્ટી અને તારા સુતરિયા

image source

સુનિલ શેટ્ટીનો દીકરો આહાન શેટ્ટી ફિલ્મ તડપથી બોલીવૂડમાં પદાર્પણ કરવા જઈ રહ્યો છે. 2018માં બનેલી તેલુગુ ફિલ્મ RX 100 ની આ રીમેક હશે જેમાં તારા સુતરિયા તેની ઓપોઝીટ જોવા મળશે. આ એક એક્શન પેક રોમેન્ટીક ફિલ્મ હશે જેનું દીગ્દર્શન મિલન લુથરિયા દ્વારા કરવામાં આવશે.

સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ

image source

તમને જણાવી દઈએ કે અભિષેક-રાની અભિનિત સુપરહીટ ફિલ્મ બન્ટી ઔર બબલીની સીક્વલ બની રહી છે જેમાં ગલી બોય ફેમ સિદ્ધાંત ચતુર્વેદી નવોદીતા સર્વરી વાઘ સાથે જોવા મળશે. ફિલ્મનું ડીરેક્શન વરુન શર્માનું હશે. આ ફીલ્મમાં સૈફ અલિ ખાન અને રાની મુખર્જી પણ મહત્ત્વના પાત્રો ભજવતા જોવા મળશે.

આયુશ શર્મા અને ઇઝાબેલ કૈફ

image source

કેટરીના કૈફની નાની બહેન ઇઝાબેલ કૈફ આ વર્ષે બોલીવૂડમાં પદાર્પણ કરવા જઈ રહી છે. તેણી સલમાન ખાનના બનેવી આયુષ શર્મા સાથે ફિલ્મ ક્વાથામાં જોવા મળશે. આ ફિલ્મ એક સત્ય કથા પર આધારીત ફિલ્મ છે.

કાર્તિક આર્યાન અને જાહ્નવી કપૂર

image source

દોસ્તાનાની સીક્વલ એટલે કે દોસ્તાના 2માં તમે ફરી એકવાર તાજી જોડીને જોઈ શકશો. આ ફિલ્મમાં કાર્તીક આર્યાન અને જાહ્નવી કપૂર જોવા મળશે અને તે સાથે જ લક્ષ્ય નામના નવોદીતને પણ આ ફિલ્મથી ઇન્ટ્રોડ્યૂસ કરવામા આવશે. આ ફિલ્મનું ડીરેક્શન કોલીન ડી ચુન્હા દ્વારા કરવામાં આવશે. કોલીને આ પહેલાં ભાગ મિલ્ખા ભાગ, સંજુ તેમજ તલાશ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડીરેક્ટરનું કામ કર્યું છે.

અક્ષય કુમાર અને માનુષી ચિલ્લાર

image source

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુશી ચિલ્લાર અક્ષય કુમાર સાથે ઐતિહાસિક એક્શન ડ્રામા પૃથ્વીરાજથી ફિલ્મોમાં પ્રવેશી રહી છે. ઈ ફિલ્મની વાર્તા રાજા પૃથ્વીરાજ ચૌહાણ પર આધારીત છે. આ ફિલ્મ આ વર્ષની દીવાળીમાં રજૂ થશે તેવા અહેવાલ છે.

અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી

image source

મોટા પરદા પર અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી પહેલીવાર એક સાથે જોવા મળશે. ફીલ્મનું નામ છે ચહેરે જે ડીરેક્ટર રુમી જાફરી દ્વારા દીક્દર્શીત કરવામાં આવશે. આ ફિલ્મ એક મિસ્ટ્રી-થ્રીલર હશે. આ ફિલ્મમા ક્રીસ્ટલ ડીસોઝા, રીચા ચક્રબોર્તી, સિદ્ધાન્ત કપૂર અને અનુ કપૂર પણ મહત્ત્વના પાત્રો ભજવતા જોવા મળશે.

અક્ષય કુમાર અને કિયારા અડવાણી

image source

આમ તો અક્ષય અને કિયારા એક સાથે સ્ક્રીન પર ફિલ્મ ગૂડ ન્યૂઝમાં જોવા મળ્યા હતા જો કે તે બન્ને એકબીજાની ઓપોઝીટ નહોતા. પણ ફિલ્મ લક્ષ્મી બોમ્બમાં અક્ષય અને કિયારા એક સાથે રોમાન્સ કરતા જોવા મળશે. આ ફિલ્મ સુપર હીટ તમીલ ફિલ્મ કંચનાની હીન્દી રીમેક છે.

ભૂમિ પેડનેકર અને વીકી કૌશલ

image source

વીકી કૌશલ અને ભૂમિ પેડનેકર એક સાથે બે ફિલ્મ કરી રહ્યા છે. જેમાંની એક ફિલ્મ ભૂત – પાર્ટ વનઃ ધ હોન્ટેડ શીપ છે. આ ફિલ્મને ભાનુ પ્રતાપ સિંઘ દ્વારા ડીરેક્ટ કરવામાં આવી છે જેને યશ જોહર અને અપૂર્વ મેહતા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ કરણ જોહરની પહેલી લાંબી હોરર ફિલ્મ હશે.

અજય દેવગન અને પ્રિયમણી રાજ

પ્રિયમણી રાજ એક સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ છે તેણી નેશનલ અવોર્ડ વિજેતા પણ છે. તેણીએ વેબ સીરીઝ ધ ફેમિલી મેનમાં મહત્વનું પાત્ર ભજવ્યું હતું. તેણી અજય દેવગન સાથે ફિલ્મ મૈદાનમાં જોવા મળશે. આ ફિલ્મ ભારતના ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહિમના જીવન પર આધારીત છે. જેનું પોસ્ટર લોન્ચ અજય દેવગને થોડા સમય પહેલાં જ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર કર્યું હતું. આ ફિલ્મ નવેમ્બરમાં રીલીઝ થવા જઈ રહી છે.

આદિત્ય રૉય કપૂર અને દીશા પટની

image source

મોહીત સુરીની મલ્ટી સ્ટારર ફિલ્મ મલંગમાં આદિત્ય રૉય કપૂર અને દીશા પટની એક સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા છે. પ્રથમવાર આ જોડી સ્ક્રીન પર જોવામાં આવી છે. આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે જો કે આ ફિલ્મમા આદિત્ય અને દીશાની કેમેસ્ટ્રીને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

રાજકુમાર રાઓ અને જાહ્નવી કપૂર

image source

આ વર્ષે બોલીવૂડ દર્શકોને ઘણી બધી હોરર ફિલ્મો આપવા જઈ રહ્યું છે તેમાંની જ એક છે રુહી અફઝાના. જેમાં અત્યંત પ્રતિભાશાળી રાજકુમાર રાઓ અને જાહ્નવી કપૂર એક સાથે જોવા મળશે. એક મિડિયા અહેવાલ પ્રમાણે આ ફિલ્મ એવી વાર્તા દર્શાવે છે જેમાં એક ભૂત હનીમૂન પર આવેલી દુલ્હનો પર કબજો કરી લે છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર પણ એક કેમિયો ભજવતી જોવા મળશે.

ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે

image source

કાલી પીલી ફિલ્મ 2018માં આવેલી તેલુગુ ફિલ્મ ટેક્ષીવાલાની રીમેક છે, આ ફિલ્મમાં ઇશાન અને અનન્યા એક સાથે પહેલીવાર જોવામાં આવશે. આ ફિલ્મ એક મિસ્ટ્રી થ્રીલર છે.

રનબીર કપૂર અને વાણી કપૂર

image source

યશ રાજ પ્રોડક્શનની ફિલ્મ શમશેરામાં રનબીર કપૂર અને વાણી કપૂર પ્રથમવાર એક સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં સંજય દત્ત પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષની 31મી જુલાઈએ રીલીઝ થશે.

આયુષ્માન ખુરાના અને જીતેન્દ્ર કુમાર

image source

પહેલીવાર બોલીવૂડની કોઈ ફિલ્મમાં બે સજાતિય વ્યક્તિ પ્રેમલીલા કરતા જોવા મળશે. આવી ફિલ્મો તો આયુષ્માન ખુરાના જ કરી શકે. ફિલ્મનું નામ છે શુભ મંગલ ઝ્યાદા સાવધાન. ફિલ્મમાં આયુષમાન ખુરાનાની ઓપોઝીટ કોટા ફેક્ટરી ફેમ જીતુ ભૈયા એટલે કે જીતેન્દ્ર કુમાર જોવા મળશે. આ ફિલ્મ આનંદ એલ રાઈ દ્વારા દીગ્દર્શીત કરવામાં આવી છે. આ એક સોશિયલ કોમેડી છે.

કાર્તિક આર્યાન અને કિયારા અડવાણી

image source

કાર્તિક આર્યાન અહીં અક્ષય કુમારની જગ્યા લઈ રહ્યો છે. ફિલ્મનું નામ છે ભૂલ ભૂલૈયા 2. આ ફિલ્મમાં કાર્તિક અને કિયારા પ્રથમવાર એક સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તબ્બુ મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે.

વરુણ ધવન અને સારા અલિ ખાન

image source

કાર્તિક આર્યાન સાથે સારાની ફિલ્મ લવ આજ કલ તો રીલીઝ થઈ જ ગઈ છે, આ વર્ષની સારાની બીજી ફિલ્મમાં તે વરુણ ધવન સાથે ફિલ્મ કુલી નં 1માં જોવા મળશે. આ ફિલ્મ 1995માં આવેલી ગેવિંદા – કરિશ્મા કપૂર અભિનિત કુલી નં 1ની રીમેક છે. 1995માં ગોવિંદા અને કરીશ્માએ જે જાદૂ ચલાવ્યો હતો તે જાદૂં શું સારા અને વરુણ ચલાવી શકશે ખરા ?

રનબીર કપૂર અને આલિયા ભટ્ટ

image source

લગભગ છેલ્લા બે વર્ષથી રનબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે શૂટિંગ કરી રહ્યા છે. કહેવાતાં લવબર્ડ પ્રથમવાર રૂપેરી પરદા પર રોમાન્સ કરતાં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ફીલ્મનું ડીરેક્શન આયાન મુખર્જી દ્વારા કરવામા આવ્યું છે અને પ્રોડક્શન કરણ જેહરનું છે. આ ફિલ્મમાં અકીનેની નાગાર્જુન તેમજ મૌની રોય પણ મહત્ત્વના પાત્રો નિભાવતા જેવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ