30 ફુટ જેટલી ઊંડી ગટરમાં પડ્યો 8 વર્ષનો છોકરો, અને થયો જોરદાર બચાવ, જાણો ક્યાંની છે આ ઘટના

સુરત: 30 ફુટ જેટલી ઊંડી ગટરમાં પડ્યો 8 વર્ષનો એક છોકરો, ને પછી અચાનક જ થયો ચમત્કારિક બચાવ.

રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત એક આઠ વર્ષના બાળક માટે સાર્થક સાબિત થઈ છે. શુક્રવારે બપોરે આ બાળક 30 ફુટ ઊંડી ગટરમાં પડી ગયો હતો. આ ઘટના નાણાવટ વિસ્તારના પંડાલ મોહલ્લાની છે. નાણાવટમાં આવેલા પંડાલ મોહલ્લામાં રહેતો મોહમ્મદ અબ્દુલ ઘાની (8 વર્ષ) અન્ય બાળકો સાથે રમતો હતો એ વખતે અકસ્માતે ગટરમાં પડી ગયો હતો.

image source

મોહમ્મદ ગટરમાં પડતાં જ બાકીના બાળકોએ મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. સ્થાનિકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને મોહમ્મદને બચાવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા પણ તેમનાથી કશું વળ્યું નહીં.

જે બાદ એક સ્થાનિક દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર અને ઈમર્જન્સી વિભાગની ટીમને જાણ કરતાં તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. 15 મિનિટની અંદર જ ફાયર વિભાગની ટીમ બાળકનું રેસ્ક્યૂ કરવામાં સફળ રહી હતી. ફાયર ઓફિસર દીપક માખીજાનીએ અમારા સહયોગી અખબાર TOIને કહ્યું,

image source

“છોકરો નસીબદાર હતો કે ગટર ચાલુ નહોતી અને ખાલી પણ હતી. છોકરો તૂટેલા ગટરના ઢાંકણા પર ઊભો રહ્યો હતો. જેના કારણે તે અંદર પડી ગયો હતો. જો કે, ગટરમાં અગાઉથી જ એક વ્યક્તિ હાજર હતો જેણે બાળકને બચાવી લીધો હતો. અંતે અમે બાળક અને તે વ્યક્તિ બંનેને બહાર કાઢ્યા હતા.”

image source

ફાયર ઓફિસર દિપક માખીજાનીએ આગળ કહ્યું, “બાળકને ગટરમાંથી બહાર કાઢ્યો ત્યારે તે બેભાન થઈ ગયો હતો. તેને સામાન્ય ઈજા પણ થઈ છે. બહાર કાઢ્યા બાદ બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હવે તેની સ્થિતિ સુધારા પર છે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ