2019માં ‘કબીર સિંહ’ મૂવી ગૂગલ પર સર્ચ કરી અનેક લોકોએ, જાણો ‘મિશન મંગલ’ કયા ક્રમે છે

જાણો આ વર્ષે ગૂગલ પર કઈ ટોપ ટેન ફિલ્મો વિષે સર્ચ કરવામાં આવ્યું

આ વર્ષે ગૂગલ પર સૌથી વધારે કબીર સિંઘ ફિલ્મ પર સર્ચ કરવામા આવ્યું હતું. આ સિવાય બીજી કઈ કઈ ફિલ્મો પર ભારતીય લોકોએ સર્ચ કર્યું તેનું ટોપ ટેનનું લીસ્ટ ગૂગલ ઇન્ડિયાએ બહાર પાડ્યું છે. તમને જણાવી દઈએ લિસ્ટમાં મોખરે રસહેનાર કબીર સિંઘ ફિલ્મ તેલુગુ સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક છે. આ બન્ને ફિલ્મનું ડીરેક્શન એક જ ડીરેક્ટર, સંદીપ રેડ્ડી દ્વારા કરવામા આવ્યું હતું.

image source

ભારતમાં આ ફિલ્મે 278 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો કે આ યાદીમાં કબીર સિંહ પાછળ રહી ગયેલી ફિલ્મોમાંથી કેટલીકે તો કબીર સિંઘ કરતાં પણ વધારે વકરો કર્યો છે પણ સર્ચની બાબતમાં કબીર સિંઘ બધા કરતાં આગળ નીકળી ગઈ હતી. તો ચાલો જાણીએ બાકીની નવ ફિલ્મો વિષે જેના પર ગૂગલ ઇન્ડિયા પર સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યું.

બીજા નંબર પર રહી એવેન્જર્સ એન્ડગેમ

image source

હોલીવૂડની સૌથી વધારે વકરો કરનારી ફિલ્મોમાં એવેન્જર્સ-એન્ડગેમે અવતાર ફિલ્મને પણ પાછળ પાડીને મોખરાનું સ્થાન મેળવી લીધું છે. આ ફિલ્મે માત્ર ભારતમાં જ 373 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે જેની સરખામણીએ કબીર સિંઘ પાછળ રહી ગઈ છે પણ સર્ચની દ્રષ્ટિએ ફિલ્મ બીજા ક્રમે છે.

ત્રીજા ક્રમે રહી જોકર

image source

હોલીવૂડની સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ જોકરે ભારતમાં 67.95 કરોડનો વકરો કર્યો હતો. પણ આ ફિલ્મ પર ભારતમાં લોકો દ્વારા ખુબ જ સર્ચ કરવામા આવ્યું હતું. આ ફિલ્મમાં જોકરનું મુખ્ય પાત્ર જોકિન ફીનિક્સ દ્વારા ભજવવામાં આવ્યું હતું અને તેમના પર્ફોમન્સના ખુબ વખાણ કરવામાં આવ્યા છે.

ચોથા ક્રમે રહી કેપ્ટન માર્વેલ

image source

કેપ્ટન માર્વેલ સ્ટુડિયોની નવી એડિશન છે. માર્વેલ સુપર હીરોઝમાં આ વર્ષે કેપ્ટન મારર્વેલનો ઉમેરો કરવામા આવ્યો હતો. હોલીવૂડની આ ફિલ્મે સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી હતી. માત્ર ભારતમાં જ આ ફિલ્મે 84.5 કરોડની કમાણી કહી હતી.

પાંચમાં ક્રમે રહી સુપર 30

image source

સુપર 30 ફિલ્મ એક પ્રકારની બાયોગ્રાફી જ છે. જે એક શિક્ષક પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં મુખ્ય પાત્રની ભુમિકા રિતિક રોશન દ્વારા નિભાવવામાં આવી હતી. આ ફિલ્મે બોક્ષ ઓફિસ પર 146.94 કરોડની કમાણી કરી હતી.

છઠ્ઠા ક્રમે રહી મિશન મંગલ

image source

આ ફિલ્મ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઇસરોના એવા વૈજ્ઞાનિકના જીવન પર આધારીત હતી જેમણે ઇન્ટરપ્લેનેટરી એક્સપીડિશન માર્સ ઓર્બિટર મિશનને પાર પાડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા વિદ્યા બાલન, અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નુ, નિત્યા મેનન, કીર્તિ કુલહરી તેમજ શરમન જોશીએ નિભાવી હતી. આ ફિલ્મે સમગ્ર ભારતમાં 202.98 કરોડનો બિઝનેસ કર્યો હતો.

સાતમાં ક્રમે રહી ગલી બૉય

image source

ગલી બૉયએ ગયા વર્ષે સામાન્ય જનતા તેમજ ક્રીટીક્સના દીલ જીતી લીધા હતા. અને તેની આ જ ખાસિયતના કારણે તેમજ પર્ફેક્ટ દીગ્દર્શન અને જબરજસ્ત એક્ટિંગના કારણે તેણે ભારત તરફથી ઓસ્કારમાં ઓફિશિયલ એન્ટ્રી મેળવી છે. આ ફિલ્મે ભારતમાં 140.25 કરોડનો બિઝનેસ કર્યો છે.

આંઠમાં ક્રમે રહી વૉર

image source

વૉર એક એક્શન થ્રિલર છે જેમાં મુખ્ય ભૂમિકા ઋતિક રોશન અને ટાઇગર શ્રોફે નિભાવી હતી અને તેમની આ જોડીએ બોક્ષ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ખુબ જ થોડા સમયમાં ફિલ્મે 317 કરોડ કરતાં પણ વધારે કમાણી કરી લીધી હતી. ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદે કર્યું હતું.

નવમા ક્રમે રહી હાઉસફુલ 4

image source

હાઉસફુલ એક કેમેડી ડ્રામા છે. ફિલ્મને રિલિઝ થયે હજુ બે મહિના પણ નથી થયા અને ફિલ્મે લગભગ 200 કરોડનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ સેનન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડેએ નિભાવી હતી.

દસમા ક્રમે રહી ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક

image source

આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. 2016માં જમ્મૂ-કાશ્મીરમાં આવેલા ઉરીમાં સ્થિત ભારતિય કેમ્પર પર થયેલા આતંકવાદી હૂમલા અને તેના જવાબમાં ભારતીય સૈન્ય દ્વારા સરહદ ઓળંગીને કરવામાં આવેલા સફળ ઓપરેશન પર આધારિત આ ફિલ્મ છે. આ ફિલ્મે સમગ્ર દેશમાં 245.36 કરોડ કરતાં પણ વધારે કમાણી કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ