બિગ બી ધ્રુજ્યા આ ઠંડીમાં, અને પછી તેમના ફેન્સ માટે લખી આ સુંદર કવિતા

સદીના મહાનાયક એવા બોલીવુડના એકટર અમિતાભ બચ્ચને એક ટ્વીટ કર્યું જે ખૂબ વાઇરલ થઈ રહ્યું છે. તો જાણીશું એ ટ્વીટમાં એવું શું ખાસ છે.?

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચન હાલના દિવસોમાં તેઓ તેમની અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ માટે હિમાચલ પ્રદેશમાં ચાલી રહી હોવાથી અમિતાભ બચ્ચન પણ ત્યાં જ જોવા મળી શકે છે. અમિતાભ બચ્ચનની સાથે આલિયા ભટ્ટ અને રણવીર કપૂર પણ અમિતાભ બચ્ચનની સાથે હિમાચલમાં શૂટિંગ કરી રહ્યા છે.

image source

હાલ ઠંડીના દિવસોમાં હિમાચલ પ્રદેશમાં ખૂબ ઠંડી પડી રહી જેથી હિમાચલનું તાપમાન માઇનસ -3 ડીગ્રી થઈ ગયું છે. તેમજ આવી ઠંડીમાં અને એ પણ હિમાચલની વાડીઓમાં શૂટિંગ કરવું ખુબજ મુશ્કેલી આવી રહી છે. હિમાચલની આ જ ઠંડી પર અમિતાભ બચ્ચને એક ટ્વીટ કર્યું છે જે ખૂબ જ વાઇરલ થઈ રહ્યું છે. જે આ મુજબ છે.:

યેતી યેતી યેતી

યે સરદી સર પે બીતી

તન ઢકા, અંગ ઢકા, ઢકા પૂર્ણ શરીર

મન કો ઢકને સે બાઝ રહે, યહી હે તકદીર.

image source

હાલમાં જ અમિતાભ બચ્ચને વધતી ઠંડીને લઈને તેમને પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરી છે કે, ‘યેતી યેતી યેતી યે સર્દી સર પે બીતી, તન ઢકા, અંગ ઢકા, ઢકા પૂર્ણ શરીર. મન કો ઢકને સે બાઝ રહે યહી હે તકદીર.’ અમિતાભ બચ્ચનના આ ટ્વીટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

image source

આમ તો અમિતાભ બચ્ચનનું દિલ્લીની ઠંડીથી ખાસ સંબંધ રહ્યો છે કોલેજના દિવસોથી અમિતાભ બચ્ચને એકવાર તેમના બ્લોગમાં લખ્યું હતું કે તેમને દિલ્લીની ઠંડી ખૂબ વ્હાલી છે. તેમને દિલ્લીની ઠંડીમાં ત્યાંની ચા, હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને હવામાં ભળતી સુંગધ ખૂબ ગમે છે.

image source

જણાવીએ કે જલ્દી જ અમિતાભ બચ્ચન ચાર ફિલ્મો સાથે બોલીવુડમાં ધમાલ મચાવશે. બિગ બીની આ લિસ્ટમાં ‘ચેહરે’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘ઝુંડ’ અને ‘ગુલાબો-સીતાબો’ ફિલ્મોને સામેલ કરી છે. ફિલ્મ ‘ચેહરે’માં અમિતાભ બચ્ચન ઇમરાન હાશ્મી સાથે મુખ્ય પાત્ર ભજવતા જોવા મળશે. તેમજ આ ફિલ્મમાં કૃતિ ખરબંદા અને અનુ કપૂર પણ જોવા મળશે. ‘ચેહરે’ ફિલ્મનું નિર્દેશન રૂમી જાફરી દ્વારા થ્રિલર ફિલ્મનું નિર્દેશન કરાયું છે. જ્યારે ‘બ્રહ્માસ્ત્ર’ ત્રણ ભાગમાં બનાવાઈ રહી છે. આ ફિલ્મમાં બિગ બી આલિયા ભટ્ટ અને રણવીર કપૂર સાથે જોવા મળશે. તેમજ તેમની ફિલ્મ ‘ગુલાબો-સિતાબો’માં દમદાર એકટર આયુષ્યમાન ખુરાના સાથે જોવા મળશે. આ સિવાય પણ અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’ની સિઝન 11 પણ હોસ્ટ કરી રહ્યા હતા. જે સિઝન હવે પૂર્ણ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ