૨૦૦૧ માં ૬ કરોડ નું દેવું કરનાર MP ના યુવાને પસંદ કર્યો એવો બીઝનેસ આઈડિયા, આજે કરે છે ૮૫૦ કરોડનો વાર્ષિક ધંધો !!

હાલની પરિસ્થિતિ પ્રમાણે ભારતમાં વેફર અને નમકીનનો વ્યવસાય જે રીતે વધી રહ્યો છે એ જોતા આ ક્ષેત્રમાં કમાણીનો ખુબજ સ્કોપ છે એ વાત માં કોઈ બેમત નથી. આજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણીબધી સ્થાનિક કંપનીઓ આ ક્ષેત્રમાં આગળ આવી રહી છે. એ સ્થાનિક કંપનીઓ પોતાના નમકીનના સ્વાદથી લોકોને ખુશ કરીને ફક્ત કરોડો રૂપિયાનો વેપાર જ કરે છે એવું નથી એ કંપનીઓ બીજી વિદેશી કંપનીઓને ખુબ સરસ હરીફાઈ પણ આપે છે.

આજે અમે તમને એક એવીજ સ્થાનિક કંપની વિષે જણાવી રહ્યા છે જેનું નામ પણ અમુક લોકો જાણતા નઈ હોય. એ કંપની આજે વાર્ષિક ૮૫૦ કરોડનો વેપાર કરી રહી છે. ઇન્દોર સ્થાપિત “પ્રતાપ નમકીન” કંપનીએ પોતાની શરૂઆત રિંગ્સ બનાવીને કરી હતી. ત્યારે તેઓને સપને પણ ખ્યાલ નોહ્તો કે એક દિવસ તેમની કંપનીનું નામ પણ વેફર અને નમકીન બનાવનાર અગ્રણી કંપનીના લીસ્ટમાં હશે. વર્ષ ૨૦૦૩માં અમિત કુમાત અને અપૂર્વ કુમાત બંનેએ તેમના મિત્ર અરવિંદ મેહતા સાથે મળીને આ કંપનીની શરૂઆત કરી હતી. આજે ભારતભરમાં તેઓની કંપનીના ૪ કારખાના, ૨૪ રાજ્યમાં ૧૬૮ સ્ટોર હાઉસ અને ૨૯૦૦ ડિસ્ટ્રિબ્યટરો નું એક વિશાળ નેટવર્ક છે.

દસ વર્ષ સુધી એક નમકીન કંપનીમાં કામ કાર્ય પછી અમિતે વર્ષ ૨૦૦૧માં પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો અને એના માટે તેમણે કેમીકલ ઉત્પાદન ક્ષેત્રની પસંદગી કરી. કેમિકલ ઉત્પાદનનો વ્યવસાય શરૂ કાર્યના એકજ વર્ષમાં કંપની ઉપર ૬ કરોડ રૂપિયાનું દેવું થઇ ગયું. ત્યારબાદ તેમણે આ વ્યવસાય બંધ કરવાનો નિર્ણય લીધો. આ બનાવ પછી તેઓ ખુબ દુખી થયા કારણકે તેમાં એમણે પોતાની જીવનભરની બચત ગુમાવી હતી અને ઇન્દોર સ્થિત વ્યપારી મિત્રોમાં પોતાની શાખ પણ ગુમાવી હતી. તેમણે તેમના સગાસબંધીઓ અને મિત્રો પાસેથી પૈસા ઉધાર લઈને લેણદારોને ચૂકવ્યા હતા.

આટલી બધી વિકટ પરિસ્થિતિ પછી પણ અમિતે હાર ના માની અને ૨૦૦૨ માં એમણે પોતાના ભાઈ અપૂર્વ અને મિત્ર અરવિંદને ઇન્દોરમાં નમકીનનો વ્યવસાય ચાલુ કરવાનો આઈડિયા જણાવ્યો. ત્રણેવ મળીને પોતાના પરિવારને સમજાવ્યા ને મનાવ્યા અને ૧૫ લાખ રૂપિયા ભેગા કરીને “પ્રતાપ નમકીન” નામની કંપનીની શરૂઆત કરી.

વ્યવસાયની શરૂઆતમાં તેઓ સ્થાનિક ફૂડ પ્રોસેસિંગ અને ઉત્પાદન કંપનીને રીંગ બનવા માટે ૨૦૦૦૦ બોક્સનો ઓડર આપે છે અને તેઓ પોતાનું બધું ધ્યાન વેચાણ નેટવર્ક કેવી રીતે વધારવું તેના પર આપે છે. ઓછી મુડીને કારણે તેમની પાસે અમુક જ યંત્રો હતા અને યંત્રો મુકવા માટે પુરતી જગ્યા પણ નોહતી. કંપનીને પેહલા વર્ષે ૨૨ લાખનો ફાયદો થયો હતો અને બીજા વર્ષે ૧ કરોડ રૂપિયા સુધી પહોચ્યો હતો અને ત્રીજા વર્ષે કંપનીનું ટર્નઓવર ૭ કરોડને પણ પાર કરી ગયું હતું.

શરૂઆતની સફળતા પરથી તેઓને ખ્યાલ આવી ગયો હતો કે આ ક્ષેત્રમાં વ્યવસાય તેમના માટે કેટલો લાભદાયી છે. આ જ કારણે તેમણે વર્ષ ૨૦૦૬ માં પોતાના વ્યવસાયને મુંબઈમાં વિસ્તાર્યો પણ ૨૦૦૬ થી ૨૦૧૦ ની વચ્ચે “હલ્દીરામ” અને “બાલાજી વેફર્સ” જેવી સ્થાનિક કંપની તેમને હરીફાઈ આપી રહી હતી અને આ કંપનીઓને ટક્કર આપવા માટે અમિતે પુરા દેશમાં પોતાના વ્યવસાયના વિસ્તારને વધારવાને બદલે એકજ ક્ષેત્રમાં પોતાની કંપનીની પકડ મજબુત કરવા પર ધ્યાન આપ્યું. વર્ષ ૨૦૧૧ માં કંપનીએ પોતાનું ઉત્પાદન અને પ્રોસેસિંગ ની શરૂઆત કરતા “યેલો ડાયમંડ” નામની કંપની શરૂ કરી અને તેનું ટર્નઓવર ૧૫૦ કરોડને પાર કરી ગયું.

દર વર્ષે નમકીન માર્કેટમાં તેમની કંપનીનો ફાળો વધતો જ ગયો. ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેમનો ફાળો ૧ ટકા થી વધીને ૪ ટકા થયો હતો અને આવનારા સમયમાં અમિત દેશના નમકીન માર્કેટમાં પોતાની કંપનીનો ઓછામાં ઓછો ૧૦ ટકા ફાળો નોંધવા માંગે છે. એના માટે એમની પૂરી ટીમ પ્રોડક્ટની ગુણવત્તા પર વધારે ધ્યાન આપી રહી છે. બિલિયન ડોલર ક્લબમાં સમાવિષ્ઠ થવા કંપનીએ હમણાજ પોતાનો IPO પણ બહાર પડ્યો છે.

ઇન્દોર જેવા નાનકડા શહેરના ત્રણ મિત્રો આટલી બધી મુશ્કેલીનો સામનો કરીને, પોતાના એક આઈડિયા થી વિદેશી કંપનીઓને હરીફાઈ આપવા વાળી આ યુવાનોની વિચારધારા ને ખરેખર સલામ….

સંકલન-અનુવાદ : અશ્વિની ઠક્કર

આપ સૌ ને આ સ્ટોરી પસંદ પડી હોય તો બીજાને શેર કરી પ્રેરિત કરો…!!

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ