20 વર્ષના યુવકનું એક અનોખું સાહસ, માટી વગર ખેતી કરી કરે છે હજારોની કમાણી..

કોમ્પ્યુટર સાઇન્સ ગ્રેજ્યુએટ યુવકે માત્ર 20 જ વર્ષની ઉંમરમાં ‘માટી વગરના ફાર્મિંગ’નો એક મોટો વ્યવસાય ઉભો કરી દીધો. તમે જ્યારે કંઈક અલગ કરી બતાવવાનું નક્કી કરી જ લો છો ત્યારે તમારા માર્ગમાં ગમે તેટલા વિઘ્નો આવે તમે તમારું લક્ષ પામીને જ રહો છો. અને શાહ રુખ ખાનના પેલા ઓમ શાંતિ ઓમ મૂવિના ડાયલોગ પ્રમાણે ભગવાન પણ તમારી તે લક્ષપૂર્તિ માટે જમીન-આકાશ એક કરી દે છે.

પણ તમારી બુદ્ધિની કસોટી ત્યારે થાય છે જ્યારે તમે યોગ્ય અવસરને યોગ્ય સમયે ઝડપી લો છો. માત્ર 20 વર્ષની ઉંમરમાં આ યુવકે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે તો હવે તેના ભાવિ વિષે તો તમે ચોક્કસ અનુમાન લગાવી જ શકો છો.

ગુડગાંવ હરિયાણાના એક ગામ સૈદપુર ફર્રુખનગરના રહેવાસી વિપિન યાદવે કમ્પ્યુટર સાઇન્સમાં બીએસસી કર્યા બાદ જ્યારે નોકરીની શોધ શરૂ કરી તો તેને તેની સેલેરી તેની લાયકાત પ્રમાણે નહોતી મળતી. ત્યારે તેને લાગ્યું કે તેનું ભવિષ્ય કદાચ ખેતીમાં જ છે. છેવટે તેણે પોતાના એક મિત્રની મદદથી ફૂલની ખેતીમાં ટ્રેનિંગ લીધી અને પોતાની કમાન તેમણે ગુડગાંવની જમીન પર બનેલા ધાબાઓ પર માટી વગર ફૂલોનું ટેરેસ ફાર્મિંગ કરવાની શરૂઆત કરવા તરફ વાળી.

ધાબા પર એટલે કે મકાનની છત પર બનેલા પેલી હાઉસમાં તે પ્રોડક્શન કરી રહ્યા છે. ફુલોની ડિમાન્ડવાળા વિસ્તારમાં ગુડગાંવમાં વિપિને ભાડાની જગ્યા લઈ ફૂલનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. જગ્યાનું ભાડુ બાદ કર્યા બાદ મહીનામાં 25થી 30 હજાર રૂપિયા કમાઈ રહ્યા છે.

800 સ્ક્વેર ફીટમાં નવા પ્રોજેક્ટની શરૂઆત પણ બિપીન કરવા જઈ રહ્યા છે જેમાં કુદરતી વેન્ટિલેશન, કૂલિંગ તેમજ હીટીંગ પેડનો ઉપયોગ કરી તે હાઇટેક નર્સરી પ્રોડક્ટ્સ બનાવશે જે દરેક ઋતુમાં ઉપલબ્દ રહેશે. આ પ્લાન્ટથી વિપિનના નફામાં એકથી દોઢ લાખનો વધારો થવાની શક્યતા છે.

ફૂલની અનેક વેરાયટિઝ, તેમજ અનેક રંગોવાળા ફૂલ વિપિને પોતાની નર્સરીમાં લગાવ્યા છે. માત્ર આટલું જ નહીં તે નજીકની નર્સરીમાં પણ પ્રો ટ્રે બનાવી સપ્લાય કરે છે, એક પ્રો ટ્રેમાં 102 હોલ્સ હોય છે. એક ખાસવાતચીતમાં વિપિને જણાવ્યું હતું કે કોકોપીટ એટલે કે નાળિયેરના ભુક્કા, પરલાઇક અને બર્મીકો લાઇટને 3:1:1ના ભાગમાં મિક્સ કરી પ્રો ટ્રેમાં નાખી બેડ બનાવવામાં આવે છે અને સેમ્પલિંગ્સને ઉઠાવી ટ્રેમાં લગાવી દેવામાં આવે છે.

એક ડોઢ મહીના સુધી બે-ત્રણ દીવસમાં એક વાર પાણી આપી તેની સંભાળ રાખી શકાય છે. ટ્રેમાં જર્મિનેશન થયા બાદ ખેતરમાં રોપવા માટે આ છોડ તૈયાર થઈ જાય છે. આમ તો મોટાભાગના છોડ પ્રો ટ્રેની સ્થિતિમાં જ વેચાઈ જાય છે. હવે કંપ્યુટર સાઇન્સના આ ગ્રેજ્યુએટ યુવકને પોતાનું ભવિષ્ય ખેતીમાં દેખાઈ રહ્યું છે. નવી યોજનાઓની સાથે પોતાનો વેપાર વિકસાવવા માટે વિપિન ખુબ મહેનત કરી રહ્યો છે.

હાલ વિપિન પોતાના સંપર્કમાં આવવાની ઇચ્છા ધરાવતા લોકોને નિઃશુલ્ક ટ્રેઇનિંગ આપી આ ટેક્નિક શીખવી રહ્યો છે. આવતી 23થી 25 ફેબ્રુઆરીમાં પુણે અને સૂરજકુંડ મેળામાં પણ તે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો છે. માત્ર આટલુ જ નહીં વિપિન મોટી-મોટી કંપનીઓ અથવા ઘરો માટે લેન્ડસ્કેપ ડિઝાઇનિંગ પણ કરે છે જેમાં ડિઝાઇનિંગનો કોઈ જ ચાર્જ લેવામાં નથી આવતો માત્ર મટિરિયલનો જ ચાર્જ લેવામાં આવે છે. વિપિનના આ સ્વતંત્ર સાહસથી આજની યુવા પેઢીને એક અનોખું દ્રષ્ટાંત મળ્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ