130 ફુટ ઊંચી પહાડી પાર વર્ષોથી આ વ્યક્તિ રહે છે એકલો, કારણ જાણી ને નવાઈ લાગશે..

૧૩૦ ફૂટ ઊંચા પહાડ પર રહે છે આ વ્યક્તિ!! અને એમાં પણ હેરાન કરવા વાળી વાત તો એ છે કે ઘરમાં એકલો રહે છે આ વ્યક્તિ, જેનું નામ છે મૅક્ઝિમ.

image source

દુનિયામાં ઘણાય એવા કિસ્સા છે જેના વિષે જાણીને આપણે હેરાન થઇ જતા હોઈએ છીએ. ઘણા ખરા તો એવા કિસ હોય છે કે જેના વિષે આપણે વિચાર્યું પણ નય હોય! આજે અમે તમને એવા જ એક અવિશ્વસનીય સ્થળ વિષે જણાવશું જેના વિષે તમે જાણીને આશ્ચર્યચકિત થઇ જશો!

image source

જ્યાર્જિયા માં એક એવી જગ્યા છે કે જ્યાં ૧૩૦ ફૂટ ઊંચો પહાડ છે. અને એ પહાડ પર એક વ્યક્તિ ઘર બનાવી ને ત્યાં રહે છે. અને એમાં પણ હેરાન કરવા વાળી વાત તો એ છે કે ઘરમાં એકલો રહે છે આ વ્યક્તિ,જેનું નામ છે મૅક્ઝિમ. તે લગભગ છેલ્લા ૨૫ વર્ષોથી આ પહાડ પર એકલો રહે છે. આ 131 ફૂટ ઊંચો પત્થર એક ચૂનાનો પત્થર છે જે કાકેશસ પર્વતના ખોળામાં આવેલો છે.

image source

લગભગ ૧૫મી સદી સુધી તે નિર્જન હતું, ત્યારબાદ ત્યાં કેટલાક સાધુ આવીને વસવા લાગ્યા અને હવે મૅક્ઝિમ 20 વર્ષથી ત્યાં એકાંત જીવન જીવે છે. સાધુ બનતા પહેલા મેક્સિમ ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો.1993 ના વર્ષમાં તેણે સાધુ વ્રત લીધા અને આ ખડકની ટોચ પર રહેવા લાગ્યો. આમ કરવા પાછળનું કારણ જણાવતા તે કહે છે કે આ પહાડ પર ભગવાન વાસ કરે છે. અને ત્યાં રહેવાથી તે ભગવાન સાથે જોડાયેલો રહેશે.

image source

આ વ્યક્તિ અઠવાડિયામાં ફક્ત બે વાર જ નીચે ઉતરે છે. આ પહાડ પરથી નીચે ઉતારવા ૧૩૧ ફૂટ ની સીડીઓ બનાવવામાં ‘આવેલી છે. આ પહાડ પર ચઢવામાં લગભગ ૨૦ મિનિટ જેટલો સમય લાગે છે. આ પહાડીને “કાત્સ્ખી પિલર” ના નામે ઓળખવામાં આવે છે. જો મૅક્ઝિમને કોઈ વસ્તુની જરૂરત પડે તો તેના ચાહકો એ વસ્તુ તેના સુધી પહોંચાડી આપે છે.

image source

જ્યારે સાધુનો વ્રત લઈને તે સૌપ્રથમ આ પહાડ પર ગયા ત્યારે તેમના માટે જીવન જીવવું એટલે સરળ નહતું.તે દિવસોને યાદ કરતા જણાવે છે કે, “શરૂઆતના બે વર્ષ સુધી અહીં કંઇપણ ન હતું તેથી હવામાનથી બચવા હું જૂની ફ્રીજમાં સુઈ જતો.” ત્યારબાદ કેટલાક ખ્રિસ્તી સમર્થકોએ પહેલાથી ત્યાં રહેલી ઝરઝરીત ઝૂંપડીનું નવીનીકરણ કરી આપ્યું અને પછી હું ત્યાં રહેવા લાગ્યો.”

image source

આ પહાડ પર જવા માટે દરેકને મંજૂરી નથી મળતી પણ અલબત્ત તમે પણ પોતાનું નસીબ અજમાવી શકો છો!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ