સ્કોટલેન્ડનું એક એવું એરપોર્ટ જ્યાં વિમાન લેન્ડિંગ તો કરે છે પણ રન વે નથી, જાણો અદભૂત લેખ..

ક્યારેય સાંભળ્યું છે કે વગર રનવે થઈ શકે ફ્લાઈટ ની લેન્ડિંગ અને ટેક ઓફ?

તમે બીચ થી ખૂબ નજીક લેન્ડિંગ કરતા પ્લેન વિશે સાંભળ્યું હશે અથવા સાંભળ્યું હશે એવા એરપોર્ટ વિશે જ્યાં પ્લેન હાઇવે પર લેન્ડ થાય છે પણ ક્યારેય જોયું કે સાંભળ્યું નહી હોય આવા એરપોર્ટ ની વાત જ્યાં કોઈ રનવે ના હોય છતાં પ્લેન ઉડાન ભરે છે.

image source

તો લાવ્યાં છીએ આજે એવાજ દુનિયા ના એક અજબ ગજબ એરપોર્ટ ની વાત જે બધા થી છે ખુબ વિચિત્ર!

image source

બધા એરપોર્ટ ની પોતાની ખાસિયતો હોય છે, કોઈ સૌથી વધારે રનવે બદલ દુનિયા માં પ્રખ્યાત છે તો કોઈ સૌથી વધારે ફ્લાઈટ સમાવવા ની કેપિસિટી માટે! પણ તમે ક્યારેય વિચાર્યું હતું કે એવો એરપોર્ટ પણ છે જ્યાં કોઈ રનવે જ ના હોય છતાં પ્લેન ઉડાન ભરે છે?

image source

જી હાં. એક એવું એરપોર્ટ પણ છે જ્યાં વગર રનવે વિમાન ઉડાન ભરે છે. ખરેખર, સ્કોટલેન્ડ નાં બારા દ્વીપ પર આ એરપોર્ટ છે જે પોતાના માં જ ખુબ ખાસ છે. આ એરપોર્ટ ઉત્તર એટલાન્ટિક મહાસાગર ના તટ પર સ્થિત છે જે દુનિયા નું પેહલું એરપોર્ટ છે જ્યાં કોઈ રનવે નથી.

image source

તમને જણાવી દઇએ કે અહીંયા પ્લેન બીચ એટલે કે સીધા સમુદ્ર તટ પર જ લેન્ડ કરે છે. ભરતી ની સ્થિતિ માં અહીંયા બાકાયદા ચેતાવણી આપવામાં આવે છે કે પ્લેન લેન્ડ ના કરવામાં આવે. બારા દુનિયા નું એકમાત્ર એરપોર્ટ છે જ્યાં શેડ્યુલ્ડ ફ્લાઇટો લેન્ડ કરવામાં આવે છે.

image source

આ એરપોર્ટ વિશે એવું પણ કહેવાય છે કે આ એરપોર્ટ ગ્લાસગો એરપોર્ટ થી પણ જોડાયેલ છે. સમુદ્રી તુફાન આવવા ની સ્થિતિ માં આ એરપોર્ટ બંધ કરી દેવામાં આવે છે અને બધી ફ્લાઇટો રદ્દ કરવામાં આવે છે. બારા એરપોર્ટ પર વધારે પડતા તો નાના પ્લેન જ લેન્ડ થાય છે. અહીંયા રોજ સ્કોટિશ એરલાઈન્સ ની બે ફ્લાઈટ પહોંચે છે.

image source

આ વિમાનો રેતી પરજ લેન્ડ કરવામાં આવે છે. ભરતી ના સમયે લેન્ડિંગ નો સમય બદલી નાખવા માં આવે છે. એ જ નહી, આ સમુદ્ર તટ પર એક નાની બિલ્ડિંગ પણ બનાવવા માં આવી છે જેને ટર્મિનલ કહેવાય છે. આ ટર્મિનલ થી પણ પ્લેન થી બિલ્ડિંગ સુધી પહોંચવા માટેનો કોઈ બ્રિજ કે પટ્ટી બનાવવા માં નથી આવી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ