ગરમ પાણી પીવાના છે આ અઢળક ફાયદાઓ, જાણો તમે પણ અને પીવો રોજ

ભાગદોડ ભરેલી જિંદગી અને તેમાં પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન. જે મોટાભાગે આપણે રાખવાનું ભૂલી જઈએ છીએ.

image source

આમ તો આ વાત અમે આપને કદાચ દરેક લેખમાં કહીએ જ છીએ કેમકે અમે ઈચ્છીએ છીએ કે આપ આપના સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખો. કેમ કે જવાબદારીઓ તો આવતી જ રહેશે પરંતુ સ્વાસ્થ્ય જો ખરાબ હોય તો ઘણી બધી હેરાનગતિઓ વણકીધે મેહમાન બની જાય છે.

image source

તો આજે વાત કરીશું ગરમ પાણીની. ગરમ પાણી પીવાથી ફાયદા પણ છે તો નુકસાન પણ છે જ. બસ ફરક એટલો જ છે કે કેટલાક લોકોને ફાયદાઓ વિષે ખબર હોય છે તો કેટલાક લોકોને ફક્ત નુકસાન વિષે. પણ આજે અમે આપને બંને વિષે જણાવીશું જેનાથી આપના માટે સ્થિતિ વધારે આરામદાયક થઈ જાય અને આપ ગરમ પાણી પીવાથી દૂર ભાગશો નહિ.

image source

બસ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પહેલા જાણીશું ગરમ્ પાણીના નુકસાન વિષે અને પછી ગરમ પાણીના ફાયદાઓ વિષે જાણીશું.

ગરમ પાણી પીવાના નુકસાન

આંતરિક અંગોને નુકસાન:

image source

જો આપ ખૂબ ગરમ પાણીનું સેવન કરો છો તો મોંમાં છાલા પડી જાય છે અને હળવી બળતરાની સમસ્યા પણ થઈ શકે છે. જે ક્યાંકને ક્યાંક શરીરના આંતરિક અંગોને પ્રભાવિત કરે છે.

વધારે ગરમ પાણી સૌથી વધુ પાચન તંત્રને પ્રભાવિત કરે છે. જેમનું એક સંવેદનશીલ આંતરિક સ્તર હોય છે. આવું એટલા માટે કેમકે ગરમ પાણીનું તાપમાન આપણા શરીરના તાપમાન થી વધારે હોય છે. આના કારણે તે સાંભળી નથી શકતું.

કિડનીને પ્રભાવિત કરે છે.:

image source

દરેક વ્યક્તિની કિડનીમાં અતિરિક્ત પાણી અને બધા વિષાક્ત પદાર્થોને સરળતાથી બહાર કાઢવાની ક્ષમતા હોય છે. કિડની માટે વધારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ખૂબ હાનિકારક થઈ શકે છે. કેમકે કિડનીની પાસે પોતાનું એક મજબૂત કેપીલરી સિસ્ટમ હોય છે.

જે ગરમ પાણી પીવાથી તેની પ્રક્રિયાને તેજ નથી થતી અને ના તો તે વિષાક્ત પદાર્થોને ઝડપથી બહાર નીકળે છે, ઉપરાંત કિડની પર ભારણ વધી જાય છે, જે કિડની માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

પાણીમાં અસંતુલન:

image source

જો ખૂબ ગરમ પાણી પીવો છો તો એનાથી શરીરમાં રહેલ પાણીની એકાગ્રતા અસંતુલિત થવા લાગે છે. સાથે જ એક્વારમાં વધારે પાણી પીવાથી મસ્તિષ્કની કોશિકાઓમાં સોજો ઉત્પન્ન કરી શકે છે. જે કેટલીક વાર શરીર માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

ગરમ પાણીના ફાયદા

વજન ઓછું કરે છે:

image source

કેટલાક લોકોનું વજન ખૂબ ઝડપથી વધે છે, એવામાં ગરમ પાણી આપની મદદ કરી શકે છે. આપ હળવા ગરમ પાણીમાં મધ અને લીંબુ ઉમેરીને જો ત્રણ મહિના સુધી સતત સેવન કરશો, તો આપને પોતાનામાં ખૂબ જલ્દી જ ફરક જોવા મળશે. જો આપને મધ સૂટ નથી કરતું તો આપ જમ્યા પછી એક કપ હળવું ગરમ પાણી પી શકો છો.

શરદી-ખાંસીથી રાહત:

image source

જો આપને મોટાભાગે છાતીમાં જકડાતી હોય અને શરદીની ફરિયાદ રહે છે તો એવામાં આપના માટે ગરમ પાણી ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એનાથી ગળું પણ સાફ રહે છે અને શરદી-ખાંસીથી પણ રાહત મળે છે.

પિરિયડ્સના દુખાવામાં આરામ આપે છે.:

image source

છોકરીઓ અને મહિલાઓને કેટલીક વાર પિરિયડ્સના દુખાવાને સહન કરવાનું મુશ્કેલ થઈ જાય છે. એ પણ ત્યારે જ્યારે આપ નોકરી કરતાં હોવ. આવામાં ગરમ પાણી આપને આ તકલીફથી નિકળવામાં મદદ કરી શકે છે. કેમકે ગરમ પાણી પીવાથી પેટનો શેક થઈ જાય છે જેનાથી દુખાવામાં ઘણો આરામ મળે છે.

શરીરથી બહાર થશે અશુધ્ધિઓ:

image source

રોજ ગરમ પાણી પીવાથી શરીરની બધી અશુધ્ધિઓ બહાર નીકળી જાય છે. સાથે જ શરીરનું તાપમાન વધવાથી પરસેવો વધારે આવે છે તો શરીરમાં રહેલ અશુધ્ધિઓને બહાર ફેકી ડે છે.

કરચલીઓથી છુટકારો મળે છે:

image source

આમ તો બજારમાં ઘણા પ્રકારની ક્રીમ મળી રહે છે જે વધતી ઉમરને ઓછી કરવામાં મદદ કરે છે. પરંતુ જો આપ કોઈ ખર્ચ વગર અને કોઈ નુકસાન વગર પોતાની વધતી ઉમરને છુપાવવા ઈચ્છો છો તો આવામાં આપે ગરમ પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપાય આપને ખૂબ જલ્દી જ રિઝલ્ટ આપશે. સાથે જ આપની સ્કીનમાં ગ્લોની સાથે સાથે કસાવ પણ આવવા લાગે છે.

વાળના ગ્રોથ માટે ફાયદાકારક છે:

image source

સ્કિનની સાથે સાથે ગરમ પાણી આપના વાળ માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. ગરમ પાણી પીવાથી વાળ ચમકદાર થાય છે અને રોકાઈ ગયેલી ગ્રોથની સમસ્યા પણ દૂર થવા લાગે છે.

પાચન ક્રિયા ચુસ્ત રહે છે:

image source

ગરમ પાણી પીવાથી પાચન ક્રિયા પણ સ્વસ્થ રહે છે. સાથે જ ગરમ પાણી ગેસની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. એટલા માટે ભોજન જમી લીધા પછી એક કપ ગરમ પાણી પીવાની આદતને આપની દિનચર્યામાં સામેલ્ કરવી. આમ કરવાથી ભોજન જલ્દી પચશે અને પેટ પણ હળવું રહેશે.

બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે:

image source

શરીરને સ્વસ્થ રાખવા માટે બ્લડ સર્ક્યુલેશનનું યોગ્ય રહેવું ખૂબ જરૂરી છે. એટલા માટે ગરમ પાણી પીવાથી આપના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક રહે છે.

શરીરની એનર્જી વધે છે.:

 

image source

જો આપ શરીરને ચુસ્ત રાખવા માટે ગરમ પાણી પીવાનું શરૂ કરી દો છો તો એનાથી આપના શરીરનું એનર્જી લેવલ વધવા લાગે છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ સ્વસ્થ રહેશે. એટલા માટે આપે હવે સોફ્ટ ડ્રિન્કના બદલે ગરમ પાણી પીવું જોઈએ.

સાંધાના દુખાવામાં આરામ મળે છે.:

image source

ગરમ પાણી પીવાથી શરીરમાં લચીલાપણું આવે છે સાથે જ એનાથી સાંધાના દુખાવો પણ ઓછો થાય છે. આ વાત આપણે બધા જાણીએ છીએ કે મનુષ્યનું શરીર ૭૦% પાણીથી બનેલું છે અને એટલા માટે ગરમ પાણી માંસપેશીઓની બધી મરોડ દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

ધ્યાન રાખવાની જરૂરી બાબતો:

image source

-જેમને લો બ્લડપ્રેશરની તકલીફ રહેતી હોય તેમણે ગરમ પાણીમ લીંબુ ઉમેરવું નહિ.

-વધારે ગરમ પાણી પીવું જોઈએ નહિ.

-દિવસમાં એક કે બે વારથી વધારે ગરમ પાણીનું સેવન કરવું નહિ, પરંતુ હુંફાળા પાણીને આપ આખો દિવસ પી શકો છો.

image source

-ગરમ પાણીની સાથે યોગ્ય ડાયટ પણ લો.

-મધને ગરમ પાણીમાં ત્યારે જ ઉમેરવું જ્યારે આપને મધથી એલર્જી ના હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ