એક નજર મારી લો આ 10 દેશો પર, જ્યાં ફરવા માટે નથી જરૂર પડતી કોઇ વિઝાની

જાણો અહીં વિઝા વિના 10 દેશોમાં હનીમૂન ઉજવી શકો છો, તમારા જીવનસાથીને જન્નતની મુલાકાત કરાવો.

image source

વિદેશમાં ફરવાની ઈચ્છા આખરે કોને ન હોય! વિદેશ જવાની ઇચ્છા ત્યાં સુધી પૂર્ણ થઈ શકતી નથી જ્યાં સુધી તમારા પાસે વિઝા ન હોય. જો કે, કેટલાક દેશો વિઝા વિના પણ તમારું સ્વાગત કરવા માટે તૈયાર છે.

ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા તાજેતરમાં એવા દેશોની સૂચિ બહાર પાડવામાં આવી છે જ્યાં તમે વિઝા વિના વિદેશી પ્રવાસનો આનંદ લઈ શકો છો. જો તમે ઈચ્છો તો,તમે તમારા પાર્ટનર સાથે વિઝા વિના હનીમૂન ઉજવવા અહીં જઇ શકો છો.

1. ભૂટાન:-

image source

ભૂટાનને વિશ્વનો સૌથી સુખી દેશ માનવામાં આવે છે. આ દેશમાં ઘણા શાનદાર હોલીડે ડેસ્ટિનેશન છે જ્યાં તમારે જવા માટે વિઝાની જરૂર પડતી નથી. ભૂટાનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માર્ચ અને એપ્રિલ છે. આ સમય દરમિયાન, લગભગ અહીંના તમામ એડવેન્ચર ડેસ્ટિનેશન ખુલ્લા રાખવામાં આવે છે.

2. ફિજી:-

image source

ઓસ્ટ્રેલિયા નજીક એક સુંદર ટાપુ ફિજી વસેલું છે એની મુલાકાત લેવા વિઝા બતાવવાની જરૂર પડતી નથી. આ દેશ તેના દરિયા કિનારા, ખડકાળ વિસ્તારો અને સુંદર સરોવરો માટે પ્રવાસીઓમાં પ્રખ્યાત છે. એપ્રિલથી મે અને ડિસેમ્બરથી જાન્યુઆરી કોઈપણ સમયે અહીં મુલાકાત લઈ શકાય છે.

3. નેપાળ:-

image source

નેપાળ તેના ધાર્મિક સ્થળો અને હિમાલયના શિખરોને કારણે વિશેષ માન્યતા પ્રાપ્ત કરી શક્યો છે. ભારત સાથે નેપાળના સારા સંબંધોને કારણે, તમારે આ દેશની મુલાકાત લેવા વિઝા બતાવવાની જરૂર રહેશે નહીં. નેપાળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી માનવામાં આવે છે.

4. જમૈકા:-

image source

કેરેબિયન દેશ જમૈકાની સુંદરતા તેના દરિયા કિનારા, ગાઢ જંગલો અને પર્વતોમાં છુપાયેલ છે. પાણીના હળવા છંટકાવ વચ્ચે કેટલાક યાદગાર ક્ષણો વિતાવવા માટે જમૈકા એ એક સારો વિકલ્પ છે. મધ્ય ડિસેમ્બરથી એપ્રિલની વચ્ચે તમે અહીં મુલાકાત લેવા જઈ શકો છો.

5. મોરિશિયસ:-

image source

હિંદ મહાસાગરમાં સ્થિત બહુ-સાંસ્કૃતિક દેશ મોરિશિયસ તેના દરિયાકિનારા અને ખડકાળ વિસ્તારો માટે પ્રખ્યાત છે. તમે અહીં ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે મુલાકાત લેવા આવી શકો છો.

6. શ્રીલંકા:-

image source

રેતાળ મેદાનો, પર્વતીય ક્ષેત્ર અને સમુદ્ર કિનારો શ્રીલંકાને એક આદર્શ પર્યટન સ્થળ બનાવે છે. હવે શ્રીલંકાની સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે ડેસ્ટિનેશન સ્પોટ અને રેસ્ટોરન્ટ બારને કિંમતો ઘટાડવા માટેનો આદેશ આપ્યો છે. શ્રીલંકાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બરથી એપ્રિલની વચ્ચે માનવામાં આવે છે.

7. થાઇલેન્ડ:-

image source

થાઇલેન્ડ તેના ધાર્મિક સ્થળો, રાજવી પર્યટન સ્થળ અને દરિયા કિનારા માટે પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય રહ્યું છે. અહીં હાજર વાટ અરુણ, વાટ ફો અને મહાત્મા બુદ્ધનું મંદિર દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી પ્રખ્યાત સ્થાન માનવામાં આવે છે.

8. માલદીવ:-

image source

માલદીવ જેવા વોટર વિલા હવે ભારતમાં પણ ખોલવાની યોજના બનાવવામાં આવી રહી છે. માલદીવમાં જોવા માટે 3000 થી પણ વધુ ટાપુઓ છે. ડિસેમ્બરથી એપ્રિલ અહીંની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

9. ઇન્ડોનેશિયા:-

image source

ઇન્ડોનેશિયા તેના જ્વાળામુખી ટાપુઓ માટે ખૂબ પ્રખ્યાત છે. ઇન્ડોનેશિયાનું જંગલ કોમોડો ડ્રેગન, હાથી, સિંહ અને લંગુર જેવા પ્રાણીઓથી ભરેલું છે. જૂન થી જુલાઈ એ અહીંની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમે અહીં બાલી આર્ટ ફેસ્ટિવલની મજા પણ લઇ શકો છો.

10. મેડાગાસ્કર:-

image source

મેડાગાસ્કર ખાસ કરીને તેના વરસાદી જંગલો, દરિયા કિનારા અને ખડકાળ વિસ્તારોને કારણે પ્રવાસીઓમાં વિશેષ સ્થાન બનાવી શક્યું છે. અહીં તમને પ્રાણીઓની ઘણી વિશેષ જાતો જોવા મળશે. એંડાસીબેમંટાડિયા રાષ્ટ્રીય ઉદ્યાન અહીંનું સૌથી પ્રખ્યાત પર્યટક સ્થળ છે. તમે અહીં જુલાઈથી ઓગસ્ટની વચ્ચે મુલાકાત માટે આવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ