વૈવાહિક બળાત્કાર..૧૩ વર્ષે બની માં અને હવે છે વિશ્વ પ્રસિદ્ધ લેખિકા! ટ્રૂલિ ઇનસ્પિરેશનલ

કહેવાય છે કે જીવનમાં સફળતા તમારી ધનસંપત્તિ કે હેસિયત જોઈને નથી મળતી. સફળતા એ જ લોકોને મળે છે જે ધૈર્ય રાખીને નિર્ધારિત કરેલ લક્ષ્ય માટે મહેનત કરતા હોય છે. આને સંબંધિત એવા પણ ઉદાહરણ જોવા મળતા હોય છે જેમણે ધીરજ અને હિંમત રાખીને દરેક મુશ્કેલીઓનો સામનો કરીને સફળતાનાં નવા શીખર પર પહોંચ્યા હોય છે. આવી જ એક વ્યક્તિ વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ. જેમનાં વિશે જાણીને તમે ઇનસ્પાયર થશો અને તેમનાં સંધર્ષને સાંભળતા તેમનાં માટે સમ્માન થશે.

તમને જેમની વાત કરી રહ્યાં છીએ તે બેબી હલ્દર છે. જેમણે અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કર્યો અને આજે એક સક્સેસફુલ લેખિકા છે. જેઓ હવે આત્મ નિર્ભર અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવી રહ્યાં છે. આઓ તો જાણીએ વિગતમાં બેબી હલ્દર વિશે..

બેબી હલ્દર અત્યારે એક લેખિકા છે. ૪૧ વર્ષીય લેખિકા ગુડગાંવમાં લોકોનાં ઘરે ઘરકામ કરવા જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઘરે કામ કરવા જનાર આ બેનની ત્રણ ત્રણ બુક પબ્લિશ થઈ ચુકિ છે. તેમની પુસ્તકોનું અન્ય બાર ભાષાઓમાં ભાષાંતર પણ કરવામાં આવ્યું છે, જેમાં જાપાની, જર્મન અને ફ્રેંચ પણ સામેલ છે.

બેબીની પ્રથમ પુસ્તક ‘આલો આંધારી’ નામથી છપાઈ તો રાતો રાત તે ફેમસ થઈ ગઈ અને ૨૦૦૬માં તેમને પ્રસિદ્ધિ મળી. તેમની બુક ફેમસ થયા બાદ લોકો તેમને ઓળખવા લાગ્યા. તેઓ પ્રબોધ કુમારનાં ઘરે કામ કરે છે અને તેઓ જ બેબીનાં મેન્ટર અને અનુવાદક છે. તેઓ એંથ્રોપોલૉજીનાં રીટાયર્ડ પ્રોફેસર છે અને હિન્દી સાહિત્યનાં પ્રસિદ્ધ લેખક મુંશી પ્રેમચંદનાં પૌત્ર છે.

ઘેર ઘેર કામ કરીને બેબી પોતાનાં બાળકો માટે આટલી મહેનત કરી રહી છે. તેમને બંગાળી પુસ્તકો વાંચવાનો શોખ છે. જ્યારે તેઓ પ્રોફેસર કુમારનાં સંપર્કમાં આવ્યા ત્યારે પ્રોફેસર કુમારને એવું લાગ્યું કે બેબી તેમને કોઈ કહાણી કહેવા ઈચ્છે છે. ત્યારે તેમણે બેબીને એક પેન અને નોટબુક આપીને સ્ટોરી લખવા પ્રેરિત કરી.

‘બેબી હલ્દરની માતા જ્યારે તેમને પિતા પાસે છોડીને ચાલી ગઈ તો તેમનાં પિતા તેમને અત્યંત ત્રાસ આપતા હતા.’

જ્યારે બેબી અભ્યાસ કરી રહી હતી ત્યારે જ તેનાં લગ્ન તેમનાંથી બમણી ઉંમરનાં વ્યક્તિ સાથે કરાવી દેવાયા હતા. એટલું જ નહીં લગ્ન બાદ વિચાર્યું પણ ન હોય તેવા દુઃખ બેબીએ વેઠ્યા હતા. તેઓ વૈવાહિક બલાત્કારનાં શિકાર બન્યા અને ૧૩ વર્ષની ઉંમરે બાળકને જન્મ પણ આપ્યો. તેમનાં પતિનાં ત્રાસ ભોગવ્યા બાદ જીવન ઉપરથી તેમનો વિશ્વાસ ઉઠી ગયો હતો. તેમણે કેટલાય સમય સુધી આ બધું ભોગવ્યું, પણ એક દિવસ તેમની સહન શક્તિએ જવાબ આપી દીધો તો તેમણે નક્કી કરી લીધુ કે પોતાનાં બાળકોને લઈને તેઓ દૂર જતા રહેશે. તેઓ પશ્ચિમ બંગાળનાં દુર્ગાપુરથી બાળકોને લઈને દિલ્લી આવી ગયા. દિલ્લી આવ્યાં બાદ તેમણે કોઈ ખરાબ પગલું ઉપડવાને બદલે જાત મહેનતે જીવન પસાર કરવાનું નક્કી કર્યું. શરૂઆતનાં દિવસોમાં તેમની પાસે એટલા પૈસા ન હતા કે તો સરળતાથી જીવનનાં નવા ભાગને શરુ કરી શકે, એટલે તેમણે લોકોનાં ઘરે જઈને કામ કરવાનું શરુ કર્યું. તેમણે પ્રોફેસર કુમારનાં ઘરે પણ કામ કરવાનું શરુ કર્યુ અને જેમનાં રૂપમાં બેબીને એક મેન્ટર પણ મળ્યા.

લેખિકા બન્યા બાદ બેબી દેશ-વિદેશમાં પ્રવાસ પણ કરી આવી અને ઘણા સામુહિક સમારોહનો હિસ્સો પણ બન્યા. હવે તેઓ લખેલી પુસત્કોથી પૈસા કમાવીને કોલકાતામાં પોતાનું ઘર બનાવવા ઈચ્છે છે અને કોઇ દિવસ પોતાનાં દેસમાં પાછી જવા ચાહે છે. બેબી પોતાનાં લખાણને કારણે લોકો વચ્ચે પ્રશંસા પાત્ર બની છે.

‘એક પ્રશ્ન જે લોકો બેબીને વારંવાર પુછતા હોય છે કે તેઓ કેમ હજી પણ લોકોનાં ઘરે જઈને કામ કરે છે? તેમણે આ સવાલનો સરળતાથી ઉત્તર આપતા કહ્યું કે ‘જ્યારે હું દિલ્લીમાં આવી ત્યારે મને સૌથી પહેલાં કામ આપનાર આ લોકો હતા અને તેમને હું છોડીને ક્યાંય નથી જવાની. મારી આ યાત્રામાં દરેકે મારા પિતાની ભૂમિકા ભજવી છે.’

ખરેખર તેમનું જીવન દર્દ ભરેલું છે, પણ તેમની આ ઉપલબ્ધિ હકીકતમાં સરાહનીય છે. લોકો તેમની સ્ટોરીથી પોતાની જાતને રીલેટ પણ કરી શકે છે. બેબીની ન્યૂ બુક માટે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તેમની કહાણીમાં એટલી તાકત છે કે રોશની પબ્લિશરનાં માલિક સંજય ભારતીએ નિર્ણય લીધો કે ભલે તેમને નૂકશાન થાય પણ તેઓ બેબીની સ્ટોરી પબ્લિશ અવશ્ય કરશે.

બેબીનું એવું માનવું છે કે લેખિકાનાં રુપમાં તેમનો આ બીજો જન્મ થયો છે. દુનિયાને તેઓ પોતાની કહાણી કહેતા કાન્ફિડન્ટ દેખાઈ પડે છે. લેખિકાનાં રૂપમાં બેબી હલ્દરને હજી ઘણું દૂર જવાનું છે. ‘આલો આંધારી’ તેમની પહેલી બુકથી તેમની લેટેસ્ટ બુક ‘ધરે ફરાર પથ’ સુધીની સફર અસાધારણ અને ભવ્ય રહી છે.

 

 

 

 

https://hindi.kenfolios.com/taking-write-path-baby-haldar/