રાજપૂત વહુ બની આર્મીમાં મેજર..જાણીને તમે પણ શોક થઈ જશો

કદાચ જ અત્યારે એવી કોઈ સ્ટ્રીમ અથવા એવું કોઈ કાર્ય હશે જે સ્ત્રીઓ નથી કરી શકતી. જો કોઈ સ્ત્રી મનમાં વિચારી લે કે તેને આ કામ કરવું છે તો તે કરીને જ રહે છે. એટલે જ આજે મેનેજમેન્ટ, એન્જિનીયરીંગ, ટેકનોલોજી હોય કે આર્ટ હોય કે પછી સેનામાં જ કેમ ન જોડાવાનું હોય. દરેક જગ્યાએ સ્ત્રીઓએ પોતાનો ઝંડો લહેરાવી દીધો છે.

આપણા જવાનોની સાથે સીમાની રક્ષા કરવા માટે પણ સ્ત્રીઓ આગળ આવી રહી છે.  આવી અમુક જ સ્ત્રીઓ છે જે દેશની સીમા ઉપર રહીને આપણા જેવા સામાન્ય લોકોને પ્રોટેક્ટ કરે છે. આવી જ એક સ્ત્રી વિશે અમે અહીં જણાવવા જઈ રહ્યા છીએ, જેમનાં અંગે જાણીને તમને પણ ગર્વ તો થશે જ પણ તેના વિશે જાણીને શોક પણ થઈ જશો. આ સ્ત્રી ઘરનાં ઊમરાને ઓળંગીને દેશની સીમા પર મોર્ચો સંભાળી રહી છે. સ્ત્રી શક્તિનાં આ નવા સ્વરુપનું ઉદાહરણ બની છે રાજસ્થાનની વહુ, જેમણે ધૂધ્ંટ માંથી બહાર આવીને ભારતીય સેનામાં મેજરનાં રુપમાં પોતાની જગા બનાવી છે.

દેશની રક્ષામાં જવાનોની સાથે હવે રાજસ્થાનની વહુ-દીકરીઓ પણ જોવા મળી રહી છે. થોડાક જ સમય પહેલાં આપણે નિધિ દુબેની ઈમોશનલ જર્ની વિશે વાંચ્યુ હતું કે કેવી રીતે તેણે લાઈફમાં સંઘર્ષ કર્યું અને પતિનાં મૃત્યુ બાદ પુત્ર માટે આર્મીમાં ઓફિસર બની. તેની મહેનત અને લગનને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. આવી જ રીતે અન્ય એક ઈન્સ્પિરેશનલ રાજપૂત વહુ પ્રેરણા સિંહ, જેણે પોતાનાં ગામની પ્રથમ મહિલા તરીકે સેનામાં મેજર બન્યાં છે. વર્ષ ૨૦૧૧માં આર્મીમાં જોડાયા બાદ ૬ વર્ષની મહેનત પછી પ્રેરણાની મેજરની પોસ્ટ ઉપર પ્રમોશન મેળવ્યું છે.

વધારે વિગતમાં જાણીએ પ્રેરણા સિંહ  વિશે…..

પ્રેરણા પોતાનાં પરીવાર સાથે જયપુરમાં રહે છે. જોધપુરમાં જન્મેલ પ્રેરણાનાં લગ્ન ૪ વર્ષ અગાઉ જ થયા હતા. તેમનાં પતિ મંધાતા સિંહ એક વકીલ છે અને તેમની ૩ વર્ષની પુત્રી પ્રતિષ્ઠા પણ છે.  આશરે ૬ વર્ષ અગાઉ પ્રેરણાએ ઈન્ડિયન આર્મી જોઈન કરી હતી. મેરઠ અને જયપુર બાદ હવે પુણેમાં પોસ્ટેડ છે.

પ્રેરણાનાં સસરા સંપત તેની આ કામયાબીથી ખુબ જ ખુશ છે. તેમણે જણાવ્યું હતું કે તેમનાં ગામ માંથી પ્રેરણા પ્રથમ વહુ છે જે ઈન્ડિયન આર્મીમાં એક અધિકારી તરીકે નિયુક્ત થઈ છે. અમે તેને અમારી પુત્રીની જેમ જ રાખીયે છીએ અને તેનાં અધિકારી બનવાથી અમે બધા ગર્વ અનુભવી રહ્યાં છીએ. અમારા પરીવારની સાથે સાથે આખું ગામ તેનાં મેજર બનવાથી ગુમાન અનુભવે છે.

પ્રેરણા આર્મીમાં મેજર તરીકે પોતાની ફરજ સંપૂર્ણતાથી બજાવી રહી છે. તે જ્યારે પણ પોતાનાં ઘરે હોય છે ત્યારે  તે હંમેશા રાજપુતી પારમ્પરિક પોશાક જ પહેરતી હોય છે. તેમને આ ડ્રેસમાં જોઈને કોઈ ઓળખી નહીં શકે કે પ્રેરણા સેનામાં અધિકારી છે.

આ જ રીતે રાજસ્થાનનાં પાલી જિલ્લાનાં ખેડા ગામની વહુ નવીના શેખાવત પણ વર્ષ ૨૦૧૬માં મેજર બની હતી. નવીનાને ૨૦૧૩થી ૨૦૧૫ સુધી અધિકારીની ટ્રેનિંગ લીધી અને ત્યાર બાદ તે ભારતીય સેનામાં લેફ્ટિનેંટની પોસ્ટ માટે નિયુક્ત થઈ હતી. લેહ લદ્દાખ આંતરાષ્ટ્રિય સીમાનો ભાર નવીનાનાં ખભા ઉપર છે. નવીના જણાવે છે કે તે શરુઆતથી જ આર્મીમાં જવા ઈચ્છતી હતી.

આ બંને સ્ત્રીઓથી પ્રેરણા લઈને અન્ય માતા-પિતા, સાસરીયા કે ઘરનાં લોકોએ પોતાની વહુ અને દીકરીને આગળ વધવા માટે સપોર્ટ કરતા રહેવું જોઈએ. કેવી રીતે પરંપરા તથા સંસ્કૃતિને જાળવીને જીવનમાં આગળ વધી શકાય છે તે પ્રેરણાએ સાબિત કરી બતાવ્યું છે. આજે જયપુરમાં લોકો ખુશીથી પોતાની વહુ-દીકરીઓને કેરિયરમાં સકસેસ મેળવવા માટે સાથ અને સહકાર આપી રહ્યા છે. પ્રણામ છે તે માતા-પિતા અને પરીવારજનોને જેઓ પોતાનાં ઘરની સ્ત્રીઓને સ્ત્રી પુરુષનાં અંતરને ભૂલીને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે.

 

 

જો તમને પણ પ્રેરણા સિંહની સ્ટોરી ગમી હોય તો જરૂરથી લાઈક, કોમેન્ટ અને શેર કરજો.

 

 

 

 

 

 

http://www.aamchori.com/ye-hai-rajputana-bahu/