મારા પપ્પા મારી બેકબોન છે…દરેકને ઇમોશનલ કરતી એક સ્ટોરી!

ફ્રેન્ડસ મમ્મી, માં, માતા અથવા બા વિશે લોકો બહુ વાત કરે છે, હું પણ માતાનાં સંઘર્ષ અને નિસ્વાર્થ પ્રેમને સાક્ષાત વંદન કરું છું. પરંતુ આજે અહીંયા માં વિષે નહીં પણ પિતા વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ. પિતા શબ્દ સાંભળીને અમુકનાં મનમાં ગુસ્સો આવ્યો હશે, અમુક ખીજાઈ ગયા હશે અને મારા જેવા લોકો જે પપ્પાનું નામ સાંભળતા જ કમળની જેમ ખીલી ઉઠે છે.

પિતા એક એવી વ્યક્તિ જે ઈમોશન્લી નહીં પણ પ્રેક્ટિકલ વિચારોનાં આધારે પોતાનાં સંતાનને ઉછેરે છે. સંતાન સાથે પિતાનાં રુડ અથવા નિયમયુક્ત બિહેવ્યરને દરેક નેગેટિવ ગણાવે છે, પણ ક્યારેય એવું વિચાર્યું છે કે કેમ કોઈ પિતા પોતાનાં બાળકો સાથે આવું કરે છે. કેમ તેઓ સ્ટ્રિક્ટ હોય છે. આ જ ટોપિક ઉપર તમારી સાથે એક કિસ્સો શેર કરવા જઈ રહી છું, તો એકવાર પપ્પાનાં ગુસ્સાને ભુલીને આ સ્ટોરી વાંચજો.

આ કહાની એક મીડલ ક્લાસ ફેમિલીનાં પિતાની છે, જે દરેક પળે કેવી રીતે અડિખમ ઉભા રહીને બાળકોનાં હિત માટે પગલાં લે છે તે અંગે જણાવી રહ્યાં છે.

પિતા રાજેશ કુમાર અને દીકરા જય વચ્ચેની આ સ્ટોરી શું શીખ આપી જાય છે તેને યાદ જરૂર રાખજો ફ્રેન્ડસ.

જયને ઘરમાં રહેવાનું મન જ નથી થતું, કારણ તેનું બીજું કઈ નહીં પણ તેનાં જ પપ્પા (રાજેશભાઈ) છે. જે તેને દરેક વાતે જયને ઠપકો આપતા રહે છે. નાની નાની વાતે તેને ટોકતા હોય છે અને આનાથી કંટાળીને જયને ઘરમાં રહેવાનું મન નથી થતું.

‘ટીવી બંધ કર્યા વગર જ તું રુમ માંથી જતો રહ્યો જ્યારે રુમમાં તારા સિવાય બીજું કોઈ જ નથી’
‘પેનને સરખી રીતે પેનસ્ટેન્ડમાં મૂક નહીંતર નીચે પડી જશે’

આવ તો કેટલાય ઠપકા જય રોજ સાંભળતો હતો.પપ્પાનાં નાની વાતોમાં મહેણાં મારવાનાં કારણે જય તેમને પસંદ નહતો કરતો. તેણે વિચારી લીધું કે નોકરી મળ્યા બાદ તે આ ઘરને છોડીને ચાલ્યો જશે. જૉબ મળ્યા બાદ તેને આ બધું બર્દાસ્ત નહીં કરવું પડે તે વિચારીને જયએ છેલ્લી રાત ઘરમાં પસાર કરવાનાં ઈરાદાથી નોકરી શોધવા લાગ્યો.

જય ઈન્ટરવ્યૂ માટે નીકળી રહ્યો હતો ત્યારેનું આ દ્રશ્ય….

રાજેશભાઈએ દીકરાને ઈન્ટરવ્યૂ માટે જતા સમયે કહ્યું કે ‘ઘભરાયા વગર દરેક પ્રશ્નોનાં જવાબ આપ જે. જો તને કોઈ સવાલનો જવાબ ન ખબર હોય તો કાન્ફિડન્ટની સાથે તે અંગે જણાવજે કે આનાં વિશે તને જ્ઞાન નથી.’ પિતાએ ઈન્ટરવ્યૂ માટે જતા જયને જરુરત હોય તેનાં કરતા વધારે પૈસા આપ્યાં.

જય ઈન્ટરવ્યૂ માટે નીકળે છે….

જ્યારે તે ઓફિસ પહોંચે છે ઈન્ટરવ્યૂ આપવા માટે, ત્યારે તે જોવે છે કે એન્ટ્ર્સ ગેટ પર વૉચમેન નથી અને દરવાજો પણ ખુલ્લો છે. દરાવાજાની ખીંટી ખુલ્લી હતી અને અંદર જતા લોકોને દરવાજાનાં કારણે તકલીફ પડી રહી હતી. ત્યારે જયએ કડી બરાબર લગાવીને બારણાને બંધ કરતા ઓફિસમાં પ્રવેશ્યો.

ઓફિસમાં પ્રવેશતા જ બંને બાજુ ફુલોનાં સુંદર છોડ હતા. જ્યાં માળીએ પાણીની પાઈપને ખુલ્લી મૂકેલી હતી, જેને કારણે પાણી ઉભરાઈને બહાર આવી રહ્યું હતું. જયએ આજુબાજુ જોયું પણ માળી ક્યાંય નહતો, એટલે તેણે પાણીની પાઈપને કુંડાળા પાસે મૂકીને ત્યાંથી આગળ વધ્યો.

રીસેપ્શન ઉપર પણ કોઈ ન હતું. તે છત્તા પણ ત્યાં એક નોટિસ મૂકેલું હતું કે ઈન્ટરવ્યૂ પહેલા માળે છે. તે ધીરે ધીરે સીડીઓ ચઢવા લાગ્યો.

ભર બપોરે સીડીની લાઈટ ચાલુ જોતા જ જયને પિતાનો ઠપકો યાદ આવી ગયો જે તેને ગત રાત્રે જ સાંભળવો પડ્યો હતો. વાત એમ હતી કે જય રાત્રે લાઈટ બંધ કરવાનું ભૂલી ગયો અને રાજેશભાઈએ તેને કહ્યું હતું કે લાઈટ બંધ કર્યા વગર જ તું કેમ રુમથી જતો રહ્યો? આ વિચાર સતત તેનાં મગજમાં ચાલી રહ્યાં હતાં અને તે વિચારીને જયએ ઇરિટેટ થઈને પણ સીડીની લાઈટ બંધ કરી.

જ્યારે જય પહેલા માળે પહોંચે છે અને ઘણા બધા ઈન્ટરવ્યૂ આપવા આવેલા કૅડિડેટને જોઇને વિચારમાં પડી જાય છે કે આટલા બધાની વચ્ચે મને જોબ મળશે કે નહીં. ગભરાહટ સાથે તે હૉલમાં દાખલ થયો અને તેનું ઘ્યાન વેલકમ લખેલા ડૉરમેટ ઉપર પડયું. જે ઊંધુંચત્તુ પડ્યું હતું. તેણે ડૉરમેટ સરખું કર્યું અને આગળ વધ્યો.

રુમમાં આગળની લાઈનમાં ઘણા કૅડિડેટસ ઉભા હતા અને પાછળની લાઈનો ખાલી હતી તો પણ ત્યાં પંખા ચાલી રહ્યાં હતા. તરત જ જયને પપ્પાનો અવાજ સંભળાયો ‘કોઈ નથી રુમમાં તો પણ કેમ પંખા ચાલુ છે?’ જરુરત ન હતી તે છત્તા પણ પંખા ચાલુ હતા જે જયબંધ કર્યા અને ખુરશીમાં જઈને બેસી ગયો.

ઈન્ટરવ્યૂ આપવા ગયેલા કૅડિડેટને તેણે તરત જ બાજુનાં રુમ માંથી બહાર નીકળતા જોયા. ત્યાં બેઠેલા દરેક કૅડિડેટ અંદર શું ચાલી રહ્યું છે તેનો કોઈને અંદાજો લગાવી રહ્યાં હતા.

જયનાં ઈન્ટરવ્યૂનો સમય આવ્યો……

જય ઈન્ટરવ્યૂયર પાસે ગભરાઈને ઉભો રહી ગયો અને ઓફિસરે તેને જોયા વગર જ તેનાં સર્ટીફિકેટ લેતા પૂછ્યું કે ‘તમે ક્યારથી જૉબ જોઈન કરી શકો છો?’

તેણે વિચાર્યું કે ‘આ ટ્રિકી સવાલ છે જે ઈન્ટરવ્યૂમાં પૂછાવાનો હતો અથવા મને જોકરી મળી ગયાની હિન્ટ છે?’ તે ખુબ જ વ્યાકુળ હતો.

જયનો આશ્ચર્યચકિત ચહેરો જોતા જ બોસએ પૂછ્યું કે ‘શું વિચારી રહ્યો છે?’. અહીંયા અમે કોઈને કોઈ પ્રશ્ન નથી કર્યા. અમુક સવાલોનાં જવાબ મેળવીને કોઈ વ્યક્તિની લાયકાત ઓળખી નથી શકાતું. તો અમે લોકોનાં ઍટિટ્યૂડને ટેસ્ટ કરવાનું વિચાર્યું. અમે અમુક ટેસ્ટ કૅડિડેટનાં વ્યવહારને આધારે રાખ્યા હતા, જે સીસીટીવી દ્વારા અમે ચકાસી રહ્યાં હતાં. અહીંયા આવેલ કૅડિડેટ માંથી કોઈએ પણ પાણીની વહેતી પાઈપને સરખી જગ્યાએ ન મૂકી, ડૉરમેટ સરખું ન કર્યું, કારણ વગર ચાલી રહેલ લાઈટ અને પંખાને બંધ નહતા કર્યા. માત્ર તું જ હતો જેણે આ કામ કર્યા. આ કારણથી તને જૉબ આપવાનું નક્કી કર્યું.

જય હંમેશા પપ્પાનાં નિયમ અને ઠપકાથી કંટાળી જતો હતો. હવે તેને ભાન પડ્યું કે પિતાનાં નિયમોને કારણે જ તેને આ જૉબ મળી છે. તરત જ તેનાં પપ્પા માટે થતી ઈરિટેશન અને ગુસ્સો ઓગળી ગયો. પપ્પાને ઓફિસ બતાવા લાવશે એ વિચારતા જય ખુશીથી ઘર જવા નીક્ળ્યો.

ચાલો અંત ભલા તો સબ ભલા..પિતા અને પુત્રનાં આ કિસ્સાથી ઘણું બધું જાણવા મળ્યું અને સમજાયું કે પપ્પા થોડા સ્ટ્રિક્ટ હોય છે પણ તેઓ આપણને પ્રેમ પણ એટલો જ કરે છે. આપણા પિતા આપણા બેકબોન બનીને જીવનભર મુશ્કેલીઓનો સામનો કરીને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપતા રહે છે. બસ આટલું જ યાદ રાખ જો કે પિતા આપણને જે કાંઈ પણ કહે છે તે આપણાં સારા ભવિષ્ય માટે જ કહેતા હોય છે. તેમની વાત માનવામાં જ આપણો હિત છુપાયેલ હોય છે.

જેમ પથ્થર ઉપર કોતરણી અને હથોડી માર્યા બાદ જ તેમાંથી એક સુંદર મૂર્તિ બનતી હોય છે. તેમ જ પપ્પાની શીખ અને ઠપકાથી જ આપણે એક સારા વ્યક્તિ બનતા હોઈએ છીએ.

માતા ૯ મહિના સુધી પેટમાં રાખીને સંતાનને પ્રેમ અને હુંફથી ઉછરે છે, પરંતુ પિતા આવું નથી કરતા તેઓ પોતાની સંતાનને ખભા પર બેસાડીને દુનિયાનાં એવાં સત્ય સાથે માહિતગાર કરે છે જે તેઓ નથી જોઈ શકતા.

માતાનાં પ્રસ્તૃતિનાં દર્દને તો સૌ કોઈ જાણે છે, પણ એક પિતાનાં દુઃખ ત્યારે જ ખબર પડે છે જ્યારે અન્ય કોઈ તે વિશે જણાવે છે. સાચી વાત કે નહીં મિત્રો?

એક સમયે જ્યારે માતા ઘરડી થઈ જાય છે ત્યારે તે દીકરા કે દીકરીનાં ઘરે જતી રહે છે, પરંતુ પિતાને ખબર નથી હોતી કે આવું કેવી રીતે કર્વું. તેઓ હંમેશા ઇન્ડિપેન્ડન્ટ હોય છે અને એકલા પણ.

એક વિનંતી રહેશે કે માતા-પિતા જીવતા હોય ત્યાં સુધી તેમને દુખી ન કરતા, કારણકે તેમનાં ગયા બાદ તો ફક્ત પસ્તાવો જ રહી જશે. તો પ્રયત્ન કરો કે માતા અને પિતા બંનેની ભાવનાનો આદર કરો અને તેમને ખુશ રાખો.

 

જો તમને આ વાત ગમી હોય તો પિતાના પ્રેમને યાદ કરીને લાઈક કરજો અને શેર કરીને અન્યને પણ આને સહેસાસ અપાવજો.