બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શું છે? શું દેશમાં ખરેખર તેની જરૂર છે?

વર્ષ ૨૦૨૨માં મુંબઈ-અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનો લક્ષ્ય છે. આ એક ટ્રેન હશે જે ત્રણ કલાકમાં 508 કિમીની મુસાફરી નક્કી કરશે. અત્યારે મુંબઈ-અમદાવાદની વચ્ચે દુરંતો સાડા પાંચ ક્લાકમાં ડિસ્ટન્સ નક્કી કરે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કોસ્ટ 1.20 લાખ કરોડ રુપિયા છે. એટલે કે દરેક કિલોમીટરે 236 કરોડ રુપિયાનો ખર્ચ થશે. આ અંગે ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે કે ખરેખર મુંબઈ-અમદાવાદને બુલેટ ટ્રેનની જરુર છે? શું આના બદલે એર ટ્રાવેલ્સનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચો કરવો ફાયદા કારક ન હોત?

તમને રેલ્વે બોર્ડનાં પૂર્વ ચેરમેન અરુણેંદ્ર કુમાર અને નેશનલ ઈનસ્ટિટ્યૂટ ઓફ કંસ્ટ્રક્શન મેનેજમેન્ટ એન્ડ રીસર્ચનાં ડીન ડૉ. જનાર્દન કોનેરની મદદથી આ સવાલોનાં જવાબ મળી રહેશે. વિગતમાં જાણવા માટે વાંચતા રહો આગળ…

 

સર્વ પ્રથમ જાણીયે શું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ?

મુંબઈ-અમદાવ વચ્ચે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ  ‘MAHSR’ કહેલાશે. 1.20 લાખ કરોડ રુપિયાનાં ખર્ચે આ પ્રોજેક્ટની નીવ મૂકવામાં આવી છે. મુંબઈથી અમદાવાદની વચ્ચે 508 કિમી રુટ ઉપર 2022 સુધી બુલેટ ટ્રેનને દોડતી કરવાનો ટારગેટ છે.

12 સ્ટેશન, 350 kmph સ્પીડ, 3 ક્લાકની સફર

મુંબઇ-અમદાવાદ માર્ગ પર બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ 350 કિમી / કલાક હશે. જો બુલેટ ટ્રેન ૧૨ સ્ટેશનો પર અટકી જાય તો તે 508 કિમીની યાત્રાને 3 કલાકમાં પૂર્ણ કરશે. સરેરાશ ઝડપ 170 કિમી / કલાક હશે. જો ૪ સ્ટેશનો મુંબઇ, અમદાવાદ, સુરત અને વડોદરા હશે તો આ સફર બે કલાકમાં પૂરુ કરી લેશે. આ કિસ્સામાં સરેરાશ ઝડપ 254 કિમી / કલાક હશે.

આ રૂટ ઉપર ૧૨ સ્ટેશન મુંબઇ, થાણે, વિરાર, ભોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી હોઈ શકે છે. આ માંથી મુંબઈનું સ્ટેશન અંડરગ્રાઉન્ડ હશે. બુલેટ ટ્રેનનો 7 કિ.મી. સમુદ્રની અંદર હશે. 508 કિમીના રૂટમાં 351 કિલોમીટર વિસ્તાર ગુજરાત અને 157 કિ.મી. મહારાષ્ટ્રમાંથી પસાર થશે. જે કુલ 92% એટલે કે 468 કિમી લાંબો રહેશે.

મુંબઈમાં 7 કિ.મી.નો ભાગ સમુદ્રમાં હશે. 25 કિ.મી.નો રુટ ટનલમાંથી પસાર થશે અને 13 કિમી જમીન પર રહેશે. બુલેટ ટ્રેન 70 હાઇવે, 21 નદીઓને પાર કરશે. 173 મોટા અને 201 નાના બ્રીજ બાંધવામાં આવશે.

શરૂઆતમાં 10 કોચ સાથેની ૩૫ બુલેટ ટ્રેન હશે. આ ટ્રેનો દરરોજ 70 રાઉન્ડ લગાવશે. 750 લોકો બુલેટ ટ્રેનમાં બેસી શકે છે. ભવિષ્યમાં 1200 લોકો માટે ૧૬ કોચની કેપેસીટી થઈ જશે. વર્ષ 2050 સુધીમાં આ ટ્રેનોની સંખ્યા વધારીને 105 કરવાની યોજના છે. બુલેટ ટ્રેનમાં દરરોજ 36,000 પેસેન્જર ટ્રાવેલ કરશે. 20કલાકનાં ત્રવેલા બાદ ટ્રેનને સાફ કરવા માટે 4 કલાક લાગશે.

 

બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટથી ઉઠતા મહત્વનાં પાંચ સવાલ, વિગતમાં જાણીયે આનાં વિશે…..

 

1. બુલેટ ટ્રેનની કિંમતથી 80 નવા એમ્સ બની શકે છે, શું આ ખર્ચે રેલવે ટ્રેકને સુધારી શકાય નહીં?

દરેક કિમી માટે ટ્રેન, ટ્રેક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ રૂ. 236 કરોડ હશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ કિંમત 1.20 લાખ કરોડ છે. આ કિંમતમાં દેશમાં 80 નવા એમ્સ બની શકે છે. એક એમ્સ બનાવવા પાછળ રૂ. 1500 કરોડ થાય છે. 1.20 લાખ કરોડનો આંકડો 5 વર્ષના રેલ્વેનાં સુરક્ષા ફંડ સમાન છે, જે વધી રહેલા અકસ્માતને લગતી જરુરીયાતો માટે  આવશ્યક છે. રેલ્વેને 300 પ્રોજેક્ટ્સ માટે 2 લાખ કરોડની જરૂર છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખર્ચ સાથે રેલવેના 150 બાકી પ્રોજેક્ટ પણ પૂર્ણ કરી શકાય છે.

 

EXPERT VIEW

રેલ્વે બોર્ડનાં પૂર્વ ચેરમેન અરુણેંદ્ર કુમારનું જણાવવું છે કે  પ્રોએજેક્ટમાં ફક્ત રેલ્વેની જમીન લાગેલી છે. 1.20 લાખ કરોડની કોસ્ટ માંથી 88 % જાપાન આપી રહ્યું છે તે પણ 0.1 ઈન્ટ્રેસ્ટનાં દરે. આ કોઈ પણ હિસાબે મોંઘો સોદો નથી. રેલ્વે સિક્યોરીટી દ્વારા સારું કામ કરવામાં આવી રહ્યું છે, પણ સુરેશ પ્રભુ માટે કમનસીબી એ છે કે રેલ્વે અક્સમાતો દિવસેને દિવસે વધી રહ્યાં છે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંસ્ટ્રક્શન મેનેજમેન્ટ એન્ડ રીસર્ચનાં ડીન જ્નાર્દન કોનેરેનું કહેવું છે કે જો હોસ્પિટલોમાં  કૌભાંડ થાય છે, તો પછી આપણે નવા હોસ્પિટલ ખોલવાનું બંધ નથી કરી દેતા. તે જ રીતે બુલેટ ટ્રેનમાં કોઈ નુકસાન નથી. અર્થતંત્રની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટની તાત્કાલિક જરૂર નથી. બુલેટ ટ્રેનની આવશ્યકતા આગામી 10 વર્ષોમાં જરૂરી હતી, પણ જો પહેલાં શરૂઆત થઈ  હોત આ પ્રોજેક્ટની તો તેમાં કોઈ ખરાબ વાત ન હોત.

 

2. 25 ટ્રેનો, 20 થી વધુ ફ્લાઈટ્સ અને અન્ય વિકલ્પ બાદ પણ બુલેટ ટ્રેન કેમ?

હાલમાં બન્ને શહેરો વચ્ચે 25 ટ્રેનો, 20 થી વધુ ફ્લાઈટ્સ અને 40 કરતાં વધુ ટ્રાવેલ કંપનીઓની 95 વોલ્વો તથા ડીલક્સ બસો ચાલી રહી છે. રેલવે દ્વારા આ પ્રોજેક્ટ 2023 સુધીમાં દોઢ કરોડ લોકો દર વર્ષે મુંબઇ-અમદાવાદ વચ્ચે મુસાફરી કરી શકે તે વિચારીને પ્રોજેક્ટની શરૂઆત કરી છે. એટલે કે, દરરોજ 41 હજાર લોકો અને આમાંથી  બુલેટ ટ્રેનથી 36 હજાર પેસેન્જરની જરૂરિયાત પૂરી થશે.

EXPERT VIEW

ડૉ. જનાર્દન કોનેરનાં હિસાબે બુલેટ ટ્રેનને બનાવવા પાછળનો ખર્ચો ચોક્કસપણે વધુ છે, પરંતુ તેની જાળવણી ખર્ચ હવાઈ અભિયાન કરતાં નોંધપાત્ર રીતે ઓછી છે. જો તમે 36 હજાર મુસાફરોને એક દિવસની મુસાફરીની તક આપવા માંગો છો, તો તમારે મુંબઇ-અમદાવાદમાં નવા એરપોર્ટની જરૂર પડત. જો આવું ન કરત તો નવી એર સ્ટ્રીપ્સ બનાવવી પડત જેની પાછળ આશરે આટલી જ રકમ લાગત.

 

3. દુરંતો સસ્તી પડશે તો પણ બુલેટ ટ્રેન કેમ?

બુલેટ ટ્રેનનું ભાડુ 2700 થી 3000 રૂપિયા વચ્ચે હશે. હવે મુંબઈ-અમદાવાદ એર ફેર એક મહિના પછી 1500 રૂ. છે અને થોડા દિવસ પછી આ એર ફેર 4000 રૂપિયા થઈ જશે. ફ્લાઈટ દ્વારા 1 કલાક 10 મિનિટનો સમય લાગે છે. દુરંતોનું ભાડું 2000 રૂપિયા છે તેને દોઢ કલાક લાગે છે. વોલ્વો બસનું ભાડું 1000 રૂપિયા છે તેઓ 10 કલાકમાં 531 કિમીની મુસાફરી નક્કી કરે છે.

EXPERT VIEW

અરુણેંદ્ર કુમાર જણાવે છે કે  એરપોર્ટ પહોંચ્યા બાદ બોર્ડિંગ પાસ અને સિક્યોરીટી ચેક સાથેનાં કુલ સમયની ગણતરી કરો તો બુલેટ ટ્રેનનાં 3 કલાકની મુસાફરી સમાન જ થશે. બુલેટ ટ્રેન 10 મિનિટમાં સ્ટેશન ઉપર પહોંચીને પણ પકડી શકો છો. આમાં તમે ફ્લાઇટ કરતાં વધુ સામાન લઈ જઈ શકશો. 2022 માં થઈ શક્ય છે કે બુલેટ ટ્રેન ફ્લાઇટનાં ભાડા કરતા ઓછી કિંમત લે.

 

4. શું ભારતને ખરેખર આ પ્રોજેક્ટની જરૂર છે?

એવું માનવામાં આવે છે કે આ પ્રોજેક્ટ 160 વર્ષ જૂના ભારતીય રેલ્વેમાં ક્રાંતિ લાવશે. શરૂઆતમાં 20 હજાર લોકોને રોજગારી મલી શકે છે. આ પ્રોજેક્ટ દ્વારા જયારે ટ્રેન ભારતમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ શરૂ થશે ત્યારે તે લાભ અન્ય માર્ગોને પણ મળશે. જ્યાં ઓછી કિંમત પર હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવી શકે છે.

EXPERT VIEW

અરુણેંદ્ર કુમાર કહે છે કે બુલેટ ટ્રેન ભારત માટે રેવોલ્યુશનરી સાબિત થશે. આ બે સ્થળો વચ્ચે સરળ અને ઝડપથી પહોંચશે. જેનાથી રોજગાર પણ વધશે. આમાં પડકાર એ છે કે આ પ્રોજેક્ટ ભારતમાં પહેલી વખત થઈ રહ્યું છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ ક્ષેત્રનો સૌથી મોટો માસ્ટર જાપાન છે આપણી સાથે છે, જેને કારણે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં સરળતા રહેશે.

 

 

5. દુનિયામાં જ્યાં બુલેટ ટ્રેન છે ત્યાં શું અસર જોવા મળી?

લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસનાં ડૉ. ગેબ્રિયલ અલ્ફેલડત એ પોતાના સંશોધનમાં જણાવ્યું કે બુલેટ ટ્રેન જે શહેરોમાં ચાલી રહી છે, ત્યાંની જીડીપી અન્ય શહેરોની સરખામણીએ 2.7% વધારે હતી. જાપાનમાં બુલેટ ટ્રેન ચલાવતી કંપની શિંકાંસેનની રીસર્ચ દર્શાવે છે કે જ્યાં જ્યાં બુલેટ ટ્રેનનાં  સ્ટેશનો હતા, તે શહેરોની સરકારોની આવક 155% વધી હતી. આ ટ્રેનો પરંપરાગત રેલ અથવા માર્ગ પરિવહનની તુલનામાં લગભગ 70% સમય બચાવશે.

બીસીડી કન્સલ્ટિંગ ગ્રૂપની સ્ટડી છે કે બુલેટ ટ્રેનમાં બોર્ડિંગ કરવાનો સમય  ફક્ત આઠ દસ મિનિટ છે, જ્યારે એર ટ્રાવેલમાં બોર્ડિંગ, ટેક્સી અને ટેક ઓફનાં  સમયમાં આશરે એકથી દોઢ કલાક લાગે છે.

 

વિશ્વની બાકીની બુલેટ ટ્રેનની ઝડપ શું છે?

– મેગલેવ જાપાન  :  જાપાનનાં યામાનાશીમાં આ ટ્રેનને ગયા વર્ષે 603 કિમી / કલાકની મહત્તમ ઝડપ હાંસલ કરી હતી. જો કે તે હજુ સુધી સંપૂર્ણપણે ઓપરેશનલ નથી. તે 2027 માં કાર્યરત થશે. ટોકયોથી નાગોયાના 286 કિ.મી.ની યાત્રા 40 મિનિટમાં નક્કી કરશે.

– મેગ્લેવ ચાઇના  :  ચાઇનામાં ચાલતી વિશ્વની સૌથી ઝડપી ટ્રેન છે. જેની મહત્તમ ગતિ 431 કિ.મી. /કલાક છે. તે માત્ર 7 મિનિટમાં શાંઘાઇ એરપોર્ટથી લોંગ્યાંગ સુધીની 30 કિમી નક્કી કરે છે. જેની મિનીમમ ટિકિટ 8 ડોલર છે.

– હાર્મની : તે શાંઘાઈથી નેનજિંગથી કનેક્ટ થાય છે. આની મેક્સિમમ સ્પીડ 380 કિ.મી. / કલાક છે, જે 1 કલાક અને 7 મિનિટમાં 301 કિલોમીટરનું અંતર કાપે છે. આની  ટિકિટ 22 ડોલર છે.

– ટર્નીટીલા ફ્રિકસીઆરોસા: આ ઇટાલિયન ટ્રેન યુરોપમાં સૌથી ઝડપી છે. જેની મહત્તમ ગતિ 354 કિ.મી. / કલાક છે, જે મિલાનથી 305 કિ.મી. મીલાન્સ અને  ફ્લોરેન્સ વચ્ચે 1 કલાક અને 39 મિનિટનો સમય લે છે. જેની મિનીમમ ટિકિટ ડોલર 34 છે.

– રેનેવે એવીઈ : આ ટ્રેન સ્પેનમાં ફરે છે, જેની મેક્સિમમ સ્પીડ 350 કિ.મી. / કલાક છે. તે છ કલાકમાં પેરિસથી બાર્સેલોના સુધી 1200 કિમીનો રૂટ ક્રોસ કરે  છે અને તેની ન્યૂનતમ ટિકિટ 68 ડોલર છે.

આવી ઝડપમાં બુલેટ ટ્રેન કેવી રીતે ચાલશે?

આ ટ્રેનો એરોડાયનેમિક્સ પર કામ કરે છે. તેનો ફ્રન્ટ ભાગ એરક્રાફ્ટ જેવો છે જેથી તેઓ હવાને ચીરીને ઝડપથી નીકળી શકે છે. તે ચુંબકીય લેવિટેશન પર કામ કરે છે, એટલે કે મેગ્નેટિક ટ્રેકની મદદથી અમુક કિલોમીટર ટ્રેનને ઉપર ઉઠાવી લે છે. ટ્રેન મિનીમમ વાઈબ્રેશન પર કામ કરે છે જેથી ઝડપમાં કોઈ અવરોધ ન આવે. બુલેટ ટ્રેન માટે તીષ્ણ ઘુમાવદાર ટ્રેક નથી બનાવવામાં આવતા. તે મોટા ભાગે સ્થિર જ ચાલતી હોય છે અને તેમાં કોઈ પણ પ્રકારની ક્રોસિંગ નથી હોતી. તેથી ટ્રેક બદલવાની કોઈ જરૂર નથી પડતી.

શું આ ફક્ત ભારતમાં જ કામ કરશે?

– 2022 સુધીમાં, જાપાનના પ્રથમ તબક્કામાં જાપાનમાં 24 બુલેટ ટ્રેન લાવવામાં આવશે. તેમની કિંમત 4500-5000 કરોડની હશે. તે પછી ટ્રેનોની સંખ્યા 36  કરવાની પ્લાનિંગ ચાલી રહી છે. ત્યાર બાદ ભારતમાં ટ્રેનો બનાવવામાં આવશે.

– દિલ્હી-મુંબઇ, લખનઉ-વારાણસી, મુંબઇ-ચેન્નાઇ મારફતે દિલ્હી-કોલકાતા, દિલ્હી-ચંદીગઢ, મુંબઇ, નાગપુર અને દિલ્હી-નાગપુર રૂટમાં હાઇ સ્પીડ ટ્રેન ચલાવવા વિશે વિચારવામાં આવી રહ્યું છે.

 

 

 

https://www.bhaskar.com/news/NAT-NAN-analysis-all-about-bullet-train-in-india-what-why-cost-and-expert-view-5694503-PHO.html