જો જીવનમાં જોયતા હોય અનેક લાભ…તો આ મંત્રોનો ઉચ્ચાર કરવાનું રાખો

આપણા હિંદુ ધર્મમાં મંત્રો એક વિશેષ મહત્વ ધરાવે છે. મંત્રોના માધ્યમથી અનેક મુશ્કેલ કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકાય છે.આપણા ઋષિ-મુનિઓએ દૈનિક જીવન સાથે જોડાયેલા દરેક કામ પહેલા કે પછી એક વિશેષ મંત્ર બોલવાનું વિધાન બનાવ્યું છે, પરંતુ બદલાતા સમયની સાથે આપને આ પરંપરાથી દૂર થઇ રહ્યા છીએ. આજે અમે તમને ૧૦ એવા મંત્રો વિષે જણાવી રહ્યા છીએ જે સવારે ઉઠવાથી લઇને રાતના સુતા પેહલા દરેક વ્યક્તિએ બોલવા જોઈએ. આ ૧૦ મંત્ર આ પ્રકારે છે –

૧. સવારે ઉઠતાં જ પોતાની બન્ને હથેળી જોઇને આ મંત્ર બોલવો :

 કરાગ્રે વસતે લક્ષ્મી, કરમુલે સરસ્વતી |

   કરમધ્યે તૂ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ ||

અર્થ : (મારા) હાથનાં આગળના ભાગમાં લક્ષ્મી માતા, મધ્યમાં સરસ્વતી માતા અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુનો નિવાસ છે.

આ મંત્ર બોલવાનો મુખ્ય ઉદેશ્યતો એ જ છે કે આપને પોતાના કર્મ પર વિશ્વાસ રાખીએ અને ભગવાનને એવી પ્રાથના કરીએ કે આપણા કર્મ કરીએ જેનાથી જીવનમાં ધન, સુખ અને જ્ઞાન પ્રાપ્ત થાય. આપણા હાથોથી એવા કર્મ થાય જેનાથી બીજાનું ભલુ થાય.

 

૨. ધરતી ઉપર પગ રાખતા પહેલા આ મંત્ર બોલો :

સમુદ્ર્વસને દેવિ પર્વતસ્તન મંડલે |
વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પશં ||

અર્થ – ધરતી માતા, જેમની પાસે સમુદ્રનાં રુપમાં કપડાં અને પર્વતો તથા જ્ંગલો તેમનાં શરિર પર છે.જે ભગવાન વિષ્ણુના પત્ની છે. હું તમને નમન કરું છું. મને મારા પગથી તમને સ્પર્શ કરવા બદલ માફ કરજો.

 

 

3. દાતણ કરતા પેહલા આ મંત્ર બોલો :

આયુર્બલં યશો વર્ચ : પ્રજા :

પશુવસૂનિ ચ બ્રહ્મપ્રજ્ઞાં

ચ મેઘાં ચ ત્વન્નો દેહી વનસ્પતે ||

 

 

 

 

 

૪. સ્નાન પેહલા બોલો આ મંત્ર :

ગંગે | ચ યમુને ! ચૈવ ગોદાવરી !

સરસ્વતી ! નર્મદે ! સિન્ધુ ! કાવેરી !

જલેસ્સિન સન્નિઘિં કુરુ ||

ઓ પવિત્ર નદીઓ ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી; મહેરબાની કરીને આ પાણીમાં મારી પાસે હાજર રહો અને તેને પવિત્ર બનાવો.

 

 

૫. સૂર્યને અર્ઘ્ય આપતા પહેલા બોલો આ મંત્ર :

ભાસ્કરાય વિહ્મહે, મહાતેજાય

ઘીમાહિ તન્નો સુર્યઃ પ્રચોદયાત ||

 

૬. ભોજન કરતા પહેલા બોલો આ મંત્ર :

ઓમ સહનાવવતુ સાહાનૌભુનાકતુ,

સહવીર્યમ કર્વાવાહે |

તેજસ્વીના વધીતમસ્તુ, મા વિધ્વિષાહે ||

 

૭. ભોજન કાર્ય પછી બોલો આ મંત્ર :

અગસ્ત્યમ કુમ્ભકર્ણ ચ શનિન ચ બડવાનલમ |

ભોજનમ પરીપાકાર્થ સ્મરેત ભીમમ ચ પંચમ ||

 

૮. અભ્યાસ કરતા પેહલા બોલો આ મંત્ર :

ઓમ શ્રી સરસ્વતિ શુક્લવર્ણમ સસ્મિતામ

સુમાનોહરામ કોતીચંદ્રપ્રભામુષ્ટપુષ્ટ

શ્રીયુક્ત વિગ્રહમ ||

 

૯. સાંજે પૂજા કરતી વખતે બોલો આ મંત્ર :

ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેનિયમ

ભર્ગો દેવસ્ય ધીમાહિ ધિયો નઃ પ્રચોદયાત ||

 

૧૦. રાતના સુતી વખતે બોલો આ મંત્ર :

અચ્યુતમ કેશવમ વિષ્ણુ હરિ સોમ જનાર્દનમ |

હસમ નારાયણમ કૃષ્ણ જપતે દુ:સ્વપ્રશાન્તયે ||