જાણો ક્યાં ક્યાં ભટક્યા પછી મળે છે મનુષ્ય અવતાર

૮૪ લાખ યોનિ ભટક્યા પછી આ રીતે થાય છે મનુષ્યનો જન્મ

ધર્મગ્રંથોમાં આ વાતનો વિસ્તાર મળી આવે છે કે કેટલી યોનિઓમાં ભટક્યા પછી મનુષ્યને જન્મ મળે છે, સાથે જ મનુષ્ય જન્મના  કેવા કર્મ કરવાથી શું થાય છે. આજે અમે તમને જણાવીશું ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવેલી મનુષ્ય જીવન સાથે જોડાયેલી થોડી રોચક જાણકારીઓ….

વિવેક ચૂડામણી  પ્રમાણે
ભગવાને ૮૪ લાખ  યોનિનું સર્જન કર્યુઁ છે, જેમાં ૩૦ લાખ યોનિ વૃક્ષ-છોડ, ૨૭ લાખ યોનિ કીડી-મકોડા, ૧૪ લાખ યોનિ પક્ષી, ૯ લાખ યોનિ જળચર નસ અને  ૪ લાખ યોનિ પશુઓની છે. આ યોનીઓમાં ભટક્યા પછી સારા કર્મોના આધારે જીવનને મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય છે.

પદ્મપુરાણ પ્રમાણે
સાધન ધામ મોચ્છ કર દ્વારા | પાઈ ન જેંહિ પરલોક સંવારા ||
અર્થ – મનુષ્ય યોનિ મેળવી જે વ્યક્તિ સારા કર્મ કરે છે, તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે, તેને જ મુક્તિ મળે છે. પરંત દુષ્કર્મ અને પાપ-કૃત્ય કરનાર વ્યક્તિને નરક જ મળે છે.

આચાર્ય ચાણક્ય પ્રમાણે
પુનર્વિત્તં પુનર્મિત પુનર્ભાર્યા પુનર્મહીએતત્સર્વં પુનર્લભ્યં ન શરીરં પુનઃ પુનઃ ||
અર્થ – મનુષ્યનું જીવન  એકવાર નષ્ટ થઇ ગયા પછી ફરી મળતું નથી. માટે વ્યક્તિએ જીવનનો ઉપયોગ હંમેશાં પરોપકાર અને સારા કર્મ કરવામાં જ કરવો જોઈએ.

 

પદ્મપુરાણ પ્રમાણે
નરક સ્વર્ગ અપવર્ગ નસેની | ગ્યાન બિરાગ ભગતિ સુભ દેની ||
અર્થ – મનુષ્ય યોનિ નરક, સ્વર્ગ અને મોક્ષની સીડી છે. તે શુભજ્ઞા, વૈરાગ્ય અને ભક્તિ પ્રદન કરનારી  માનવમાં આવે છે.

રામચરિતમાનસ પ્રમાણે
બ ભાગ મનુષ તન પાવા | સુર દુર્લભ સદ્દ ગ્રંથન ગાવા ||
અર્થ – સૌભગ્યૈની વાત છે કે આ મનુષ્ય દેહ દેવતઓને પણ દુર્લભ છે.