યુવાઓને પણ સંક્રમિત કરી રહ્યો છે નવો વાયરસ, આ નવા લક્ષણો જોવા મળે તો થઈ જાઓ એલર્ટ

દેશ હાલમાં કોરોના મહામારીની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના વાયરસનો કહેર અને તેના લક્ષણો પહેલા કરતાં ઘાતક દોવા મળી રહ્યા છે. આ સમયે જેનરેસ્ટ્રેસ ડાયગ્નોટિક સેન્ટરના પ્રમુખે કહ્યું છે કે હાલમાં કેટલાક નવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ લક્ષણો ગયા વર્ષ કરતાં અલગ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વર્ષે આ વાયરસ સૌથી વધારે યુવાઓને સંક્રમિત કરી રહ્યો છે.

યુવાઓમાં જોવા મળી રહ્યા છે આ પ્રકારના નવા લક્ષણો

image source

સેન્ટરના પ્રમુખના જણાવ્યા અનુસાર આ વખતે યુવાઓમાં મોઢું સૂકાઈ જવું, ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલની તકલીફ, મતલી, નબળા થવું, લાલ આંખો અને માથું દુખવાની ફરિયાદના રૂપમાં લક્ષણો જોવા મળી રહ્યા છે. તેઓએ વધુમાં કહ્યું કે દરેકને તાવની ફરિયાદ હોતી નથી, અને ટેસ્ટિંગને મોટાપાયે કરી રહ્યા છે. આ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મશીનોને લઈને કોઈ સમસ્યા નથી. સમસ્યા સરકરાના નવા નિયમથી છે કે 24 કલાકમાં રિપોર્ટ આપવાનો રહે છે.

દિલ્હીમાં હવે 24 કલાકમાં મળશે કોરોનાનો રિપોર્ટ

દિલ્હી સરકારે શનિવારે આદેશ આપ્યો છે કે હવે ટેસ્ટ કરાવ્યાના 24 કલાકમાં રિપોર્ટ જાહેર કરી લેવાનો રહેશે. દિલ્હીમાં કોરોનાના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અને આ સ્થિતિમાં ઓક્સીજન બેડની પણ અછત વધી રહી છે.

image source

દેશમાં કોરોના જે ગતિએ ઝડપ પકડી રહ્યો છએ તે જોતાં અનેક રાજ્યોએ અઠવાડિયા કે 15 દિવસનું લોકડાઉન લગાવી દીધું છે. જેમાં ખાસ કરીને જરૂરી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. આ સિવાય કડક રીતે નિયોમનું પાલન કરાશે. તો ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં લોકોએ અને વેપારી એસોસિયેશને સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કર્યું છે જેથી આ મહામારીને અટકાવવામાં મદદ મળી શકે.

ગુજરાતમાં હાલમાં આવી છે સ્થિતિ

ગઈકાલે રાજ્યમાં કોરોનાના 11403 નવા કેસ નોધાયા છે જે ખરેખર ચિંતાનો વિષય છે. આ સાથે જ

image soucre

ગઈકાલે કોરોનાથી 117 દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધી કુલ 5494 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલમાં 341 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 68,754 એક્ટિવ કેસ છે. આ સ્થિતિને જોતાં રાજ્યના અનેક ડોક્ટર્સ પણ કહી ચૂક્યા છે કે ગુજરાતમાં એક લોકડાઉનની તાતી જરૂર છે. આમ છતાં રૂપાણી સરકાર લોકોની સુવિધા અને દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવા માટે કડક લોકડાઉનનો નિર્ણય આપી રહી નથી. ગૃહમંત્રી અમિત શાહે હવે લોકડાઉનનો નિર્ણય રાજ્યો પર છોડી દીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!