ભાવુક થઈ જવાય એવા કિસ્સા, પુત્રએ પોર્ટેબલ બાટલાથી પિતાને ઓક્સિજન આપ્યો, તો પુત્રવધૂએ ચાર કલાક સુધી સાસુને પવન નાખ્યો

હાલમાં કોરોના પોતાના પીક પર ચાલી રહ્યો છે અને દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. હવે ગુજરાતમાં દરરોજ 10000 કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે સામે 100 લોકોની ઉપર મોત થઈ રહ્યા છે, આ સાથે જ દરેક મોટા મોટા શહેરોની હાલત પણ ખરાબ છે. રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. દર્દીઓને સારવાર માટે ડોક્ટર પહોંચી શકતા નથી. ખાનગી હોસ્પિટલમાં બેડ મળતાં નથી. સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. દર્દી એમ્બ્યુલન્સ,ખાનગી વાહન, રિક્ષામાં ઓક્સિજન પર હોય છે છતાં કોઈનું કોઈ ન હોય એવા સીન જોવા મળી રહ્યા છે.

હાલમાં માહોલ એવો છે કે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા દર્દીને બચાવવા માટે તેનાં પરિવારના લોકો એડીચોટીનું જોર લગાવી દે છે અને સેવા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ પણ ભુલાઈ જતું જોવા મળે છે. કારણ કે દર્દીને પાણી આપવાથી લઇને ઓક્સિજન આપવા સહિત સ્વજનો જે સહાય કરે છે એ ડોક્ટરની સારવારથી જરા પણ કમ હોતી નથી. આજે તમારી સાથે એવા કેસની વાત કરવી છે કે જેમા લાગણી ભારોભાર છલકાય છે અને લોકોથી પણ રડી જવાય છે. પહેલો કેસ છે ગોંડલના ખાંડાધાર ગામના ગોવિંદભાઇ રામજીભાઇ ડાંગરનો કે જેમને રવિવારે સવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમનાં પરિવારજનોએ ગોવિંદભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઓક્સિજનના બાટલા પણ ગોંડલમાં ઉપલબ્ધ નહોતાય

image source

ત્યારબાદની વાત કરીએ તો ક્યાંયથી ઓક્સિજન ન મળતા મેડિકલ સ્ટોરમાંથી ઓક્સિજનના પોર્ટેબલ બાટલા મળતાં એ ખરીદી લીધા હતા. પરિવારના સભ્યે ગોવિંદભાઇને ખોળામાં સુવડાવી હાથથી પોર્ટેબલ બાટલાથી ઓક્સિજન આપવાનું શરૂ કર્યું હતું અને તેણે બે પોર્ટેબલ બાટલાની મદદથી પ્રૌઢને હેમખેમ હોસ્પિટલે પહોંચાડ્યા હતા. હવે આ ફોટો વાયરલ થઈ રહ્યો છે અને લોકો સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. એવો જ એક બીજો દાખલો છે કે જે દરેક ઘરની વહુ માટે પણ સમજવા જેવો છે, કારણ કે હાલમાં માહોલ એવો છે કે લગ્ન બાદ અનેક દીકરાઓ પોતાનાં માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેતા હોય છે, ત્યારે આજની યુવા પેઢીને પ્રેરણારૂપ આપતું એક દૃશ્ય એ સૌ કોઈને લાગણીસભર બનાવી દીધા.

image source

બન્યું એવું કે પિતા કોરોનાગ્રસ્ત હતા. એમ્બ્યુલન્સ ન મળી તો પુત્ર ઈકો કારમાં પિતાને લઈને સિવિલ હોસ્પિટલે લાવ્યો. ઓક્સિજન ચાલુ હતો, પરંતુ પિતાને ગભરામણ થઇ અને પરસેવો વળતાં પુત્રએ પોતાના શ્વાસથી પિતાની ગરમી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાના પિતાને ઝડપથી સારવાર મળે એ માટે સતત ચિંતા કરતો રહ્યો હતો. રવિવારે સિવિલમાં કોરોનાગ્રસ્ત સાસુની સેવા માટે તેની પુત્રવધૂ ડોક્ટરથી પણ ચડિયાતી સાબિત થઇ એક એવો પણ દાખલો સામે આવ્યો છે જેણે સૌના દિલ જીતી લીધા છે.

image source

જો આ કેસની મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો બાબરિયા કોલોનીમાં રહેતાં રંજનબેન ગોસાઈ કોરોના પોઝિટિવ આવ્યાં. તેઓ ઘરે જ આઈસોલેટેડ થયાં હતાં. રવિવારે તેમની તબિયત બગડી. એમ્બ્યુલન્સ ન મળી તો તેના પુત્ર અને પુત્રવધૂ રિક્ષામાં ચાલુ ઓક્સિજને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા. સવારે સિવિલમાં પહોંચ્યા બપોરે 1.00 વાગ્યા સુધી તેમને સારવાર ન મળી. 40 ડીગ્રીમાં પુત્રવધૂએ રંજનબેનને સારવાર ન મળી ત્યાં સુધી સાસુની સેવા કરી. સાસુને તડકો ન લાગે તે માટે રિક્ષામાં જ પડદો કર્યો અને ફાઈલની મદદથી સતત પવન નાખતા રહ્યા હતા.

image source

આ દ્રશ્યએ પણ લોકોના દિલ જીતી લીધા. આ સાથે જ હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં કોરોનાને પગલે સૌથી કપરી સ્થિતિ અમદાવાદની છે. અહીં હાલમાં દૈનિક 3 હજારની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. આમ, અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે 2600થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદમાં માત્ર એપ્રિલ મહિનામાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!