આ પાવર યોગા ઓછી કરી દેશે તમારી પેટની અને કમરની ચરબીને ઓછી, જાણો કેવી રીતે

10 મીનીટના પાવર યોગાથી સડસડાટ પેટની અને કમરની ચરબીને દૂર કરો

આજે જ્યારે વિવિધ જાતની બીમારીઓ જોવા મળે છે ત્યારે આ બધાથી પોતાની જાતને કેવી રીતે બાચવી શકાય અને બને તેટલા ઓછા બીમાર પડાય તેવા ઉપાયો લોકો શોધતા થયા છે. લોકો હવે પોતાની સ્વસ્થતાને લઈને જાગૃત થયા છે. લોકો વિવિધ રીતે સ્વસ્થ રહેવાનું આયોજન કરતા થયા છે. પણ ઓછા સમય તેમજ માર્ગદર્શનના અભાવે કોઈ આયોજન નથી થઈ શકતું. આજના વ્યસ્ત જીવનના કારણે સતત સમયનો અભાવો રહે છે અને તેમાં પોતાના શરીરની ફીટનેસ કે હેલ્થ માટે સમય કાઢવો મુશ્કેલ થઈ ગયો છે.

image source

આવા સંજોગોમાં તમારી હેલ્થ સતત ખરાબ થતી રહે છે, પેટની આસપાસ ચરબીના થરના થર જામ્યા કરે છે અને મેદસ્વીતા સામાન્ય રોગો ઉપરાંત બીજા વધારા રોગને શરીરમાં આમંત્રણ આપવાનું કામ કરે છે. તો સમયના અભાવે તમે તમારા શરીરને સ્વસ્થ ન રાખી શકતા હોવ તો આજે અમે તમારા માટે માત્ર દસ મીનીટના એક પાવરયોગાના લાભ વિષેની માહીતી લઈને આવ્યા છે. આ પાવર યોગા સેલેબ્રીટીથી માંડીને સામાન્ય લોકો કરતા થઈ ગયા છે કારણ કે તેમાં ઓછા સમયમાં વધારે ચરબી તેમજ વજન ઘટે છે. તો ચાલો જાણીએ પાવર યોગા વિષે.

શું છે પાવર યોગા ?

image source

યોગ આપણા સ્વાસ્થ્યને અઢળક લાભ પહોંચાડે છે. યોગમાં સૂર્ય નમસ્કાર તેમજ શરીર માટે જરૂરી બીજા યોગનો ઉમેરો કરીને એક પાવર યોગ બનાવવામાં આવ્યો છે, જેને કરવાથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો અને શરીરને સ્વસ્થ પણ બનાવી શકો છો. આ પાવર યોગાને જીમ યોગા પણ કહેવામાં આવે છે. આ યોગમાં એ પ્રકારના આસનને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જેનાથી તમારા સંપૂર્ણ શરીરનો વ્યાયામ એક સાથે થઈ જાય છે. આ આસનમાં તમારા હાર્ટને સ્વસ્થ રાખવા તેના હાર્ટ રેટ વધારવાથી માંડીને શરીરની કેલરી ઘટાડવા સુધીનું કામ કરે છે. આ પાવર યોગા મેદસ્વીતા તો ઘટાડે જ છે પણ શરીરના ઓવરઓલ સ્વાસ્થ્યને પણ સુધારે છે અને હાડકા તેમજ સ્નાયુઓ મજબુત બનાવે છે.

પાવર યોગાથી સડસડાટ ઘટે છે વજન

image source

સામાન્ય યોગમાં ધીમે ધીમે તમારા વજનમાં ઘટાડો જોવા મળે છે. સામાન્ય યોગમાં તમારા શ્વાસ પર ધ્યાન આપવામાં આવે છે પણ પાવર યોગામાં વર્કાઉટની જેમ તમારા શ્વાસની સાથે સાથે તમારા શરીરના સ્નાયુઓ પર પણ ધ્યાન આપવામાં આવે છે. અહીં તમારે સામાન્ય યોગના નિયમોની જેમ વધારે નિયમો નથી પાળવા પડતા. બીજા યોગમાં તમારું શરીર આંતરિક રીતે સ્વસ્થ થાય છે અને તેના પર જ વધારે ધ્યાન આપવામાં આવે છે જ્યારે પાવર યોગામાં તમારા શરીર પર કેન્દ્રીત થવામાં આવે છે. તે તમારા શરીરની ચરબી ઝડપથી ગાળે છે અને ખુબ જ ઝડપથી તમારું શરીર સ્નાયુબદ્ધ અને ચુસ્ત બને છે અને તેની સાથે સાથે તમારા શરીરની ઉર્જા પણ વધે છે.

પાવર યોગાના લાભ

image source

– સૌ પ્રથમ ફાયદો તો એ છે કે પાવર યોગા કરવાથી સામાન્ય યોગા કરતાં વધારે ઝડપથી વજનમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત વિવિધ બીમારીઓથી પણ છૂટકારો મળે છે. જેમ કે અસ્થમા, હૃદયની બીમારી, ડાયાબીટીસ વિગેરેમાંથી છુટકારો મળે છે. જો તેવી કોઈ બીમારી હોય તો તેમાં રાહત થાય છે અને જો તેવી કોઈ બીમારી ન હોય તો તેનું જોખમ ટળે છે.

image source

– પાવર યોગા કરવાથી શરીરમાં ઝડપથી લોહીનું વહેણ વધે છે, જેનાથી શરીરની ઇમ્યુનીટીમાં વધારો થાય છે. આ ઉપરાંત માનસિક તાણ પણ દૂર થાય છે. શરીરમાંથી વધારોનો પરસેવો બહાર નીકળવાથી શરીરમાંથી ઝેરી દ્રવ્યો પણ બહાર નીકળે છે.

image source

– સામાન્ય યોગ તેમજ વર્કઆઉટની જેમ પાવર યોગા તમને એક સારી ક્વોલીટીની ઉંઘ આપે છે. અને સારી ઉંઘના ફાયદા પણ અનેક છે. સૌ પ્રથમ ફાયદો તો તે તમારી ત્વચાને સુંદર બનાવે છે, તમારા વાળ પણ હેલ્ધી બનાવે છે. તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધારે છે.

image source

– આ ઉપરાંત પાવર યોગાથી તમારી શારીરીક લવચીકતામાં વધારો થાય છે. વારંવાર નસ પકડાઈ જવાની સમસ્યા રહેતી હોય તો તે ધીમે ધીમે દૂર થાય છે, શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ