આ સાપને કહેવામાં આવે છે યમરાજ, જો ડંખ મારે તો ક્ષણમાં જ માણસનું મોત નક્કી, જાણો સૌથી ઝેરી સાપ વિશે

સામાન્ય રીતે કોઈ વ્યક્તિ સાપનું નામ સાંભળીને ગભરાઈ જાય છે અને જો સાપ સામે આવે છે, તો પછી દરેક વ્યક્તિ તેના શ્વાસ ગણવા માંડે એવી પરિસ્થિતિ ઉભી થઈ જાય છે. દુનિયામાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે. કેટલાકનું ઝેર એટલું ભયંકર છે કે વ્યક્તિ એક ક્ષણમાં મરી જાય છે, જ્યારે અમુક સાપ વ્યક્તિને કરડ્યો હોવા છતાં પણ તે જીવંત રહે છે. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે બ્લેક માંબા સાપને વિશ્વનો સૌથી ઝેરી સાપ માનવામાં આવે છે.

image source

વિશ્વમાં લગભગ 3500 પ્રકારના સાપ જોવા મળે છે, જેમાંથી 600 સાપ ઝેરી છે. બ્લેક માંબા સાપ વિશ્વના સૌથી ઝેરી સાપમાં ગણાય છે. જંગલી પ્રાણીઓ પણ તેના ઝેરથી ડરી જાય છે. આફ્રિકામાં મામ્બા સાપના કરડવાથી દર વર્ષે 20 હજાર લોકો મૃત્યુ પામે છે એવી પણ એક માહિતી સામે આવી રહી છે.

image source

બ્લેક માંબાને સૌથી ચપળ સાપ પણ માનવામાં આવે છે. તે 20 કિ.મી.ની ઝડપે દોડી શકે છે. જો તે આપણી પાછળ પડી જાય તો તેનાથી બચવું ખૂબ જ મુશ્કેલ છે. તે એટલો આક્રમક છે કે જ્યારે તે સહેજ ભય અનુભવે છે ત્યારે થોડી સેકંડમાં 10-12 વખત કરડે છે. તે તેના પીડિતના શરીરમાં 400 મિલિગ્રામ સુધી સાપનું ઝેર છોડી દે છે. તેના ઝેરનો એક ટીપું મારવા માટે પૂરતું છે. જો આ માંબા કોઈને ડંખ મારશે, તો પછી 95 ટકા સુધી મૃત્યુ થવાની સંભાવના છે. માત્ર 5 ટકા લોકો જ બચી શક્યા છે.

image source

એ જ રીતે કોબ્રા સાપ વિશે વાત કરવામાં આવે તો તે એક સરીસૃપ પ્રાણી છે તેની ગણતરી પેટ વડે ઘસડાઈને ચાલતા પ્રાણીઓના વર્ગમાં થાય છે.અંગ્રેજીમાં તેને રેપ્ટાઇલ વર્ગ કહેવાય છે..કોબ્રાનું ભારતીય નામ ‘નાગ’ છે..સામાન્ય રીતે ભારતીય કોબ્રાની લંબાઈ ૧.૭ મીટર થી ૨.૨ મીટર સુધીની હોય છે. કોબ્રાનો ખોરાક નાના સ્તનવર્ગનાં જીવો,સરકતા જીવો અને જળચર પ્રાણીઓ છે..કોબ્રા પોતાના શિકારને આજગરની જેમ આખો જ ગળી જાય છે. કોબ્રા ઝેરમા ન્યુરોટોક્સીની માત્રા ખુબ જ વ્યાપક હોય છે. જે સીધી જ્ઞાનતંતુઓ પર અસર કરે છે.જેના કારણે શરીરની માંસપેશીઓ નિષ્ક્રિય થઈ જાય છે. તથા શરીરને લકવો થઈ જાય છે.

image source

પફ એડડર પણ સૌથી ઝેરી આફ્રિકન સાપની પ્રજાતિમાની એક છે, તેને મોટાભાગના માનવ મૃત્યુ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ સાપની લંબાઈ લગભગ 1 મીટર હોય છે. પફ એડડરનો ખોરાક સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને ગરોળીઓ છે. આ સાપને ખુબ જ ખરાબ સ્વભાવના સાપ કહેવામાં આવે છે..આ સાપ ક્યારેય કેદમાં સ્થાયી થતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong