વિશ્વના 30 અલગ-અલગ દેશો બાદ હવે અમદાવાદમાં દેખાઈ આ રહસ્યમયી વસ્તુ

હાલમાં અમદાવાદના લોકોમાં એક વસ્તુને લઈને ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે, કારણ કે એક એવી વસ્તુ જોવા મળી કે જે ભારમાં પહેલીવાર છે. અને આ વસ્તુ દુનિયાના અલગ અલગ 30 દેશોમાં પણ જોવા મળી છે. તો આવો વિગતે જાણીએ કે શું છે આ વસ્તુ કે જેની આખી દુનિયામાં ચર્ચા થવા લાગી છે. તો વાત કંઈક એવી છે કે દુનિયાના 30 અલગ અલગ શહેરોમાં જોવા મળ્યા બાદ હવે મોનોલિથ ભારતમાં પણ આવી ચુક્યું છે. શહેરની વાત કરીએ તો પ્રાપ્ય માહિતી અનુસાર આ સ્ટ્રક્ચર અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની પાર્કમાં લાગ્યું છે. મોનોલિથ એક સ્ટીલ સ્ટ્રક્ચર છે. તેની ઊંચાઈ 6 ફૂટથી વધારે છે. જો કે આને જમીનમાં ખૂંપ્યાનું કોઈ નિશાન જોવા મળી રહ્યું નથી.

image source

પણ આ બધા વચ્ચે રસપ્રદ વાત એ છે કે અહીં કામ કરતા માળીને આ વિશે કંઈ જ માહિતી નથી. માળી આસારામ જણાવે છે કે તેઓ એક વર્ષથી અહીં કામ કરી રહ્યા છે. તેમજ આ અંગે આસારામનું કહેવું છે કે જ્યારે તેઓ અહીંથી સાંજે પોતાના ઘરે ગયા ત્યારે પાર્કમાં આ સ્ટ્રક્ચર નહોતુ. સવારે પાછા ડ્યૂટી પર આવ્યા તો આ સ્ટીલનું સ્ટ્રક્ટર અહીં જોવા મળ્યું. ત્યારબાદ તેમણે ગાર્ડન મેનેજરને આની જાણકારી આપી. અત્યાર સુધી એ જાણી નથી શકાયું કે આ મોનોલિથ ક્યાંથી આવ્યું. પણ એમાં વળી જોવા જેવી વાત એ છે કે ત્રિકોણ સ્ટીલના સ્ટ્રક્ચર ઉપર કેટલાક નંબર પણ લખવામાં આવ્યા છે. પાર્કમાં આવનારા લોકો આને ઘણી જ ઉત્સુકતાથી જોઇ રહ્યા છે.

image source

પ્રવાસીઓ આવી તો રહ્યા જ છે અને આ સાથે જ તસવીરો પણ ક્લિક કરાવી રહ્યા છે. આ સ્ટીલના મોનોલિથના એકદમ ઉપર એક સિમ્બોલ પણ બન્યું હતુ. મોનોલિથને લઇને અનેક લોકો આને મિસ્ટ્રી સ્ટોનના નામે પણ ઓળખે છે. અત્યાર સુધી આ વિશ્વના લગભગ 30 દેશોમાં જોવા મળ્યું છે. સૌથી પહેલા અમેરિકાના ઉટાહમાં જોવા મળ્યું હતુ. ત્યારબાદ રોમાનિયા, ફ્રાન્સ, પોલેન્ડ, યૂકે અને કોલંબિયામાં જોવા મળ્યું હતુ. ભારતમાં આ પહેલીવાર જોવા મળ્યું છે. આને લઇને દુનિયામાં અલગ-અલગ થિયરી છે. કેટલાક લોકો આને એલિયનનું કામ પણ ગણાવે છે.

image source

આ મૉનોલિથ વિશે કોઈ માહિતી ન હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના બગીચાવિભાગના ડિરેક્ટર જિજ્ઞેશ પટેલે બીબીસી ગુજરાતીની સંવાદદાતા ઋષિ બેનરજીને જણાવ્યું છે. જિજ્ઞેશ પટેલે કહ્યું, “હાલ હું રજા પર છું એટલે મને બહુ માહિતી નથી કે આ મૉનોલિથ ક્યારે મૂકવામાં આવ્યો. ગાર્ડનમાં કંઈ થાય તો માહિતી મળી જાય છે. આ વિશે મને એક વ્યક્તિને ફોન આવ્યો હતો જે બાદ મેં તપાસ કરાવી છે. તેઓ વધુમાં જણાવે છે કે “આ મૉનોલિથ નથી પણ શિલ્પ છે. મૉનોલિથ બીજી વસ્તુ છે. તે પ્રાકૃતિક રીતે પ્રકટ થાય છે અને ગાયબ પણ થઈ જાય છે. આ ગાર્ડનમાં આકર્ષણ ઊભું કરવા માટે મૂકવામાં આવ્યું છે.” રસપ્રદ વાત એ છે અમદાવાદમાં જોવા મળેલા આ મૉનોલિથમાં થોડા અણસાર પણ અપાયા છે.

image source

આ ત્રિકોણાકારના થાંભલા જેવા શિલ્પ પર કેટલીક સંખ્યા પણ લખાઈ છે. ‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’ના અહેવાલ પર અનુસાર આ મૉનોલિથ પર અપાયેલી સંખ્યા કુદરત અને વન્યજીવોના રક્ષણ તરફ ઇશારો કરે છે. જોકે, ખરેખર આ સંખ્યા શું કહેવા માગે એ સ્પષ્ટ થઈ શક્યું નથી. મૅટલના આ શિલ્પ પાછળ એક મહિલા શિલ્પકાર હોવાનું અખબાર જણાવે છે. પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે આ કલાકારે અખબારને જણાવ્યું છે આ પ્રકારની કલાકૃતિ “લોકોને જીવનના ઉંડાણને સમજાવે છે અને આ જ આ શિલ્પનો સાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ