નવા વર્ષની શરૂઆતમાં જ Jioએ કર્યો ધમાકો, બધા જ કોલ ફ્રીમાં

રિલાયન્સ જિયોએ જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2021થી તમામ લોકલ વોઈસ કોલ્સ મફત હશે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા રિલાયન્સ જિયોએ બીજા નંબર પર લોકલ કોલ્સ માટે ગ્રાહકો પાસેથી પૈસા લેવાનું શરૂ કર્યું હતું.

image source

આ માટે ઘણી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી હતી. રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં કહ્યું છે કે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ) ના હુકમ મુજબ ઇન્ટરકનેક્ટ યુઝેસ ચાર્જ (આઈયુસી) 1 જાન્યુઆરીથી વોઈસ કોલ્સ માટે બંધ કરવામાં આવી રહ્યું છે. એટલે કે, હવે અન્ય નેટવર્ક્સ પર રિલાયન્સ જિયો તરફથી કોલ કરવા માટે કોઈ અલગ પૈસા ચૂકવવા નહીં પડે.

image source

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2019માં રિલાયન્સ જિયોએ નિર્ણય લીધો હતો કે પોતાના ગ્રાહકો જો અન્ય નેટવર્ક સાથે જિયોમાંતી કોલ કરશે તો તેના પૈસા લેવામાં આવશે. આ માટે, કંપની ટ્રાઇના આઈયુસી ચાર્જ ટાંકવામાં આવ્યા હતા. હવે ટ્રાઇએ આઈયુસી નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે અને તેના કારણે રિલાયન્સ જિયોએ પણ લોકલ ઓફનેટ કોલ માટે ફ્રી કોલની જાહેરાત કરી છે.

image soucre

જો કે, અહીં નિશુલ્ક કોલિંગનો અર્થ એ નથી કે જિયો ગ્રાહકો કોઈપણ પ્લાન એક્ટિવ કર્યા વિના નિશુલ્ક કોલિંગ કરી શકશે. પહેલાના જે પ્લાન હતા એ એમ જ કાર્ય કરશે. એટલે કે તમારી પ્લાનની જે માન્યતા હશે, હવે ઓન નેટ અને ઓફ નેટ પર કોલિંગ કરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. સપ્ટેમ્બરથી કંપનીએ બીજા નંબર પર કોલિંગ કરવા માટે પૈસા લેવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બરથી કંપનીએ આઈયુસી પર આધારિત કેટલાક રિચાર્જ પેક પણ લોંચ કર્યા હતા. એમાં જિયોથી બીજા નંબર પર લોકલ કોલિંગ માટે મિનિટ આપવામાં આવી હતી. એકંદરે વાત કરીએ તો યુઝરો માટે ઓછામાં ઓછી એક સારા સમાચાર તો લાવ્યું છે.

image source

રિલાયન્સ જિયો પછી, કેટલીક અન્ય ટેલિકોમ કંપનીઓએ પણ ઓફ-નેટ કોલિંગ માટે કેટલાક પૈસા લેવાનું શરૂ કર્યું. પરંતુ હવે ટ્રાઇએ આઈયુસી ચાર્જ હટાવવાની ઘોષણા કરી છે, તો બીજી કંપનીઓ પણ ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત કરી શકે છે. જિયોએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે કંપનીએ પોતાનું વચન પૂરું કર્યું છે અને આઈયુસી પૂરી થતાં જ ફ્રી ઓફ-નેટ લોકલ કોલ કરી નાંખ્યા છે. આ પહેલા પણ જિયો તરફથી લોકલ કોલિંગની સુવિધા મફત હતી.

image source

આ પહેલા ઓક્ટોબર મહિનામાં જિયોએ કંઈક આવી ઓફર બહાર પાડી હતી. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે નવી પ્રીપેઇડ યોજનાઓ તો લાવતી જ રહે છે, પણ હવે કંપની તેના ફીચર ફોન ગ્રાહકો માટે પણ જોરદાર ઓફર લઈને આવી છે. કંપનીની ઓફર અંતર્ગત ગ્રાહકો રિલાયન્સ જિયોના ફિચર ફોન Jio Phone-2ને 141/મહિનાની કિંમતે ખરીદી શકે છે.

image source

આ એક EMI યોજના છે, જેની માહિતી કંપનીની વેબસાઇટ પર આપવામાં આવી છે. જિઓફોન-2 ફિચર ફોનની અસલ કિંમત 2999 રૂપિયા છે, જો કે તે EMI ઓફર હેઠળ દર મહિને 141.17 રૂપિયાના હપ્તા પર ખરીદી શકાય છે. વેબસાઇટ અનુસાર ફક્ત ક્રેડિટ કાર્ડ યુઝર્સો જ આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. ગ્રાહકો આ ફોન કંપનીની ઓફિશિયલ વેબસાઇટ Jio.com પરથી ખરીદી શકે છે. ફોન ખરીદવા માટે સૌપ્રથમ આ વેબસાઈટ પર તમારો પિન કોડ દાખલ કરો અને તમારી ઉપલબ્ધતા તપાસો. ડિલિવરી ચાર્જ 99 રૂપિયા ચૂકવવો પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ