વર્ક ફ્રોમ હોમના બદલે આવ્યું ઓફિસ જવાનું, તો આ મહિલા ધ્રુજી ઉઠી, વીડિયો જોઈ પેટ પકડીને હસશો

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો જોઈને એવા હસી રહ્યા છે કે બોખા થઈ ગયા છે. કારણ કે આ વીડિયો જબરદસ્ત કોમેડી છે. તો આવો વાત કરીએ આ વીડિયો વિશે. કોરોના વાયરસના યુગમાં ઘરેથી કામ કરવાની ફરજ પડી ગઈ હતી. હવે જ્યારે પરિસ્થિતિ થોડી કાબૂમાં આવી ગઈ ત્યારે ઘણી ઓફિસો શરૂ થઈ ગઈ છે, પરંતુ લોકોને ફરીથી ઓફિસ જવાનું પસંદ નથી. લોકોને ઓફિસ જવામાં હવે કેટલો કંટાળો આવે એનું જ આ ઉદાહરણ છે.

image source

બન્યું એવું કે જ્યારે હરજસ શેઠીને ઓફિસનો એક ઇમેઇલ મળ્યો કે હવે ઘરેથી કામ કરવાને બદલે તમારે કામના સ્થળે પરત ફરવાનું છે, ત્યારે તે ધ્રુજવા લાગી છે. હરજસે એક વીડિયોમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તમે પણ આ જોઈને વિચારમાં પડી જશો કે ખરેખર આ લેડી એટલી બધી કંટાળી હશે ઓફિસથી.

જોઈ શકાય છે કે, વાયરલ વીડિયોમાં સેઠી કહે છે, “અરે, મારી સાથે એક ખૂબ જ દર્દનાક ઘટના બની છે. ત્રણ દિવસ પહેલા જ ઓફિસ તરફથી ‘રિટર્ન ટુ વર્કનો એક ઇમેઇલ આવ્યો. તો શુ મતલબ થયો? મતલબ હવે રજાઈમાંથી નીકળીને, સ્નાન કરીને, તૈયાર થઈને ઓફિસ જવાનું. લોકોની શકલ જોવી પડશે. આવું કંઈ કેટલું બોલે છે અને પછી કહે છે કે મારા તો રૂંવાડા ઉભા થઈ રહ્યા છે. હવે આ વીડિયો જોઈ લોકો મજા લઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે.

કોરોના વાયરસ મહામારીને કારણે ઓફિસમાં વર્ક કલ્ચરને લઇને ઘણા બધા ફેરફાર જોવા મળ્યા હતા. કોરોના સંક્રમણને રોકવા માટે કામના સ્થળો પર વર્ક ફ્રોમ હોમની સુવિધાઓ આપવામાં આવી છે. આ હેઠળ કર્મચારી પોતાની ઓફિસના બદલે ઘરે રહીને કામ કરી શકે છે. ત્યારે હવે સરકાર એવા નિયમ પર વિચાર કરી રહી છે જેના હેઠળ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ પસંદ કરવા મળશે. શ્રમ મંત્રાલયે જાન્યુઆરી મહિનામાં આ માટે એક ડ્રાફ્ટ જારી કર્યો છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ખાણકામ, ઉત્પાદન અને સેવા ક્ષેત્રના કર્મચારીઓને નવા કાયદાના મુસદ્દામાં સમાવવામાં આવશે.

શ્રમ મંત્રાલયના હોમ ડ્રાફ્ટના કામ પ્રમાણે આઇટી ક્ષેત્રે ઘણી સુવિધાઓ મેળવી શકાશે. આ મુસદ્દામાં આઇટી કર્મચારીઓને કામના કલાકોની માફી પણ મળી શકે છે. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર આઇટી ક્ષેત્રે કાર્યરત કર્મચારીઓની સલામતી માટે ડ્રાફ્ટમાં જોગવાઈ કરવામાં આવી છે. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર સર્વિસ સેક્ટરની જરૂરિયાત પ્રમાણે પ્રથમ વખત એક અલગ મોડેલ તૈયાર કરાયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ