શિયાળામાં ખાલી એક ગ્લાસ નવશેકા પાણી સાથે કરી લો આ વસ્તુનું સેવન, શરીરની ઘણી બીમારીઓ થઇ જશે છૂ

મિત્રો, લગભગ મોટાભાગના ઘરમા તજને એક મસાલા રૂપે ઉપયોગમાં લેવામા આવે છે. તેમાં પુષ્કળ માત્રામા મેંગનીઝ, કેલ્શિયમ અને ફાયબર જેવા પોષકતત્વો સમાવિષ્ટ છે, જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય આ મસાલામા એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરસ ગુણતત્વો સમાવિષ્ટ છે. તેમા પણ ઠંડીની ઋતુમા તો તજનો વિશેષ પ્રયોગ કરવો જોઈએ.

image source

નિયમિત ડાયટમા તજનો સમાવેશ કરવાથી આપણને અનેકવિધ લાભ પ્રાપ્ત થઇ શકે છે. આ માટે તમે નિયમિત એક ગ્લાસ નવશેકા પાણીમા એક ચપટી તજનો પાઉડર મિક્સ કરી તેનુ સેવાન કરી શકો છો. આ રીતે આ પીણાનુ સેવન કરવાથી તમને અનેકવિધ લાભ મળી શકે છે.

image source

આ મસાલાને ન્યૂટ્રિશન અને મિનરલ્સનુ પાવરહાઉસ ગણવામા આવે છે. પેટ અને પાચન માટે આ મસાલો એકદમ શ્રેષ્ઠ ઔષધી માનવામા આવે છે. આ મસાલાનો ઉપયોગ પૌરાણિક સમયથી એક શ્રેષ્ઠ ઔષધી તરીકે કરવામાં આવે છે. તો ચાલો આજે આ લેખમા આ પીણાના સેવનથી થતા લાભ વિશે માહિતી મેળવીએ.

મગજ તેજ થાય :

image source

જો તમે હુંફાળા પાણીમા એક ચપટી જેટલો તજ પાવડર ઉમેરી અને તેને મિકસ કરીને નિયમિત તેનુ સેવન કરો તો તમારુ બ્રેન પાવર વધે છે અને તમારી મેમરી પણ તેજ બને છે.

યૂરિન સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય :

image source

આ પીણામા પુષ્કળ માત્રામા ડાઈયૂરેટિક ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમને યૂરિન સાથે સંકળાયેલી સમસ્યાઓ સામે રાહત આપે છે.

પાચન મજબુત બને :

image source

આ પીણામા એક ચપટી જીરુ પાવડર મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરો તો તમારુ પાચન ખુબ જ સારુ રહે છે અને તમને ડાયરિયાની સમસ્યામા પણ લાભ મળે છે.

જોઈન્ટ પેઈનની સમસ્યા દૂર થાય :

image source

આ પીણામા એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જો તમે નિયમિત વહેલી સવારે તેનુ સેવન કરો છો તો તમને જોઈન્ટ પેઈનની સમસ્યામા રાહત મળી શકે છે.

ઘા મા રૂઝ લાવે :

આ પીણામા પુષ્કળ માત્ત્રમા એન્ટીસેપ્ટિક ગુણતત્વો પણ સમાવિષ્ટ હોય છે. જે તમારા ઘા ને જલ્દી ઠીક કરવામા સહાયરૂપ સાબિત થશે.

ઈમ્યૂનિટી બુસ્ટ કરે :

image source

આ પીણાનુ નિયમિત સેવન કરવાથી તમારી ઈમ્યૂનિટી પણ વધુ પડતી મજબૂત બને છે, તેમા પુષ્કળ માત્રામા એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જે તમારા શરીરમા રહેલી બીમારીઓને દૂર કરવામા સહાયરૂપ સાબિત થાય છે.

વજન નિયંત્રણમા લાવે :

image source

જો તમે આ પીણાનુ નિયમિત સેવાન કરો તો તે તમારા શરીરમા રહેલા ટોક્સિક બહાર કાઢવામા સહાયરૂપ સાબિત થાય છે અને તમારી ભૂખને નિયંત્રણમા રાખે છે તથા જંકફૂડ્સના સેવનને પણ ટાળવુ. જેથી, તમારુ વજન નિયંત્રણમા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત