જો તમને પણ રાત્રે આ વસ્તુઓ ખાવાની આદત હોય તો આજથી જ છોડી દેજો, નહિં તો…

મિત્રો, આપણી વચ્ચે ઘણા એવા લોકો પણ છે કે, જેમને રાત્રીના સમયે ખુબ જ તીવ્ર ભૂખ લાગતી હોય છે અને આ તીવ્ર ભૂખના કારણે તે તાત્કાલિક કોઈપણ વસ્તુ ખાઈને પોતાની ભૂખને સંતોષી લે છે પરંતુ, આજે આ લેખમા અમે તમને અમુક એવી ખાણીપીણીની ચીજવસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે રાતના સમયે તમારે ભૂલથી પણ ખાવી ના જોઈએ નહિતર તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

બર્ગર :

image source

આ જંકફૂડનુ જો તમે રાતના સમયે સેવન કરો છો તો તે તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે કારણકે, તેમા સ્વાદ વધારવા માટે પનીર અને ચટણીનો ઉપયોગ કરવામા આવે છે પરંતુ, આ વસ્તુઓ પેટમા પ્રાકૃતિક એસિડનુ ઉત્પાદન વધારે છે, જેનાથી તમને હૃદય સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યા થઈ શકે છે. તેથી સહ્ક્ય બને તો રાતના સમયે આ વસ્તુનુ સેવન કરવાનુ ટાળો.

પાસ્તા :

image source

આ વસ્તુમા કેલરીનુ પ્રમાણ ખુબ જ વધારે પડતુ હોય છે. તેમા કાર્બોહાઈડ્રેટની માત્રા ખુબ જ વધારે હોય છે. જે ચરબીમા પરિવર્તિત થઇ જાય છે. આ ઉપરાંત તે ચીઝ અને અન્ય ફેટી ચીજોથી બનાવવામાં આવે છે, જેના કારણે તેમા ગ્લાસ ઇન્ડેક્સનુ પ્રમાણ ખૂબ જ વધારે રહે છે. રાતના સમયે તેનુ સેવન આપણા હૃદય અને પાચક સિસ્ટમ માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે

ડાર્ક ચોકલેટ :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા કેફીન અને અન્ય ઉત્તેજક તત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા હૃદયને કાર્યરત રાખે છે અને તમારા મગજને આરામ આપવાના બદલે તે મગજમા તણાવનુ પ્રમાણ વધારે છે અને તે તમારી ઊંઘમા પણ ખુબ જ ખરાબ અસર કરી શકે છે.

બ્રેકફાસ્ટ :

image source

બ્રેકફાસ્ટમા ખવાતી હોય તેવી વસ્તુઓને રાત્રીના સમયે ના ખાવી જોઈએ કારણકે, ચિપ્સ જેવા નાસ્તામા પુષ્કળ માત્રામા મોનોસોડિયમ ગ્લુટામેટ સમાવિષ્ટ હોય છે. જે તમને અનિંદ્રા જેવી સમસ્યાઓ આપવાની સાથે-સાથે સ્વાસ્થ્ય સંબંધીત અનેકવિધ સમસ્યાઓ પણ ઉત્પન્ન કરી શકે છે.

પિઝા :

image source

લોકો જ્યારે પણ રાતના સમયે પાર્ટીનુ આયોજન કરતા સમયે પીઝા જેવી વસ્તુઓ ખાવાનુ વધારે પડતુ પસંદ કરે છે. જો તમે રાત્રીના સમયે પીઝાનુ સેવન કરો છો તો પાચકતંત્રને ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે. તેમા વાપરવામાં આવતી ચટણી અને અન્ય મસાલા તમારા માટે હૃદયના હુમલાનુ જોખમ વધારે છે. માટે જો શક્ય બને તો રાત્રે આ વસ્તુનુ સેવન કરવાનુ ટાળો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત