Stay Home Stay Safe, એક હજામની દુકાનના કારણે આખુ ગામ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયુ

મધ્યપ્રદેશમાં એક હજામની ભૂલથી આખા ગામને માથે આવ્યું કોરોના વાયરસનું સંકટ.

image source

સમગ્ર વિશ્વની સાથે જ્યારે ભારત દેશ કોરોના વાયરસ નામક મહામારી સામે બાંયો ચડાવી લડી રહ્યું છે ત્યારે અમુક એવાં ગેરજવાબદાર લોકો સામે આવી રહ્યાં છે એનાં લીધે ભારત સરકાર અને અન્ય લોકો દ્વારા રાખવામાં આવેલી તકેદારીઓ ઉપર પાણી ફરી વળે છે.

ગત શનિવારે કેન્દ્ર સરકાર દ્વારા અમુક શરતોને આધીન પોતપોતાનાં ધંધા-દુકાનો ખોલવાની છૂટ આપવમાં આવી હતી. સરકારે આ દરમિયાન પૂરતી તકેદારીઓ રાખવાનું દરેકને સૂચન કર્યું હતું પણ મધ્યપ્રદેશમાં ખરગોન જિલ્લાનાં બડગાંવનાં એક હજામે સરકારનાં આ સૂચનોની અવગણના કરી અને એનું પરિણામ આખા ગામે ભોગવવું પડ્યું.

image source

નાનકડાં ગામમાં જ્યાં હજામ પોતાની નાનકડી દુકાનોમાં શહેરો કરતાં ઓછાં રૂપિયા લઈ વાળ-દાઢી કરતાં હોય છે ત્યારે એ લોકો પૂરતી ચોખ્ખાઈ નથી રાખતાં. વાપરેલી બ્લેડ, ઉપયોગમાં લેવાયેલ ટાવલનો પુનઃ ઉપયોગ આવી બધી વસ્તુઓ ત્યાં અવારનવાર બનતી હોય છે. મધ્યપ્રદેશનાં બડગાંવમાં હજાર દ્વારા દરેક ગ્રાહક માટે કરવામાં આવેલાં એક જ કપડાનો ઉપયોગ આખા ગામને કોરોનાની બીમારી આપતો ગયો.

image source

ખરગોનનાં નાયબ મામલતદાર મુકેશ નિગમ દ્વારા જણાવ્યાં મુજબ થોડાં દિવસો પહેલાં ઈન્દોરથી આવેલાં એક યુવકે આ હજામને ત્યાં દાઢી બનાવી હતી. કોરોનાનાં લક્ષણો દેખાતાં હોવાનાં લીધે અગાઉથી જ એ યુવકનું સેમ્પલ લેવાઈ ચૂક્યું હતું, જે પોઝિટિવ આવ્યું. યુવકને ત્યારબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, અને થોડાં દિવસમાં એ સાજો-સારો પણ થઈ ગયો.

image source

આ વાતથી અજાણ હજામે એ યુવકની દાઢી બનાવતાં ઉપયોગમાં લીધેલું કપડું પોતાનાં ત્યાં વાળ-દાઢી કરાવવા આવેલાં અન્ય ગ્રાહકો માટે પણ ઉપયોગમાં લીધું. જ્યારે જિલ્લા પ્રશાસન દ્વારા એ હજામને ત્યાં ગયેલાં છવ્વીસ લોકોનું સેમ્પલ લીધું તો એમાંથી સત્તર સેમ્પલ નેગેટિવ અને નવ સેમ્પલ પોઝિટિવ નીકળ્યાં. પોઝિટિવ લોકોને તત્કાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.

image source

બી.એમ.ઓ દિપક વર્માએ કહ્યું છે કે હજુ ત્રણ લોકોનાં સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ ઉપરાંત ૩૪ જેટલાં શંકાસ્પદ લોકોને પણ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

આખા ગામમાં અત્યારે ભયનો માહોલ ફેલાઈ ચૂક્યો છે અને આ ભયનું કારણ એક હજામની ભૂલ છે. હવે તમે જ વિચારો કે આવું આપણી જોડે પણ બની શકે છે જો આપણે તકેદારી નહીં રાખીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ