આ રીતે બદલી નાખો તમારું WhatsAppનું સેટિંગ, નહિં તો થઇ શકે છે હેક

જો તમે પણ એવું ઇચ્છતા હોય કે કોઈ હેકર તમારું વ્હોટ્સએપ એકાઉન્ટ હેક ન કરી લે તો તમારે તાત્કાલિક જ તમારા વ્હોટ્સએપનું સેટિંગ બદલી લેવું જરૂરી છે. હાલના સમયમાં આધુનિક હેકર્સ વ્હોટ્સએપ એક્સેસ મેળવવા માટે નવા રસ્તાઓ શોધી લે છે અને તેમાં તેઓ સફળ પણ થઇ રહ્યા છે. સાયબર સિક્યુરિટી એક્સપર્ટ Zak Doffman ની વાત માનીએ તો અહીં નીચે દર્શાવેલ સરળ પ્રોસેસ દ્વારા હેકર્સ માટે તમારું વ્હોટ્સએપ હેક કરવું કોઈ અઘરી વાત નથી.

કઈ રીતે કામ કરે છે આ ખતરનાક સિસ્ટમ

image source

અસલમાં જ્યારે પણ તમે કોઈ નવા ડિવાઇસમાં તમારું વ્હોટ્સએપ એકાઉન્ટ લોગીન કરો છો ત્યારે વ્હોટ્સએપ તમારા રજીસ્ટર્ડ કરાયેલા ફોનમાં એક વેરિફિકેશન એસએમએસ મોકલે છે. ભૂલથી પણ જો આ એસએમએસ હેકર્સના હાથમાં છે અને વળી તમારા ફોનમાં એસએમએસ નોટિફિકેશન બારમાં પણ પ્રિવ્યુ સાથે દેખાય છે તો તમારું વ્હોટ્સએપ હેક કરવું હેકર્સ માટે સરળ બની જાય છે.

image source

એટલું જ નહિ પણ હાલના સમયમાં એવા માલવેર પણ બજારમાં આવી ગયા છે.જેના દ્વારા હેકર્સ દૂર બેસીને પણ તમારા ફોન પર આવનારા વ્હોટ્સએપ વેરિફિકેશન એસએમએસમાં આપવામાં આવેલા 6 અંકના કોડને મેળવી શકે છે. આ કોડ નાખતા જ હેકર્સ તેના ડિવાઇસમાં તમારું વ્હોટ્સએપ ઓપન કરી શકે છે.અને આ રીતે વ્હોટ્સએપ હેક કરી હેકર્સ તમારા કોન્ટેક્ટમાં રહેલા સગા સંબંધીઓને મેસેજ કરી પૈસાની માંગણી કરી શકે છે કે અન્ય કોઈ બાબત પણ પૂછપરછ કરી શકે છે જેમાં ગુનાખોરી જેવી બાબત પણ થઇ શકે.

image source

આ રીતે સિસ્ટમનો દુરુપયોગ કરી કરવામાં આવતા હેક અંગેનો ખુલાસો ગયા વર્ષે Express.co.uk એ તેના અહેવાલમાં કર્યો હતો. જો કે છેલ્લા અમુક સમયથી આ પ્રકારના બનાવો વધુ બની રહ્યા છે. જો કે આ બાબતે બહુ ગભરાવવાની પણ જરૂર નથી કારણ કે તમે તમારા વ્હોટ્સએપ પર એક નાનકડા સેટિંગ દ્વારા તમારા વ્હોટ્સએપને હેક થતા બચાવી શકો છો.

બહુ ઉપયોગી છે વ્હોટ્સએપનું આ સેટિંગ

image source

વ્હોટ્સએપમાં યુઝર્સને ટુ સ્ટેપ વેરિફિકેશન નામથી એક ફીચર્સ આપવામાં આવે છે. જેમાં તમારે 6 અંકનો એક કોડ સેટ કરવાનો રહે છે. આ ફીચર્સનો ફાયદો એ છે કે જયારે પણ તમે કોઈ નવા ડિવાઇસ પર તમારું વ્હોટ્સએપ એકાઉન્ટ લોગીન કરશો ત્યારે તમારી પાસે આ કોડ માંગવામાં આવશે. એટલું જ નહિ આ કોડ તમને લોગીન થયા બાદ વચ્ચે પણ પૂછવામાં આવી શકે.

આ રીતે કરો વ્હોટ્સએપમાં સેટિંગ

image source

ટુ સ્ટેપ વેરિફિકેશન એક્ટિવ કરવા માટે તમારે તમારા વ્હોટ્સએપને ઓપન કરવાનું રહેશે

ત્યારબાદ Setting માં જઈને Account પર ક્લિક કરવાનું રહેશે

અહીં તમને ટુ સ્ટેપ વેરિફિકેશન (Two Step Verification) નામનું વિકલ્પ જોવા મળશે

image source

જેમાં તમે Enable ના વિકલ્પ પર ક્લિક કરી તમારી પસંદગીનો કોડ સેટ કરી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ