આવતીકાલથી આટલા ફોનમાં WhatsApp બંધ થઈ જશે

1 જાન્યુઆરીથી એટલે કે, આવતીકાલથી વોટ્સએપ ઘણા ફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે. તમારો ફોન પણ આ યાદીમાં શામેલ નથી એ જોઈ લેજો. રિપોર્ટ અનુસાર આઇઓએસ 9 અને એન્ડ્રોઇડ 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમની નીચેના ઓપરેટિંગ સ્માર્ટફોનમાં WhatsApp કામ કરશે નહીં. જો તમારી પાસે આ સંસ્કરણ સાથેનો ફોન છે, તો તમારે WhatsApp ચલાવવા માટે અપગ્રેડ કરવાની જરૂર છે. અપગ્રેડ પછી જ તમે તેનો ઉપયોગ કરી શકશો.

image source

આ સાથે જ સમાચાર આવ્યા કે, કેટલાક સ્માર્ટફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. કંપનીએ તેની જાહેરાત પહેલા જ કરી દીધી છે. જો તમે પણ જૂનો સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમે આજે જ તેને અપગ્રેડ કરાવી લો. ફેસબુકની કંપની WhatsAppએ FAQ પેજ અપડે કરીને તેમાં એવા સ્માર્ટફોન્સ વિશે જાણકારી આપી છે જેમાં વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. તેમાં Android, iOS અને Windows ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોન્સ છે.

image source

ઉલ્લેખનીય છે કે, વોટ્સએપએ આ વર્ષે 1 જુલાઈથી Windows Phone માટે અપડેટ આપવાનું બંધ કરી દીધું હતું. થોડાં સમય પહેલાં જ વોટ્સએપએ જણાવ્યું હતું કે, વિન્ડોઝ ફોનના યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરવા માગે છે તો ફોન બદલી દે. 31 ડિસેમ્બરથી વોટ્સએપ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરવાનું બંધ કરી દેશે. Android 2.3.7 વર્ઝન પર ચાલનાર સ્માર્ટફોન્સ અથવા તેનાથી નીચેના વર્ઝન વાળા સ્માર્ટફોન્સમાં વોટ્સએપનું સપોર્ટ બંધ થઈ જશે. આગામી વર્ષ એટલે કે 2020થી યૂઝર્સ તેમાં વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે. કંપનીએ કહ્યું કે, આ ફોનથી યૂઝર્સ વોટ્સએપ એકાઉન્ટ નહીં બનાવી શકે.

image source

આ સિવાય જો તમે એન્ડ્રોઇડ ફોન્સની વાત કરો તો આ લિસ્ટમાં Android 4.0.3 વર્ઝનવાળા ફોન્સ શામેલ છે. એટલે જે તમે આ વર્જનના ડિવાઈસ પર તમે વોટ્સએપ ચલાવી શકશો નહીં. જેમાં HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr, Samsung Galaxy S2 જેવા મોડલ્સ શામેલ છે.

image source

કંપનીએ આપેલી જાણકારી અનુસાર જો વાત કરીએ તો Windows ઓપરેટિંગ સિસ્ટમવાળા તમામ સ્માર્ટપોન્સ, iOS 8 અથવા તેનાથી નીચેના વર્ઝનવાળા આઈફોન અથવા આઈપેડ અને Android version 2.3.7 અથવા તેનાથી નીચેના વર્ઝનવાળા સ્માર્ટફોનમાં 31 ડિસેમ્બરથી વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે.

કેવી રીતે જાણવું કે તમારો ફોન કઈ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે

>> જો તમે આઇફોન યુઝર છો, તો પહેલા સેટિંગ્સમાં જાઓ.

>> પછી General પર ક્લિક કરો.

image source

>> Information પર જઈને, તમને તમારા આઇફોનની સોફ્ટવેર વિગતો મળી જશે.

Android યુઝરો કેવી રીતે જાણશો કે તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે

>> Android વપરાશકર્તાને પહેલા સેટિંગ્સ પર જવાની જરૂર છે.

>> અહીં About Phone પર જઈને, યુઝર ફોનની ઓપરેટિંગ સિસ્ટમ વિશે જાણી શકશે.

>> જો તમારી પાસે ફોનને અપડેટ કરવાનો વિકલ્પ છે, તો તરત જ કરો.

image source

>> જે યુઝર પાસે ફોન અપડેટ કરવાનો વિકલ્પ નથી, તો તેઓએ વોટ્સએપનો ઉપયોગ કરવા માટે નવો ફોન ખરીદવો પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ