મલાઈકાની આ લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સે કહ્યું, wow !

અભિનેત્રી મલાઇકા અરોરા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ગોવામાં વેકેશનની મજા માણી રહી છે. બંને સાથે તો વધારે ફોટો શેર કરી રહ્યા નથી, પરંતુ તેમની દરેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ છે. મલાઇકા હાલમાં ગોવાની હોટલમાં નહીં પણ તેની બહેન અમૃતા અરોરાના ઘરે આનંદ લઇ રહી છે. અર્જુન પણ અમૃતાના પરિવાર સાથે વૈભવી મકાનમાં સમય વિતાવી રહ્યો છે.

પ્રિટેંડ મોનોકિનીમાં બોલ્ડ પોઝ

image source

સ્વિમિંગ પૂલના કિનારે મલાઇકા અરોરાનું પ્રિટેંડ મોનોકિનીમાં બોલ્ડ પોઝ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તે ખૂબ હોટ લાગી રહી છે. નિયોન ગ્રીન કલરના બોલ્ડ આઉટફિટમાં મલાઇકા અરોરાએ ખૂબ પોઝ આપ્યા છે. તેમની આ બોલ્ડ અદાઓ ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે.

image source

હોટલની બાલકનીમાં ઉભી રહીને મલાઇકા અરોરાએ સ્ટાઇલિશ લુકમાં ફોટોઝ ક્લિક કરાવ્યા છે. મલાઇકા અરોરાના આ ફોટોઝને જોયા પછી ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રીની અદાઓને ખૂબ પસંદ આવી રહી છે અને તે તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. મલાઇકા અરોરા આ ફોટોઝમાં ખૂબ જોરદાર અને હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. તે ખૂબ ગ્લેમરસ લાગી રહી છે. મલાઇકા અરોરા આ ઉંમરમાં પણ ખૂબ બોલ્ડ છે. તે મોટાભાગે બોલ્ડ ફોટો શેર કરતી જોવા મળી રહી છે.

મલાઇકાએ લખ્યું, ઘરથી ઘર દૂર

image source

આ તસવીરો શેર કરતાં અભિનેત્રી મલાઇકા અરોરા ફોટોઝે કેપ્શનમાં લખ્યું છે, “ઘરથી ઘર દૂર.” એક તસવીરમાં મલાઈકા અરોરા પણ તેના ઘરની બારી બહાર ડોકીને નજર આવી રહી છે. આ તસવીરમાં અભિનેત્રી નિયોન ગ્રીન કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. લોકો મલાઇકા અરોરાની આ તસવીરો પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બંનેને કોરોના થયો હતો. સ્વસ્થ થયા પછી, જ્યારે અર્જુન સૈફ અલી ખાન, યામી ગૌતમ, જેકલીન ફર્નાન્ડીઝ સાથે ફિલ્મ ભૂત પોલીસના શૂટિંગ માટે ગયો, ત્યારે મલાઇકા પણ તેને કંપની આપવા પહોંચી ગઈ હતી.

લોકડાઉનમાં બન્ને સાથે જ હતા

image source

તાજેતરમાં જ મલાઇકાએ ખુલાસો કર્યો હતો કે તે અને અર્જુન લોકડાઉન સમયગાળા દરમિયાન સાથે હતા. તેમણે આ લોકડાઉન સમયને શાનદાર ગણાવ્યો કારણ કે તેને અર્જુન એન્ટરટેઈનિંગ લાગ્યો હતો. અર્જુન અને મલાઈકા છેલ્લા કેટલાક વર્ષોથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા.

image source

2019માં બંનેએ પોતાના સંબંધોને ઓફિશિયલ કરી દીધા હતા. મલાઇકાના છૂટાછેડા થયા છે. તમને જણાવી દઈએ કે મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે ગયા વર્ષે અર્જુન કપૂરના જન્મદિવસ પર સત્તાવાર રીતે તેમના સંબંધોની ઘોષણા કરી હતી. મલાઇકા અરોરાએ ફિલ્મ નિર્માતા અને અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના 19 વર્ષ પછી વર્ષ 2017 માં તેઓએ છૂટાછેડા લીધા હતા. બંનેને 18 વર્ષનો પુત્ર અર્હાન ખાન છે.

પોતાનો સંબંધ છુપાવવાની કોઈ ઇચ્છા નથી

image source

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે અર્જુન અને મલાઈકા બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે. જો કે હજી સુધી તેમના લગ્ન વિશે કંઇ કહેવામાં આવ્યું નથી, પરંતુ બંને એકબીજાની કંપની ખૂબ પસંદ કરી રહ્યા છે. તો બીજી તરફ એક ઈન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે જરૂર કહ્યું હતું કે જ્યારે પણ તે લગ્ન કરવાનું વિચારશે, ત્યારે તે મીડિયા સમક્ષ ચોક્કસ જણાવી દેશે. તેને પોતાનો સંબંધ છુપાવવાની કોઈ ઇચ્છા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ