WhatsApp પર આવી રીતે ON કરો ‘Disappearing Message’ ફીચર, 7 દિવસમાં ગાયબ થઈ જશે ચેટ

આજે લોકો સૌથી વધારે કોઈ કમ્યુનિકેશન એપ્લિકેશનનો ઉપયોગ કરતું હોય તો તે વ્હોટ્સએપ છે. આજે લોકો પર્સનલ વાતોથી લઈને પ્રોફેશનલ કમ્યુનિકેશન વ્હોટ્સએપથી કરતા હોય છે. હાલ તો બાળકોનો અભ્યાસ પણ શાળાઓ દ્વારા વ્હોટ્સએપ પર કરાવવામાં આવી રહ્યો છે. વ્હોટ્સ એપ પર તમે એક સિંગલ વ્યક્તિથી માંડીને ગૃપમાં પણ વાત કરી શકો છો.

image source

પણ ક્યારેક ક્યારેક બીનજરૂરી મેસેજીસના ઢગલા તમારા વ્હોટ્સએપમાં થઈ જતા હોય છે અને તેની પાછળ ઘણીવાર કામના મેસેજીસ દબાઈ જતા હોય છે. પણ હવે વ્હોટ્સએપ એવું નવું ફીચર લાવ્યું છે કે સાત દિવસ બાદ તમે ન જોયા હોય તેવા મેસેજ આપોઆપ જ ડિલીટ થઈ જશે. જો કે તેના માટે તમારે તેમાં આપવામાં આવેલા મેન્યુઅલ સેટિંગને એક્ટિવેટ કરવાનું રહેશે. તો આજે અમે તમારા માટે આ જ માહિતી આવ્યા છે કે કેવી રીતે ડિસએપિયરિંગ મેસેજના ઓપ્શનને એકટિવ કરવું.

image source

વ્હોટ્સ એપનું નવું ફીચર ડીસએપિયરીંગ મેસેજ છેવટે ભારતમાં ઉપલબ્ધ થઈ ગયું છે. આ ફીચરને હવે બધા જ પ્લેટફોર્મ એન્ડ્રોઈ, iOS, KaiOS વેબ અને ડેસ્કટૉપ પર પણ ઉપયોગ કરી શકાય છે. જો કે યુઝર્સે આ ફીચરને તેમના ફોનમાં મેન્યુઅલી ઓન કવરાનુ રહેશે. વ્હોટ્સએપનું કેહવું છે કે આ ફીચર દ્વારા બધા જ મેસેજ જેમાં મિડિયા ફાઇલનો પણ સમાવેશ થાય છે તે પણ 7 દિવસની અંદર જાતે જ ગાયબ થઈ જશે.

image source

તેને વન-ઓન-વન ચેટની સાથે સાથે ગૃપ ચેટમાં પણ એક્ટિવ કરી શકાય છે. પણ ગૃપ માટે આ ફીચરનો ઉપયોગ માત્ર એડમીન જ કરી શકે છે.
વ્હોટ્સએપના આ ફીચર્સનમાં કેટલીક મર્યાદાઓ પણ છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે જો તમે 7 દિવસ સુધી મેસેજ નહીં ખોલો તો મેસેજ ગાયબ થઈ જશે, પણ જો તમે નોટિફિકેસન પેનલ ક્લિયર ન કરી હોય તો તમે ત્યાં મેસેજ કરી શકો છો.

image source

જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા માગતા હોવ તો તમારે વ્હોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને અપડેટ કરવાનું રહેશે. ત્યાર બાદ નીચે આપવામાં આવેલા સ્ટેપ્સ તમારે ફોલો કરવાના રહેશે.

વ્હોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યા બાદ તેની બાદ નીચે આપવામા આવેલા સ્ટેપ્સ તમારે ફોલો કરવા.

image source

તેના માટે તમારે સૌપ્રથમ વ્હોટ્સએપ ઓપન કરવું. ત્યાર બાદ હવે જે કોન્ટેક્ટ માટે તમે ડિસઅપીયરિંગ મેસેજ ફીચરને એક્ટિવેટ કરવા માગતા હોવ તે ચેટને ઓપન કરવી.

હવે ઓપન થયેલી ચેટના કોન્ટેક્ટ નામ પર ક્લીક કરો. કોન્ટેક્ટ નામ પર ક્લિક કરતાં જ તેનું વ્હોટ્સએપ અકાઉન્ટ ઓપન થશે. અહીં તમારે disappearing મેસેજ ફીચર જોવા મળશે. તેના પર ક્લિક કરવું. ડિસઅપીયરિંગ મેસેજ ફીચર પર ક્લિક કરતા જ તમને ઓન અને ઓફનું ઓપ્શન દેખાશે. અહીં તમારે તેને ઓન કરી દેવું.

image source

હવે આ ફીચર એપમાં એક્ટિવેટ થઈ જશે અને મોકલવામાં આવેલા મેસેજ, ફોટો તેમજ વિડિયો 7 દિવસ બાદ જાતે જ જતા રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ