દિશા વાકાણી મનાવી રહી છે આજે 5મી એનિવર્સરી, આવી રહી છે ખાસ લાઈફ સ્ટાઈલ

ટીવી એક્ટ્રેસ અને દયાબેનના નામે ઘર ઘરમાં જાણીતી દિશા વાકાણીએ 24 નવેમ્બર 2015માં ચાર્ટડ એકાઉન્ટન્ટ મૂયર પરિહા સાથે લગ્ન કર્યા હતા.

image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી જાણીતી બનેલી દિશા વાકાણીએ ગઈકાલે લગ્ન જીવનના 5 વર્ષ પૂરા કર્યા છે. અત્યારે તે એક દીકરીની માતા છે. તો જુઓ આજે દિશા વાકાણીના લગ્ન અને રિસેપ્શનના ખાસ ફોટોઝ પણ.

image source

દયા બેન એટલે કે દિશા વાકાણીના લગ્નની એક પ્રાઈવેટ સેરેમની રાખવામાં આવી હતી. દિશા અને મયૂરના ફેમિલિના સભ્યો અને ખાસ મિત્રો લગ્નનો ભાગ બન્યા હતા.

image soucre

તારક મહેતાના શોની તરફથી ફક્ત પ્રોડ્યુસર અસિત મોજી જ સામેલ થયા હતા. ગુજરાતમાં જન્મેલી દિશાએ મયુર સાથે સાત ફેરા લીધા અને સાથે દિશા વાકાણીના લગ્ન ગુજરાતી રિવાજ પ્રમાણે થયા.

image source

દિશાના લગ્નની કેટલીક ખાસ તસવીરો સોશ્યલ મીડિયા પર અપલોડ કરાઈ હતી અને ફેન્સને લગ્નની જાણકારી આપવામાં આવી હતી.

image source

37 વર્ષની વયે લગ્ન કરનારી દિશાએ તેમના લગ્નમાં ગજબનો લૂક મેળવ્યો હતો. લગ્નના 2 દિવસ બાદ મુંબઈમાં જ દિશાના લગ્નનું રિસેપ્શન પણ રખાયું હતું. તેમાં તારક મહેતાની આખી ટીમ સામેલ થઈ હતી.

image source

રિસેપ્શનમાં જેઠાલાલથી લઈને તારક મહેતા, અય્યૈર, ટપ્પી ટીમ, ભીડે, સોઢી વગેરે પણ સામેલ થયા હતા. ગોલ્ડન કલરના ગાઉનમાં રિસેપ્શનમાં દિશા સુંદર દેખાઈ રહી હતી. તેનો લુક ઘણો ડિફરન્ટ હતો અને સુંદર પણ. દિશાએ એક્ટિંગથી શરૂઆત કરી હતી અને અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

image source

શરૂઆતમાં બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરનારી દિશા અનેક હિંદી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. શાહરુખ ખાન સાથે દેવદાસ, આમિર ખાનની મંગલ પાંડેઃ દ રાઈઝિંગ, સી કંપની, ઋત્વિક રોશનની જોધા અકબર, લવ સ્ટોરી 2050 જેવી અનેક ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકી છે.

image source

લગ્ન બાદ દિશાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી એન્ટ્રી લીધી નથી. દિશા ફેમિલિ લાઈફમાં ખુશ છે.

image source

અસિત મોદીએ શોમાં તેમને પરત લાવવાની કોશિશ કરી પણ તેમના પતિ મયૂરની સાથે મેળ ન ખાવાના કારણે તેમનું કામ થયું નથી. હાલમાં તે દીકરી સાથે તેની ફેમિલિ લાઈફ એન્જોય કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ